જિંદગીથી મને શિકાયત નથી..................
મારા
વિષે સારું બહુ જ ઓછું લખાયુ છે. રિવાજ નથી પણ લખાયું છે ઘણુ! લખવુ પડે
છે. લેખકોએ પ્યારથી હમદર્દીથી લખ્યુ છે એ માટે એમનો આભાર. આવો પ્યાર બહુ
ઓછા કરે છે. મારું કોઇ ગુટ, ગ્રુપ, ટોળકી નથી. હું લખુ છુ, વાચકો વાચે છે.
નહી વાંચે ત્યારે એમને સલ
-ચંદ્વકાંન્ત બક્ષી
*****************************
બક્ષી ઇઝ ધ ફાઇટર રિયલ હિરો.
બક્ષીના એટિટ્યૂડને નેગેટિવ કહેનારાઓએ આંતરખોજ કરવી જોઇએ કે એમના ભાગે બક્ષીનો રોષ કેમ ઠલવાયો ?
બક્ષી લીવીંગ લિજેન્ડ નથી, લિજેન્ડ મરે છે. બક્ષી એક્સક્લુઝિવ હ્યુમન બ્રાન્ડ છે. ગુજરાતી ભાષાની ઓન્લી બ્રાન્ડ! એમની બ્રાડ ઇમેજ છે. બ્રાન્ડ પોઝિશનિંગ છે, આઇડેન્ટિટી છે. જે અમર છે. ધેટસ બક્ષી.
બોડી મેં ફિટ.. પરફોર્મન્સ મે હિટ !
-જય વસાવડા
*****************************
ામ કરીને બંધ કરી
દઇશ. સોફામાં ઘૂસીને પાઇપ પીતો પીતો ઇતિહાસના પુસ્તકો બાકીની જિંદગી
વાંચ્યા કરીશ. જિંદગીથી મને શિકાયત નથી. મારા જેવા એકલા માણસે પોતે જ
પોતાની વાત કરવી પડે એ સ્વાભાવિક છે બધા એકસાથે આટલી બધી ગુલાંટો શા માટે
મારવા મંડી જાય છે? શુ તકલીફ છે એમને? કે આપણે મૂર્ધન્ય પત્રકાર બે કપ કોફી
પાઇને ખરીદી શકાય છે? એક ચં.બક્ષી ગુજરાતી સાહિત્યનું એવું તો કેટલુ
નુકસાન કરી નાખવાનો છે? એનુ ગજું કેટલુ? વિવેચકો વિશે મારે કંઇ કહેવુ નથી. કામ કામને શીખવે. તૈયાર થઇ જશે. મેં મારી જિંદગીમાં સુરેશ જોષીની જેમ ચમચાઓ રાખ્યા નથી કે મધુરાયની જેંમ
માલિકો રાખ્યા નથી. કોઇ ઉમાશંકર જોષીની આંગળી પકડી કે યશવંત શુક્લની આસપાસ
ભમરડાની જેમ ફરી ગુજરાતી સાહિત્યમાં આવ્યો નથી.
આપાતકાલીન સ્થિતિમાં ટી.વી પર ઇન્ટરવ્યુ લઇ સો-પચાસ રૂપિયાના ચેક માટે નાક રગડનારા અને કહ્યા પ્રમાણે ભસી આપનારા ગુજરાતી લેખકો મે જોયા છે.
વિવેચકો અને નિંદકોની મને ચિંતા પરવા નથી પણ હા જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ સરકાર બંદરોની નસબંધી કરવાનુ કાર્ય વેગથી કરે છે. મારા મર્યા બાદ મારા વિશે સારુ લખનાર ભેરુઓ અને ખરાબ લખનાર ભૌકનાર ઉલ્લુના પઠ્ઠા, બૈરાછાપ બાયલાઓની કમી ક્યારેય નહી થાય.
જજ નોટ, લેસ્ટ ધાઉ બ જ્જડ !
આપાતકાલીન સ્થિતિમાં ટી.વી પર ઇન્ટરવ્યુ લઇ સો-પચાસ રૂપિયાના ચેક માટે નાક રગડનારા અને કહ્યા પ્રમાણે ભસી આપનારા ગુજરાતી લેખકો મે જોયા છે.
વિવેચકો અને નિંદકોની મને ચિંતા પરવા નથી પણ હા જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ સરકાર બંદરોની નસબંધી કરવાનુ કાર્ય વેગથી કરે છે. મારા મર્યા બાદ મારા વિશે સારુ લખનાર ભેરુઓ અને ખરાબ લખનાર ભૌકનાર ઉલ્લુના પઠ્ઠા, બૈરાછાપ બાયલાઓની કમી ક્યારેય નહી થાય.
જજ નોટ, લેસ્ટ ધાઉ બ જ્જડ !
-ચંદ્વકાંન્ત બક્ષી
*****************************
બક્ષી ઇઝ ધ ફાઇટર રિયલ હિરો.
બક્ષીના એટિટ્યૂડને નેગેટિવ કહેનારાઓએ આંતરખોજ કરવી જોઇએ કે એમના ભાગે બક્ષીનો રોષ કેમ ઠલવાયો ?
બક્ષી લીવીંગ લિજેન્ડ નથી, લિજેન્ડ મરે છે. બક્ષી એક્સક્લુઝિવ હ્યુમન બ્રાન્ડ છે. ગુજરાતી ભાષાની ઓન્લી બ્રાન્ડ! એમની બ્રાડ ઇમેજ છે. બ્રાન્ડ પોઝિશનિંગ છે, આઇડેન્ટિટી છે. જે અમર છે. ધેટસ બક્ષી.
બોડી મેં ફિટ.. પરફોર્મન્સ મે હિટ !
-જય વસાવડા
*****************************
હેંમિગવેની જેમ શબ્દના ભાવ, પ્રતિભાવ અને પ્રતિસાદને કાયમ કરવાની કલા બક્ષી સાહેબમાં હતી.. જે અન્ય નવલકથાકારોમાં દેખાતી નથી.
એક વાણિયાના દિકરાએ સરસ્વતીની ખોળે માથુ મુક્યુ ત્યા જ લક્ષ્મીની સામે આંદોલન છેડી દીધુ હતું.
-નરેશ કે. ડોડીયા

માણસની
પાસે એક જ જિંદગી જીવવાની હોય છે. એક જિંદગી તેંતાળીસ વર્ષ જીવી લીધી,
કોનારક શાહ ! ખાધું - છ સ્વાદ મેળવી મેળવીને, ઠંડા અને ગરમ વ્યંજનો ખાધાં,
જીભની બધી ભૂખો અને જીભના બધા શોખો પૂરા કર્યા.. ભરપૂર પીધું, શોખથી
પીધું, તરબોળ થઈને પીધું. હસી લીધું, હસાવી લીધું. અદેખાઈ કરી, પ્રેમ કરી
લીધો.. માથાના ઝડતા વાળને પણ પ્યાર કરી લીધો, અને સફેદ થઈ ગયેલી કલમોને
સંવારી લીધી...તમાકુના ધુમાડાઓની કરામત કરીને ભવિષ્યને ઢાંકી દીધું, એકેએક
ઈંન્દ્રિયને નક્શીદાર ભૂતકાળ આપ્યો...
