Wednesday, April 16, 2014

આપણા પૂર્વજો શૃંગારીક વિષયો પ્રત્યે દંભી નહોતાં. By નરેશ કે.ડૉડીયા



પુરાતન કાળથી લઇને આપણો દેશ હિંદુસ્તાન હમેંશાં શૃંગારને મહત્વ આપતો રહ્યો છે.તત્કાલિન સમયમાં પણ કામ અને શૃંગાર કાવ્યો પર કોઇ પણ જાતનો પ્રતિબંધ હતો નહી.આપણે હમેશાં આધુનિકતાનો દંભ લઇને ફર્યા કરીયે છીએ,પણ કોઇ જાતિય વિષય કે શૃંગારિક વર્ણનો આવે છે ત્યારે આપણે દંભી બની જઇએ છીએ પણ ખાનગીમાં મોટાભાગના લોકોનો આ રસનો વિષય રહ્યો છે
સમાજ કેટલો દંભી છે.બ્લ્યુ ફિલ્મોથી લઇને ઇન્ટરનેટ પોર્નને ખાનગીમાં હોંશે હોંશે જુએ છે,પણ જ્યારે જાહેરમાં ચર્ચાનો વિષય બને ત્યારે આપણે આપણો દંભનો મુખવટો પહેરી લઇએ છીએ.આપણા પૂર્વજો આવા વિષયો પ્રત્યે દંભી નહોતાં.એટલે તો કામશાસ્ત્ર,શૃંગાર-શતક અને મેઘદૂત જેવાં મહાકાવ્યો હિંદુસ્તાનમાં રચાયા છે.
ગુણવંતશાહ લખે છે,"સેકસ અંગે વાતો કરતી વખતે હું ગાંધીજીથી ઓછો નિખાલસ થવા ઇચ્છતો નથી.આ ચાલીસ મિનિટનાં વ્યકત્વ દરમિયાન તો હું નિખાલસ હોઇશ;પછીની ખાતરી ન આપી શકું.સેકસ અંગે થોડીક એકેડમિક વાતો કરતી વખતે કોઇ પરમ પવિત્ર બાબત વિષે બોલી રહ્યો હોંઉ એવો અનૂભવ હું અત્યારે કરી રહ્યો છું.માણસની પ્રકૃતિદત્ત ઝંખનાઓનો મધુર ગુંજારવ સેકસ થકી પ્રગટ થતો જણાય છે.મારી નમ્ર માન્યતા એવી છે કે સેકસને લલિતકલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઇએ.આવું બને તો બે અંતિમોથી બચવું પડે-અતિરેક અને અભાવ.
ગંદા અતિરેકનો રેલો છેક એઇડસ સુધી લંબાયો છે અને આર્દશમાં ખપેલા હઠીલા અભાવનો રણવિસ્તાર ગલત માન્યતાને કારણે "બ્રહ્મચર્ય" તરીકે ઓળખાય છે.
આવું વ્યકત્વ ગુણવંતશાહ જ આપી શકે.સવાલ આપણી સામે આવી ઉભો રહે છે.શું સેકસની વાતો કરવી એ અશ્લિલતા છે? તો જે દેશનાં ખજુરાહો જેવા પવિત્ર મંદિર જેવા સ્થાપત્યમાં કોતરાયેલા રતિશિલ્પોને અશ્લિલતા ગણવી કે આપણી શૃંગારીક સંસ્કૃતિની ધરોહર!?
રામાયણથી મહાભારત સુધીનાં ગ્રંથોમાં વિલાશપ્રચુર વર્ણનો જોવાં મળે છે.આપણા દેવી-દેવતાઓના જાતિયઆવેગોને વિલાશ વર્ણનો લખેલાં છે.શિવ અને પાર્વતીનાં વિલાશપ્રચુર વર્ણનો કુમારસંભવમાં જોવા મળે છે.
મારી પહેલી નોવેલ 'ઓહ!નયનતારા'ની પ્રસ્તાવનાં મેં લખ્યું હતું કે," એક લેખકે કહ્યુ છે કે “નગ્નતાં એ ઇશ્વરિય્ આશિર્વાદ છે”.મતલબ સાફ છે.દિગમ્બર પરુષે દુનિયા બદલી છે.દુનિયાને નવી રાહ દેખાડી છે.અર્ધ દિગમ્બર પુરુષે આઝાદી અપાવી છે.શા માટે દંભીં બનિયે..જિવનના સત્યો હમેશાં નગ્ન હોય છે.જેણે આપણે ઇશ્વરિય વરદાન સમજીને સ્વિકાર્ કરવો જોઇયે… એજ રીતે એક સ્ત્રી અને એક પુરુષના શરીરનું મિલન પણ નગ્ન્ સત્ય છે.તો શા માટે આપણે અશ્લિલતાં ગણવી જોઇયે.આ મિલનને પણ ઇશ્વરિય આશિર્વાદ સમજીને કલાની દષ્ટીએ સમજવાની જરુર છે. ( ઓહ! નયનતારા નરેશ ડૉડીયા)
ગાંધીજી જેવા મહાન માણસોએ બ્રહ્મચર્યની પરિક્ષા માટે બે નગ્ન સ્ત્રીઓએ સાથે સુતા હતાં.
શા માટે એમ કહેવાય છે કે કામ પર વિજય મેળવનાર માણસ મહાન છે,જ્યારે પૌરણિક શાસ્ત્રોમાં એમ ઉલ્લેખ છે,કામ ઉપર વિજય મેળવનાર એક માત્ર કૃષ્ણ ભગવાન હતાં,છતાં કૃષ્ણ અને ગોપીઓનાં વિલાશ પ્રચુર વર્ણનો આપણા પૌરાણિક મહાકાવ્યોમાં જોવા મળે છે.
અહિં સ્વામી પ્રભુપાદે લખેલા "કૃષ્ણ-પૂર્ણપુરૂષોતમ" ગ્રંથનાં અમુક અવતરણૉ ટાકું છું-
- કૃષ્ણ કૃપાથી એ સ્ત્રી જ્યારે સર્વશ્રેષ્ઠ સુંદરી બની ગઇ ,ત્યારે પોતે સ્વાભાવિક રીતે કૃષ્ણની ઉપકાર્ વશ થઇ હોઇ તેમ લાગ્યું.વળી તે પ્રભુના સૌંદર્ય પ્રતિ આર્કષાય ગઇ.જરા પણ સંકોચ પામ્યાં વિના,તેણે પ્રભુનાં વસ્ત્રોનો પાલવ પકડ્યો અને તેં ખેંચવાં લાગી.તે કામાતૂર બની હતી,