જિંદગીએ ઘણું આપ્યું - સંગીતની લય... દોડતી ટ્રેનમાંથી સંગીત સંભળાયું હતું, પુસ્તકોના વિચારો મગજની ઊભરેલી શિરાઓમાં વહી ગયા હતા, દોડતા રમતવીરોના સ્નાયુઓ પર ઠરેલી આંખો નાચી ઊઠી હતી. પ્રેમ આપ્યો હતો - કરોડો રંગોમાં પ્રેમ માણસના શ્વાસમાં, બોલાયેલા શબ્દોમાં, લખાયેલો વાક્યમાં, બીઅરના ઉફનતા ઝાગની જેમ ઊભરાઈને ભીંજવી ગયો હતો... મસ્તીથી ઊંઘ કરી હતી, મજબૂત માણસની થકાનમાં ચૂર ઊંઘ અને ખ્વાબ જોયાં હતાં - ઘેરાતી આવતી કાલોનાં...
અને રાજ કર્યું હતું, દુ:ખનું સુખ જોયું હતું...અને સુખનું દુ:ખ પણ અનુભવ્યું હતું. આત્માને મૂઢ માર લાગ્યો હતો. આત્મા પર લોહી જામી ગયું હતું...
જિંદગીમાં હવે શું બાકી રહી ગયું હતું? થ્રીલનું પુનરાવર્તન જે ફક્ત કંટાળાજનક હતું.
(હું, કોનારક શાહ... : પૃ.149)

*****************************************************************************
સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુર્ષો
પચાસ પછી પણ કાર્યરત્ રહેતા હોય્ છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની
હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી
વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય્ માણસથી લઇને મહાન માણસો બધા
માટે સરખી હોઇ છે.
કવિ અનીલ જોષી નવા નવા હતા અને કવિ સુરેશ દલાલ જુના જુના થઇ રહ્યા હતા એ દિવસો માં કલકત્તામાં એક ખાનગી સમારોહમાં આ ઘટના ઘટી હતી. અનીલ જોષી એ એમની અપ્રકટ કવિતા "બરફ ની આંગળીએ સુરજ ચીતરવો" સંભળાવી અને આ કમાલે - અનીલથી સુરેશ દલાલ એટલા ઘાયલ થઇ ગયા કે કહેવાય છે કે મુંબઈ આવીને એમને એજ કે ૮૦/૯૦ ટકા કવિતા પોતાની કોલમ માં પોતાને નામે લખી નાખી. આ રમ્યકથા છાપે ચડી ગઈ, બે માતાઓ એક સંતાન માટે લડે એવી વાત બની ગઈ, કલકત્તાવાળા રાજા સોલોમન ના રોલ માં આવી ગયા. ચુકાદો આવ્યો: કવિતા અનીલ જોષી ની છે! પછી તો બહારખાને થયેલી ધક્કાધક્કી અંદરખાને ઠારી દેવા માં આવી. કજિયા નું મો કોળું. બાળો કવિતા. પણ આ રમ્યકથા આજે પણ મુંબઈ ના કવિતાબાજો સિસકારા બોલાવી ને કહે છે.
વિશ્વનાથ ભટ્ટે ખબરદાર ના કાવ્ય "કાલિકા" માં થી અંગ્રેજી કવિતા ના સુત્રસંધાનો શોધી કાઢ્યા હતા. તનસુખ ભટ્ટ નો દાવો છે કે ૧૯૩૫ ના ઓક્ટોબર ના "એલ્ફીન્સ ટોનિયન"ના આંક માં એમનું "નીશિથીની" કાવ્ય આવ્યું એ પછી ઉમાશંકર જોષી નું "નિશીથ" કાવ્ય આવ્યું છે, અને મૂળ કાવ્યમાં ઉમેરો કરી ને બહેલાવવામાં આવ્યું છે.
ગુજરાતી કવિતા માં સાઇકલચોરી'' વિષય પર પી.એચ.ડી. ની થીસીસ લખી શકાય એટલો ગહન છે. ડોક્ટર સુરેશ દલાલ ના માર્ગદર્શન નીચે કોઈ સુખી ગૃહિણીએ આ ડોક્ટરેટ જેવી છે. શંકરે આપી જ છે. : કવિ : કાંતદર્શી, એટલે ક આરપાર જોઈ શકે એ કવિ.
ઝવેરચંદ મેઘાણી - સહુનો લાડકવાયો..
ગુજરાતી ભાષા ના સર્વકાલીન સર્વપ્રિય કાવ્યોમાં ઝવેરચંદ મેઘાણીનું " કોઈ નો લાડકવાયો" કદાચ પ્રથમ બે ચાર કાવ્યો માં આસાની થી આવી શકે. એક પૂરી પેઢી એ ગીત થી પાગલ થઇ ગઈ હતી. ભાગ્યે જ કોઈ ગુજરાતી કવિતાએ એક આખી પ્રજાને આ રીતે ઝકઝોર કરી નાખી છે. સન.૧૯૩૦માં એટલે કે આજ થી ૬૩ વર્ષો પૂર્વે મેઘાણી એ આ ગીત લખ્યું ત્યારે એ જેલ માં હતા, અને આ કાવ્ય ના સર્જન સમયે એ ૩૩ વર્ષ ના હતા. એમને સ્વયં એમના કાવ્યસંગ્રહ "યુગવંદના" માં નોંધ લખી che : "સમબડિઝ ડાર્લિંગ" નામ ના મીસીસ લેકોસ્ટેના રચેલા એક કાવ્ય પરથી. બેઉ અંગ્રેજી કાવ્યો જૂની "રોયલ રીડર"માં થી જડેલા બીજું "સુના સમદરની પાળે" જે અંગ્રેજી બેલેડ "બીજેન ઓન ધ હાઈન પર થી હતું. સમબડિઝ ડાર્લિંગ તરફ ધ્યાન ખેંચનાર (ગાંધીજી ના પુત્ર) શ્રી દેવદાસ ગાંધી હતા. અને પછી આખું કાવ્ય મેઘાણીએ આખું કાવ્ય ઉદધૃત કર્યું છે.
આ કાવ્ય "કોઈ નો લાડકવાયો" વિષે કપીલપ્રસાદ દવેના એક લેખ (પ્રવાસી: ઓગસ્ટ ૧૭-૧૯૯૦) માં જરા જુદી માહિતી છે જે પુરક છે કે વિપરીત એ અભ્યાસીઓ નો વિષય છે. કપીલપ્રસાદ દવે "કોઈ નો લાડકવાયો"વિષે જે માહિતી આપે છે એ આ પ્રમાણે છે : "સૌરાષ્ટ્ર" ની ઓફીસ ને અડોઅડ હતું એક સરકારી દવાખાનું... અણધાર્યું પોકારો કરતુ યુવાનો nu એક ટોળું ત્યાં આવી પહોંચ્યું. ચાર પાંચ યુવાનો ને ટેકે હાથ માં રક્ત નીતરતા એક યુવાન સાથે સૌએ દવાખાના માં પ્રવેશ કર્યો.. ડોક્ટર નું નામ હતું ડો.સાર્જન્તરાય દવે. સ્વ. મેઘાણી, સ્વ. કક્કલભાઈ કોઠારી, સ્વ. હરગોવન પંડ્યા બધા દોડી આવ્યા હતા. દાકતર પાટાપીંડી તો કાર્ય. પરંતુ પહેલું કરવાનું કાર્ય બાકી રાખ્યું હતું. એ કામ હતું દર્દી ના કાગળિયાં કરવાનું.
કપીલપ્રસાદ દવે એ પ્રસંગ નું વર્ણન કરે છે: સારવાર પૂરી થતા તે (યુવાન) પરલોકનિવાસી બની ગયો હતો... સ્વ.ઝવેરચંદભાઈ ની મુદ્રા હું બારીકાઇ થી નિહાળી રહ્યો હતો. દાક્તરે આવેલા યુવાનો ને દર્દી નું નામ પૂછ્યું. કોઈ ને તેની ખબર ન હતી. સ્વ. ઝવેરચંદભાઈ ના મુખે થી અણધાર્યા શબ્દ ટપકી પડ્યા અને દાકતર ને કહ્યું: લખી નાખો, કોઈ નો લાડકવાયો!!.. દાક્તરે શું લખ્યું એ તો આજે pan નથી જાણતો, પરંતુ બીજે જ દિવસે "સૌરાષ્ટ્ર" ના એક પાનામાં નવજ શબ્દો વાંચ્યા. શબ્દો હતા : " રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણ થી આવે!! નીચે શબ્દો હતા : " કોઈ નો લાડકવાયો"
-------------------------------------------------------------------------------------------------------
કાશ બક્ષી આજે જીવતા હોત તો કહેત કે બક્ષીબાબુ………..
- નરેશ કે.ડૉડીયા
આ
બાબતનું સચોટ ઉદાહરણ છે આપણાં સાઠી વટાવી ગયેલાં લેખકો છે.ચન્દ્રકાન્ત
બક્ષીથી કાન્તિભટ્ટ સાહેબનાં પ્રેમ અને સ્ત્રી વિશેનાં લખાણૉ કોઇ યુવાનને
પણને આંટી મારી દે તેવાં હોય છે.કારણકે લેખન્એ સશ્ક્ત્ માધ્યમ છે.જેમાં
જાણ્યે અજાણ્યે અંતરમાં છુપાયેલી વેદનાઓ વિચાર્ રુપી કલમમાં ઉતરી આવે છે.આ
એક જાતની સમાન્ માનસિક્તા છે.લેખક હોય કે સામાન્ય માણસ,દરેકને આકૅષતિ
વસ્તુંઓ સમાન સ્ત્રી અને સેક્સ,રોમાન્સ અને રમૂજ,આ ચારેય વસ્તુઓ સીધી
લિટીમાં આવી જાય એટલે થ્રિલ ! અને જિંદગીમાં આ થ્રિલ માનવમગજમાં મરણ
પર્યન્ત્ જિવન્ત રહે છે.યુવાનીમાં થયેલાં થ્રિલનાં અનુભવો જ પુરુષને
જલ્દીથી બુઢો બનવા દેતાં નથી.મગજને સતત યુવાને બનાવી રાખે છે જોકે આ બાબત
ધાર્મિક ઓથાર તળે જિવતાં લેખકોને બાકાત રાખે તેવી શક્યતાં સૌથી વધું છે.
જ્યારે બક્ષીસાહેબ ધાર્મિક ઓથારથી પર હતાં.બક્ષીસાહેબને અર્નેસ્ટ હેમિંગવે અને સાર્ત્રના મોટા ચાહક હતાં,અને હેમિંગવેની અસર તેમની વાતાઓમાં ઘણી વખત દેખાય આવતી હતી.
સાર્ત્રની જેમ અણધાર્યુ લખાણ અને કલ્પનાઓ બક્ષીના લખાણોમા આવી જતી.હેંમિંગવેની જેમ શબ્દના ભાવ અને પ્રતિભાવ અને પ્રતિસાદને કાયમ કરવાની કલા બક્ષી સાહેબમાં હતી.. ,જે અન્ય ગુજરાતી નવલકથાકારોમાં દેખાતી નથી.ઘણા નવલકથાકારોએ ૫૦થી વધુ વાર્તાઓ લખી છે પણ એમાં એકજાતની બિબાઢાળ વાસ્તવિકતા નજરે પડે છે..
એક વાણીયાના દીકરાએ સરસ્વતીના ખોળે માથુ મુકયુ ત્યારે એને લક્ષ્મીની સામે આંદોલન છેડી દીધુ હતું.
કટલેરીની દુકાનમાં પોતાની શરુઆતની કૃતિઓ બક્ષીસહેબે લખી હતી.એ પછી આજીવન શબ્દની બંદગી કરનારા એક બંદાની જેમ પુરી કરી નાંખી.બાઇબલમાં લખ્યુ છે કે,”ઇન ધ બીગીનિંગ ધેર વોઝ એ વર્ડ.”..તો ઉપનિષદો કહે છે કે,”શબ્દ એ તો બ્રહ્મ છે.”…પછી તો બક્ષીના શબ્દના બ્રહ્મનાદ થતાં જ રહ્યા.
આજના લેખમાં બક્ષી સાહેબના અમુક જાનદાર અને શાનદાર વાક્યોને માણીસુ..તો થઇ જાવ તૈયાર બક્ષીની તામસિક શૈલીને માણવા….!!!
“છોકરીઓ માટે પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભકુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે: કન્યા અને તરુણી! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન. એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ ધાતુ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે.”

(યુવતા : પૃ.2)
------------------------------------------------------------------------------------------------------------
“બહાદુર શબ્દ આપણો નથી. એ શબ્દ મંગોલ છે. મંગોલ પશ્ચિમ એશિયા પરથી ફૂંકાઈ ગયા, બધું જ તારાજ કરતા ગયા. ખાનાખરાબી, આગજની, તબાહી અને એ પ્રજા બે શબ્દો મૂકતી ગઈ: ખાન અને બહાદુર. આજે “ખાન” શબ્દ પઠાણો માટે અને “બહાદુર” શબ્દ ગુરખાઓ માટે વપરાય છે પણ એ બંને શબ્દો મંગોલ આક્રમકોએ આપેલા છે. બહાદુર શબ્દને વ્યાખ્યાની મર્યાદામાં માપવો અઘરો છે. કારણ કે એની ક્ષિતિજો વિસ્તરી ગઈ છે. સામાન્યમાં સામાન્ય અને નિર્બળમાં નિર્બળ સ્ત્રી કે પુરુષ બહાદુર બની શકે છે. એ માનસિક શૌર્યની સાથે સાથે માનસિક શક્તિ માગી લે છે.”

(સાહસ: પૃ.5)
------------------------------------------------------------------------------------------------------------
“શક્ય નથી. 62 વર્ષની જિંદગી જીવી લીધા પછી એ શક્ય નથી. આ ઉંમરની ટ્રેજેડી એ હોય છે કે જે સ્ત્રીમાંથી તમારાં સંતાનો આવ્યાં છે એ સંતાનોને તમે ચાહો છો અને એ સ્ત્રીની સાથે તમારો ફક્ત નફરતનો જ સંબંધ રહ્યો છે. પાંજરામાંનું પક્ષી એ સમજે છે કે એણે પાંજરાની અંદર જ ગાતા રહેવાનું છે, પણ સમુદ્રની માછલીએ પાણીની જેલની અંદર જ રહેવાનું છે. જેલ અગાધ છે, પણ એ જલ છે, દેવી ! કુટુંબના સંબંધો, કુટુંબનાં બંધનો… અને જ્યારે ખૂબ પૈસાની વાત હોય ત્યારે કોઈ કુટુંબ છોડી શકતું નથી. હું ખુલ્લી હવામાં નહીં જીવી શકું, મારે માછલીની જેમ પાણીમાં જ વહેતા રહેવું પડશે.” તેજ ચૂપ થઈ ગયો. પછી મોઢું નીચું રાખીને જ બોલ્યો, “દરેકની જલનનો પણ પોતાનો રંગ હોય છે, જુદો.”

(મારું
નામ, તારું નામ. : પૃ.7)
------------------------------------------------------------------------------------------------------------
‘તને પરિવાર પસંદ નથી? પત્ની, બાળકો?’
‘એક જ જાનવરને એની પત્ની અને બાળકોની માયા હોય છે અને એ બધાને લઈને સપરિવાર ફર્યા કરે છે…અને એ જાનવર છે સિંહ!’ અંકુશ હસ્યો, ‘હું સિંહની જેમ જીવી શકું નહીં.’
‘મને તો એકાદ બાળક હોય તો ગમે…માતૃત્વ-બાતૃત્વ માટે નહીં પણ એકલી સ્ત્રીની જિંદગી ન્યુસન્સ છે. હું જ્યારે એકલી સ્ત્રી જોઉં છું ત્યારે હું એ જ વિચારું છું કે એની શહાદતની ભાવનામાં કેટલો બધો દોષ છલકે છે! ત્યાગની સપાટીની નીચે જ ઘણી વાર દોષ ભટકતો હોય છે.’

(રીફ-મરીના: પૃ.82)
------------------------------------------------------------------------------------------------------------
“ઘણી સાંજો અમે સાથે ગુજારી હતી, હોટલોમાં, દરિયાને કિનારે ઠંડી હવામાં, સિનેમાના અંધારા હૉલોમાં, એના ઘરની દીવાલોની વચ્ચે…અને મારું દિલ ખટકતું હતું. આ બધું શું હતું? બદમાશી, ફરેબ, જિંદગીની એક મૃગજાળ! ના, મારી તૂટેલી, ફેંકાઈ ગયેલી જિંદગીને એક દિશા મળી હતી. એમાં મુક્તિ હતી, જિંદગીભરની શુષ્કતાનો જવાબ હતો. હું બિડાઈ ગયેલી જિંદગીને ફરી ઉઘાડવા માગતી હતી.
રાજેને એની ડાયરીમાં લખ્યું હતું એમ જ- વર્ષે વર્ષે વસંત આવતી હોત તો? મારી દુનિયામાંથી પાનખર ચાલી ગઈ હતી, વસંતના રંગો આવી રહ્યા હતા…અને હું એ રંગો તરફ મિશ્રિત ભાવથી જોતી હતી….મને એ રંગોનું જીવલેણ ખેંચાણ હતું અને હું એ રંગોથી ડરતી હતી-”

(રોમા: પૃ.151)
------------------------------------------------------------------------------------------------------------
” જિંદગી એ પડાવ પર આવી ગઈ હતી જ્યાંથી હવે માત્ર આગળ જ જવાનું હતું. સંબંધો ભુલાતા નથી, પણ તૂટ્યા પછી સંધાતા પણ નથી. જો સંધાય છે તો વચ્ચે ગાંઠ પડી જાય છે, જેનો કોઈ ઈલાજ નથી. સ્વીકાર એ અંતિમ અનુકૂલન છે, જ્યાં ઈચ્છાઓ ગૌણ બની જાય છે. જે કર્યું છે એ સારું કર્યું છે કે ખરાબ એ સમજવા માટે હજી સમય પસાર થયો નથી, અને જ્યાં સુધી સમય જતો નથી ત્યાં સુધી એક તટસ્થ પરિપ્રેક્ષ્ય મળતો નથી. જોખમ રોમાંસની પ્રાથમિક અવસ્થામાંથી હવે બહાર આવી ચૂક્યું હતું. બાકી જિંદગી ધીરે ધીરે ટપકતી સાંભળી શકાય એ દિવસો આવી રહ્યા હતા, આવી ગયા હતા..”

(મારું નામ, તારું નામ: પૃ.230)
------------------------------------------------------------------------------------------------------------
બક્ષીસાહેબે હમેશાં વાંચકોને યાર બાદશાહો બનાવ્યા છે..વિવેચકોના વિવેચન કરવામાં બક્ષીસાહેબે હમેશા વિવેક ચુકયો છે..બક્ષીસાહેબ લખે છે,”ગુજરાતી સાહિત્યમાંથી મને ખૂબ મળ્યુ છે.માલિકે ખૂબ તાવી તાવીને આપ્યુ છે,પણ જે આપ્યુ છે એ કોઇ ગુજરાતી લેખકને આપ્યું નથી.અને આંખો ઝુકાવ્યા વિના,પુંછડી પટપટાવ્યા વિના,અથાણાની સિઝનમાં શેઠાણીને કાચી કેરીઓ સપ્લાય કર્યા વિના આટલું બધું મળ્યુ છે.હવે મારે માટે ભાવકો રહ્યા નથી,ચાહકો છે.હું વિવેચકો માટે લખતો નથી.હું આશિકો માટે લખું છું.કોઇ અપેક્ષા નથી.કોઇ હસરત નથી.”
બક્ષીસાહેબ લખે છે,”મને ફદફદી ગયેલા,મુરમુરાના થેલાઓ જેવાં કે સાડા પાંચ મહિનાની ગર્ભવતી સ્ત્રીના જેવા પેટ લઇને ફરતા ગુજરાતી લેખકો ક્યારેય ગમ્યા નથી.છરહરા શરીરમાં જ તેજ દિમાગ રહી શકે છે,એવું ગ્રીકો માને છે અને હું પ્રાચીન ગ્રીકોની એ વાતને હમેશાં માનતો રહ્યો છું.બીજાના શરીરને પ્રેમ કર્યો છે.પણ મારો પ્રથમ મારા શરીર માટે છે.આ શરીર બગાડીને ચિતાને સોંપવું નથી.હું માનું છુ કે બીમાર,અસ્વસ્થ,ઢંગધડા વગરના શરીરમાંથી ફાટેલા ગુમડાની મવાદ જેવું જ ગુજરાતી સાહિત્ય ઝર્યા કરે છે.ચુસ્ત અને મસ્ત શરીરમાંથી જે ગધ પ્રકટે છે એમાં ચુસ્તી અને મસ્તી રહેશે.”
બક્ષી પોતે જિવનના અંત સુધી રોજ સવારે કસરત કરતા હતાં.બક્ષીસાહેબની પુત્રી રીવા બક્ષી એના પિતા માટે શું કહે છે-”ડેડીને મેં ડમ્બેલ્સ અને બારબેલ્સ લઇને આદમકદના આયના સામે વ્યાયમ કરતાં જોય છે..એમનાં શરીર પ્રત્યેની મરદાના જિદ્દને જોઇ છે..એવી જ મરદાના કલમ પર ન્યોચ્છાવર થતી એક પેઢી જોઇ છે.”
બક્ષીસાહેબની એક અનેરી ઝલક જોઇએ..
“પ્રકાશ બોલતો ગયો, ‘જ્યારે હું નસીમને – એક વેશ્યાને – એના ઈશ્વરની બંદગી કરતાં જોઉં છું ત્યારે એકાએક ઈશ્વરમાં રહીસહી શ્રદ્ધા ફરી ભડકી ઊઠે છે. જે મંદિરોના સેંકડો ઘંટારવો નથી ભડકાવી શકતા….દુનિયા છે, ઘણું જોતો રહ્યો છું, ઘણું જોઉં છું અને જિંદગીમાં દિલચશ્પી વધતી જાય છે. કૉલેજમાં પાંચ છોકરાઓ સાથે ‘લવ’ કરીને, પૂરા ચકાસીને, છઠ્ઠાને પરણી ગયેલી ખૂબસૂરત છોકરીને મેં ત્રણ જ મહિનામાં વિધવા થતી જોઈ છે. ત્રણ ત્રણ વર્ષ સુધી ‘ટેમ્પરરી’ નોકરી કર્યા પછી રજા અપાયેલા જવાન માણસોની ઓગળતી સખ્તાઈ ભરેલા ચહેરાઓ મેં જોયા છે. આંધળા થઈ ગયેલા બચ્ચાને મેં એનું જૂનું રમકડું આંગળીઓથી ઓળખતાં જોયું છે…છ ફૂટ ઊંચા પુરુષોને મેં રડતા જોયા છે…
‘…અને છતાં પણ જિંદગીમાં દિલચસ્પી રહી ગઈ છે.’
‘અને તેરસો માઈલ દૂરથી એક ઔરત આવીને તારું દિલ થપથપાવે છે ત્યારે એ દિલચસ્પી વધી જાય છે, ખરું ને?’ અલકા બોલી.
‘દિલ થપથપાવે છે? અલકા, તું તો તબિયત હલાલ કરી નાખનારી છોકરી છે…જેને દુનિયા દુ:ખ કહે છે એ વસ્તુ આવે છે ત્યારે જિંદગીમાં રસ સુકાતો જાય છે. દુ:ખનો ઈલાજ છે સહારો. મારી પાસે બધું જ છે….અને કંઈ નથી, કારણ કે મારે માટે બે આંખો ભીની કરનાર કોઈ નથી. આજે મને લાગે છે કે મારે માટે પણ એક મુલાયમ દિલ છે…”

(પડઘા ડૂબી ગયા: પૃ.152-153)
------------------------------------------------------------------------------------------------------------
” કર્ણ વિચારે ચડી ગયો. અંતે નિર્ણય લઈ જ લેવો પડશે. એ લંડન ગયો એ પહેલાંની ગૌતમી – અને આજે કદાચ મળશે એ ગૌતમીની આંખોમાં રોષ હશે, એક મધ્યમવર્ગીય છોકરાના ત્રીજા માળના ઘરની બ્લૅક ઍન્ડ વ્હાઈટ ઈમાનદારીને ઠગી લેવાનો! “
“કર્ણ, તારી અને મારી દુનિયા જુદી છે. તારા શ્વાસમાંથી પણ ઈમ્પોર્ટેડ વાસ આવે છે. અમારા અત્તરોમાં પણ મિટ્ટી અને પસીનાની ખૂશ્બૂ છે. અમારી સાંજો ભીડની ગંધથી ભરેલી છે. ફક્ત અમારી આંખો બીમાર નથી અને લોહી લાલ હોય છે. અમે આખે શરીરથી હસીએ છીએ. અમારી બંને હથેળીઓ પૂરેપૂરી ખૂલી શકે છે. અમારા નખ સાફ છે અને સખ્ત છે કારણ કે આંગળીઓની મજદૂરી કરીને અમો પગાર લઈએ છીએ. અમે આંખો ઝુકાવીને ક્યારેય જોતા નથી, અમે આંખોમાં આંખો નાખીને વાત કરી શકીએ છીએ. અમારી રોટીમાં, કર્ણ, બધા જ સ્વાદો હોય છે. અમે એરકન્ડિશન્ડ રૂમમાં પૅક કરીને મોટાં કરેલાં એનેમિક અને સફેદ મોડેલો નથી, અમે હાથપગ, દિલો-દિમાગવાળા, ભૂખ-હર્ષ-ગુસ્સાથી છલકાતા કાળા, બદામી ઘઉંવર્ણા માણસો છીએ.”

(હથેળી પર બાદબાકી: પૃ.129)
------------------------------------------------------------------------------------------------------------
ગુજરાતી સાહિત્યકારોમાં બક્ષીસાહેબને જેટલો પ્રેમ તેમના વાંચકોએ કર્યો છે એટલા જ પ્રમાણમાં એને અમુક લોકોનો ધીક્કાર મળ્યો છે. બક્ષીસાહેબના એક સમયનાં ખાસ મિત્ર મધુરાય બક્ષી વિશે શું લખે છે જરા એક નજર-”મેં જે કર્યું છે તે બક્ષીએ ફોલો કર્યુ છે.તો બક્ષીએ નાટક કેમ ન લખ્યાં?નાટકમાં એકથી વધું પાત્રો જોઇએ,જ્યારે બક્ષી પાસે એક જ પાત્ર છે.એકનું એક પાત્ર વિધ વિધ નામે ઉભરે છે.આયનામાં એક જ પ્રકારની ચડભડ ભાષામાં ડાયલોગ મારે અને ના-ટ-ક બને નહીં.જનરલી નાટકમાં સહેજસાજ થાય.વાતાવરણ ગરમ થાય અને ક્લાયમેક્સ આવે.ધેટ ઇઝ નાટક.
બક્ષીમાં ત્રાડૉથી,ગાળૉથી,તુંતુંમેંમ ેંની
ક્લાયમેક્સથી શરૂઆત થાય અને જે રોદ્ર્રૂપ ત્રણ અંક સુધી કન્ટિન્યુ
રહે.બક્ષીની નોવેલોમાં અકારણ વેરાયેલી ચિંતનકણિકાઓ નાટકમાં વિલ ડુ થાય
નહીં.એટલે એમાં સફળ ન થયાં.બક્ષી હવે ગુણાકાર અને ભાગાકાર કરે છે-નર્મદ
કરતાં મારા વાંચકો વધું છે-મારા અઢી કરોડ વાંચકો છે.
હશે ! નર્મદ,ને દલપત, ને મુનશી,ને દેસાઇ,ને મેઘાણીના કમ્બાઇન્ડ વાંચકો કરતા પણ બક્ષીના વાંચકો વધું હશે.વસતિ વધી છે.એકચ્યુલી વાંચકો વધ્યા છે તેની વજહ બક્ષીના સર્જન કરતા ગુજરારીઓનું પ્રજ્જન છે.બક્ષીને તે કોણ કહે ?
------------------------------------------------------------------------------------------------------------
ગુજરાતી સાહિત્યકારોમાં બક્ષીસાહેબને જેટલો પ્રેમ તેમના વાંચકોએ કર્યો છે એટલા જ પ્રમાણમાં એને અમુક લોકોનો ધીક્કાર મળ્યો છે. બક્ષીસાહેબના એક સમયનાં ખાસ મિત્ર મધુરાય બક્ષી વિશે શું લખે છે જરા એક નજર-”મેં જે કર્યું છે તે બક્ષીએ ફોલો કર્યુ છે.તો બક્ષીએ નાટક કેમ ન લખ્યાં?નાટકમાં એકથી વધું પાત્રો જોઇએ,જ્યારે બક્ષી પાસે એક જ પાત્ર છે.એકનું એક પાત્ર વિધ વિધ નામે ઉભરે છે.આયનામાં એક જ પ્રકારની ચડભડ ભાષામાં ડાયલોગ મારે અને ના-ટ-ક બને નહીં.જનરલી નાટકમાં સહેજસાજ થાય.વાતાવરણ ગરમ થાય અને ક્લાયમેક્સ આવે.ધેટ ઇઝ નાટક.
બક્ષીમાં ત્રાડૉથી,ગાળૉથી,તુંતુંમેંમ
હશે ! નર્મદ,ને દલપત, ને મુનશી,ને દેસાઇ,ને મેઘાણીના કમ્બાઇન્ડ વાંચકો કરતા પણ બક્ષીના વાંચકો વધું હશે.વસતિ વધી છે.એકચ્યુલી વાંચકો વધ્યા છે તેની વજહ બક્ષીના સર્જન કરતા ગુજરારીઓનું પ્રજ્જન છે.બક્ષીને તે કોણ કહે ?
મધુરાય આગળ લખે છે-મુંબઇ આવ્યા બાદ પત્રકારત્વમાં પૈસાનું લોહી ચાખ્યા બાદ
બક્ષી બહુ વકર્યા છે.કલાકાર ન રહ્યાં.વાર્તાઓ લખવાની બંધ કરી.નવલકથાઓમાં
ઇતિહાસ ભૂગોળનાં ઉતારા કર્યાં.કોલમોની ખેતી કરી.
જ્યારે બક્ષીસાહેબે મધુરાય માટે શું લખ્યુ છે તેના ઉપર જરા એક નજર-ગુજરાતી લેખકોને નાટક લખતા આવડતા નથી…પણ એવું નથી.આપણી પાસે “ખારા સમદરિયામાં મીઠી એક વીરડી”જેવા મધુરાય છે,અને એમાંથી ડૉલો ભરી ભરીને ઠાલવાતી આઇ.એન.ટી છે. વીરડી અને પનિહારી બંન્ને..એક બીજાની પ્યાસ સમજે છે.
વિનોદ ભટ્ટ બક્ષીસાહેબ વિશે લખે છે-બક્ષીસાહેબે પોતાના પ્રવચનમાં જે ભાષા વાપરી એ અમદાવાદના હેર કટિંગ સલૂનના કારીગરો વાપરે છે.આપણે દુકાનમાં પ્રવેશીયે છીએ ત્યારે કોઇ ગ્રાહકની દાઢી પર બ્રશ ફેરવતો વાળંદ કહેતો હોય કે,સાહેબ,બે મિનિટમાં આમને પતાવ્યા પછી તમને બેસાડી દંઉ છું.
બક્ષીસાહેબને ભલે તેમના વિરોધીઓ એક સુરમાં કાગારોળ કરે પણ બક્ષી એટલે બક્ષી…!!
બક્ષીસાહેબના અમુક લખાણો હજુ પણ નજર સામે તરવરે છે - “ક્દાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે…નહીં તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. વર્ષે વર્ષે વસંત આવે છે, જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી કૂંપળો – નવાં ફૂલો આવે છે, નવી ખુશબૂ આવે છે. નદીમાં નવું પાણી આવે છે…આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઈ જાય છે, બીજે વર્ષે આવવા માટે. દર વર્ષે વસંત આવશે – સૃષ્ટિના અંત સુધી –. . . . .માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?
સાચો લેખક માત્ર બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક, વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત. અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે; એ આંખો, જે ફોટામાં હવે ક્યારેય બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દ્રષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બિડાવાની નથી. અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈસીજી કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી… “
બક્ષીનો મિજાજ એક અલગ હતો.તે મિજાજ બીજા લેખકોમાં નજરે ચડતો નથી..અમુક અવતરણમાં બક્ષીશાહી છાપ તુરત જ વર્તાય આવે છે -
“પ્રોબ્લેમ નથી માટે માણસ સુખી છે એવું તું કેમ ધારી લે છે ? પ્રોબ્લેમ ન હોવો એ પણ મારા જેવી બાવન વર્ષની સ્ત્રી માટે કેવી મોહતાજી છે? મારી નાની બહેનની બે દીકરીઓ તો વિકએન્ડમાં રહેવા આવી જ જાય છે, હું બોલાવું છું ત્યારે… પણ બંને પરણી જશે, પછી?”
“પછી જમાઈઓને લઈને આવશે !”
“મારે ઉષ્મા માટે કંપની જોઈએ છે. વારસદારો જોઈતા નથી.” વાગ્દેવીએ મગ ખાલી કર્યો. “તેજ!” વાગ્દેવી શરારતી હસી, તેજની ચુસ્ત કમર પર હાથ વીંટાળીને બોલી, “તને લાગતું નથી કે નાની નાની બદમાશીઓ કરતા રહેવાથી મોટી ઉંમરે તબિયત સરસ રહે છે ?”
“સરસ શરીર એ એક આશીર્વાદ રહ્યો છે, મારે માટે !… અને તારે માટે પણ…” તેજ વાગ્દેવીને જોઈને બોલ્યો, “વિચારો સડી જાય છે પછી જ શરીર ખવાઈ જાય છે. આજે એક કૉમિક વસ્તુ જોઈ, તને કહેવાનું ભૂલી ગયો ! આજે એક કાગડો જોયો, એની પાંખમાં એક સફેદ પીંછું હતું ! કાગડો સરસ, હૅન્ડસમ લાગતો હતો!…”
“સાલા! મારી મજાક કરે છે? રાસ્કલ…!”
તેજ પ્યારથી વાગ્દેવીના વાળમાં આંગળીથી સફેદ થઈ ગયેલા વાળને સહેલાવતો રહ્યો.”
(મારું નામ, તારું નામ. : પૃ.9)
------------------------------------------------------------------------------------------------------------
‘એકલી – તું કેટલા દિવસ રહી શકીશ?’
‘જ્યાં સુધી તું કાઢી નહીં મૂકે ત્યાં સુધી…’
‘મારે એક સ્ત્રીની જરૂર છે.’
‘મને પુરુષની જરૂર નથી.’ અલકાએ કહ્યું, ‘મારે ફક્ત પુરુષનો પ્યાર જોઈએ છે.’
પ્રકાશે એક બગાસું ખાધું, એણે કહ્યું, ‘અલકા! આટલા ધક્કા ખાધા પછી પણ તું બેવકૂફ રહી શકે છે?’
‘શું અર્થ?’ અલકા તાકી રહી.
‘હજી અર્થ પૂછે છે? બસ, હવે તું ખરેખર ‘અલ્હડ’ બની ગઈ છે…’ પ્રકાશ ખુશ થઈ ગયો, ‘અને મેં તને કહ્યું હતું ને કે ‘અલ્હડ’ છોકરીઓ મને ગમે છે. મારી પાસે આવી જા…’ પ્રકાશે બન્ને હાથ પહોળા કર્યા.
અલકા જરા પાસે ખસી અને પ્રકાશની સામે બેસી ગઈ. એણે કહ્યું, ‘જો મને અડતો નહીં!’
(પડઘા ડૂબી ગયા: પૃ.120)

બક્ષીસાહેબની કલમની ધાર વડે ગુજરાતી સાહિત્યના ખેરખાઓને ઉજરડાનો અનુભવ
છે.-”ગુજરાતી ભાષામાં તમે કંઇ પણ ના લખીને મહાન સાહિત્યકાર થઇ શકો છો.બે
અંક પ્રગટ કરીને યુગ કવિ થઇ શકો છો.સસ્તી પેપર બેંકોમાંથી પ્લોટ ચોરીને,અને
પકડાય જાવ તો,નવલકથા લખીને,ગમે તે પ્લમ્બર પોતાને “બેસ્ટસેલર” નવલકથાકાર
કહેડાવવી શકે છે.પણ ખરેખર પ્રથમકક્ષ થવા માટે બુધ્ધિ જોઇએ,અને મૌલિક
વિચારશકિત જોઇએ છે.લેખકની ઇમાનદારી જોઇએ છે અને કાળી મજૂરી જોઇએ છે અને
લોહી સુકાય એટલું ધૈર્ય જોઇએ છે.આખી જિંદગી અન્યાય સામે ટક્કર લેવાની જિદ
જોઇએ છે.અને વિપૂલ સર્જન અને વિરાટ સર્ગશકિત જોઇએ છે.ગુજરાતી લેખકો પાસે
મુનશીથી મડિયા સુધીની જબરદસ્ત પરંપરા છે.
ગઇ કાલની પેઢીના લેખકો જાન નીચોવી ગયા આ ભાષા માટે..એમણે ઘણુ લખ્યું.. ઉચ્ચસ્તરિય લખ્યું.પ્રામાણિક લખ્યું..આજે કામચોર મધ્યવ્યસ્ક લેખકપેઢી બજારમાં આવી ગઇ છે…પારિતોષિકલંપટ..ઇનામબાઝ… સરસ્વતીખોર….લખાવટ કરનારા…
--------------------------------------------------------------------------------------------------------
બક્ષી સાહેબની ધારદાર અને તેજાબી કલથી ભલભલા બચી શક્યાં નહોતા.એ બનાવો ઉપર એક નજર...
સુન્દરમ ની અમર લીટીઓ છે : તને મેં ઝંખી છે-/યુગો થી ધીખેલા પ્રખર સહરાની તરસ થી!! ગુજરાતી સાહિત્ય ના મુર્ધન્યો આ લીટીઓ બોલે છે ત્યારે આંખો માં ઝળઝળિયાં આવી જાય છે. આમાં પ્રખર સહરા નું રણ પણ ઘણા બધા કારણોમાનું એક કારણ હોઈ શકે છે. બોદલેર ની કૃતિ " ધ સેલ્ફ ટોર્ચરર" મન બીજી કડી છે: માય ફીયર્સ સહારાન થર્સ્ત, યોર ફીયર્સ/શેલ મીન્ગલ વિથ યોર સફરિંગ/વ્હાઈલ હોપ શેલ બોય માય લોડ ઓફ લોન્ગીંગ/ઓન ધ ટોરેન્ટ ઓફ માય ટીયર્સ ! સુન્દરમ ના "વસુધા' કાવ્ય સંગ્રહ ની આ ઉક્તિ અને બોદલેર ના "ફ્લાવર્સ ઓફ ઇવલ" કાવ્યસંગ્રહ ની આ કડી વચ્ચે કેટલં સામ્ય છે? આમાં આપણી ભક્તજનો ની હાલત મોસાળમાં સગો મામો રેપ -કેસ માં ફસાઈ ગયો હોય અને મામી પીરસનાર હોય એવી વિચિત્ર થઇ જાય છે.
ગઇ કાલની પેઢીના લેખકો જાન નીચોવી ગયા આ ભાષા માટે..એમણે ઘણુ લખ્યું.. ઉચ્ચસ્તરિય લખ્યું.પ્રામાણિક લખ્યું..આજે કામચોર મધ્યવ્યસ્ક લેખકપેઢી બજારમાં આવી ગઇ છે…પારિતોષિકલંપટ..ઇનામબાઝ…
--------------------------------------------------------------------------------------------------------
બક્ષી સાહેબની ધારદાર અને તેજાબી કલથી ભલભલા બચી શક્યાં નહોતા.એ બનાવો ઉપર એક નજર...
સુન્દરમ ની અમર લીટીઓ છે : તને મેં ઝંખી છે-/યુગો થી ધીખેલા પ્રખર સહરાની તરસ થી!! ગુજરાતી સાહિત્ય ના મુર્ધન્યો આ લીટીઓ બોલે છે ત્યારે આંખો માં ઝળઝળિયાં આવી જાય છે. આમાં પ્રખર સહરા નું રણ પણ ઘણા બધા કારણોમાનું એક કારણ હોઈ શકે છે. બોદલેર ની કૃતિ " ધ સેલ્ફ ટોર્ચરર" મન બીજી કડી છે: માય ફીયર્સ સહારાન થર્સ્ત, યોર ફીયર્સ/શેલ મીન્ગલ વિથ યોર સફરિંગ/વ્હાઈલ હોપ શેલ બોય માય લોડ ઓફ લોન્ગીંગ/ઓન ધ ટોરેન્ટ ઓફ માય ટીયર્સ ! સુન્દરમ ના "વસુધા' કાવ્ય સંગ્રહ ની આ ઉક્તિ અને બોદલેર ના "ફ્લાવર્સ ઓફ ઇવલ" કાવ્યસંગ્રહ ની આ કડી વચ્ચે કેટલં સામ્ય છે? આમાં આપણી ભક્તજનો ની હાલત મોસાળમાં સગો મામો રેપ -કેસ માં ફસાઈ ગયો હોય અને મામી પીરસનાર હોય એવી વિચિત્ર થઇ જાય છે.
કવિ અનીલ જોષી નવા નવા હતા અને કવિ સુરેશ દલાલ જુના જુના થઇ રહ્યા હતા એ દિવસો માં કલકત્તામાં એક ખાનગી સમારોહમાં આ ઘટના ઘટી હતી. અનીલ જોષી એ એમની અપ્રકટ કવિતા "બરફ ની આંગળીએ સુરજ ચીતરવો" સંભળાવી અને આ કમાલે - અનીલથી સુરેશ દલાલ એટલા ઘાયલ થઇ ગયા કે કહેવાય છે કે મુંબઈ આવીને એમને એજ કે ૮૦/૯૦ ટકા કવિતા પોતાની કોલમ માં પોતાને નામે લખી નાખી. આ રમ્યકથા છાપે ચડી ગઈ, બે માતાઓ એક સંતાન માટે લડે એવી વાત બની ગઈ, કલકત્તાવાળા રાજા સોલોમન ના રોલ માં આવી ગયા. ચુકાદો આવ્યો: કવિતા અનીલ જોષી ની છે! પછી તો બહારખાને થયેલી ધક્કાધક્કી અંદરખાને ઠારી દેવા માં આવી. કજિયા નું મો કોળું. બાળો કવિતા. પણ આ રમ્યકથા આજે પણ મુંબઈ ના કવિતાબાજો સિસકારા બોલાવી ને કહે છે.
વિશ્વનાથ ભટ્ટે ખબરદાર ના કાવ્ય "કાલિકા" માં થી અંગ્રેજી કવિતા ના સુત્રસંધાનો શોધી કાઢ્યા હતા. તનસુખ ભટ્ટ નો દાવો છે કે ૧૯૩૫ ના ઓક્ટોબર ના "એલ્ફીન્સ ટોનિયન"ના આંક માં એમનું "નીશિથીની" કાવ્ય આવ્યું એ પછી ઉમાશંકર જોષી નું "નિશીથ" કાવ્ય આવ્યું છે, અને મૂળ કાવ્યમાં ઉમેરો કરી ને બહેલાવવામાં આવ્યું છે.
ગુજરાતી કવિતા માં સાઇકલચોરી'' વિષય પર પી.એચ.ડી. ની થીસીસ લખી શકાય એટલો ગહન છે. ડોક્ટર સુરેશ દલાલ ના માર્ગદર્શન નીચે કોઈ સુખી ગૃહિણીએ આ ડોક્ટરેટ જેવી છે. શંકરે આપી જ છે. : કવિ : કાંતદર્શી, એટલે ક આરપાર જોઈ શકે એ કવિ.
ઝવેરચંદ મેઘાણી - સહુનો લાડકવાયો..
ગુજરાતી ભાષા ના સર્વકાલીન સર્વપ્રિય કાવ્યોમાં ઝવેરચંદ મેઘાણીનું " કોઈ નો લાડકવાયો" કદાચ પ્રથમ બે ચાર કાવ્યો માં આસાની થી આવી શકે. એક પૂરી પેઢી એ ગીત થી પાગલ થઇ ગઈ હતી. ભાગ્યે જ કોઈ ગુજરાતી કવિતાએ એક આખી પ્રજાને આ રીતે ઝકઝોર કરી નાખી છે. સન.૧૯૩૦માં એટલે કે આજ થી ૬૩ વર્ષો પૂર્વે મેઘાણી એ આ ગીત લખ્યું ત્યારે એ જેલ માં હતા, અને આ કાવ્ય ના સર્જન સમયે એ ૩૩ વર્ષ ના હતા. એમને સ્વયં એમના કાવ્યસંગ્રહ "યુગવંદના" માં નોંધ લખી che : "સમબડિઝ ડાર્લિંગ" નામ ના મીસીસ લેકોસ્ટેના રચેલા એક કાવ્ય પરથી. બેઉ અંગ્રેજી કાવ્યો જૂની "રોયલ રીડર"માં થી જડેલા બીજું "સુના સમદરની પાળે" જે અંગ્રેજી બેલેડ "બીજેન ઓન ધ હાઈન પર થી હતું. સમબડિઝ ડાર્લિંગ તરફ ધ્યાન ખેંચનાર (ગાંધીજી ના પુત્ર) શ્રી દેવદાસ ગાંધી હતા. અને પછી આખું કાવ્ય મેઘાણીએ આખું કાવ્ય ઉદધૃત કર્યું છે.
આ કાવ્ય "કોઈ નો લાડકવાયો" વિષે કપીલપ્રસાદ દવેના એક લેખ (પ્રવાસી: ઓગસ્ટ ૧૭-૧૯૯૦) માં જરા જુદી માહિતી છે જે પુરક છે કે વિપરીત એ અભ્યાસીઓ નો વિષય છે. કપીલપ્રસાદ દવે "કોઈ નો લાડકવાયો"વિષે જે માહિતી આપે છે એ આ પ્રમાણે છે : "સૌરાષ્ટ્ર" ની ઓફીસ ને અડોઅડ હતું એક સરકારી દવાખાનું... અણધાર્યું પોકારો કરતુ યુવાનો nu એક ટોળું ત્યાં આવી પહોંચ્યું. ચાર પાંચ યુવાનો ને ટેકે હાથ માં રક્ત નીતરતા એક યુવાન સાથે સૌએ દવાખાના માં પ્રવેશ કર્યો.. ડોક્ટર નું નામ હતું ડો.સાર્જન્તરાય દવે. સ્વ. મેઘાણી, સ્વ. કક્કલભાઈ કોઠારી, સ્વ. હરગોવન પંડ્યા બધા દોડી આવ્યા હતા. દાકતર પાટાપીંડી તો કાર્ય. પરંતુ પહેલું કરવાનું કાર્ય બાકી રાખ્યું હતું. એ કામ હતું દર્દી ના કાગળિયાં કરવાનું.
કપીલપ્રસાદ દવે એ પ્રસંગ નું વર્ણન કરે છે: સારવાર પૂરી થતા તે (યુવાન) પરલોકનિવાસી બની ગયો હતો... સ્વ.ઝવેરચંદભાઈ ની મુદ્રા હું બારીકાઇ થી નિહાળી રહ્યો હતો. દાક્તરે આવેલા યુવાનો ને દર્દી નું નામ પૂછ્યું. કોઈ ને તેની ખબર ન હતી. સ્વ. ઝવેરચંદભાઈ ના મુખે થી અણધાર્યા શબ્દ ટપકી પડ્યા અને દાકતર ને કહ્યું: લખી નાખો, કોઈ નો લાડકવાયો!!.. દાક્તરે શું લખ્યું એ તો આજે pan નથી જાણતો, પરંતુ બીજે જ દિવસે "સૌરાષ્ટ્ર" ના એક પાનામાં નવજ શબ્દો વાંચ્યા. શબ્દો હતા : " રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણ થી આવે!! નીચે શબ્દો હતા : " કોઈ નો લાડકવાયો"
-------------------------------------------------------------------------------------------------------
કાશ બક્ષી આજે જીવતા હોત તો કહેત કે બક્ષીબાબુ………..
- નરેશ કે.ડૉડીયા
No comments:
Post a Comment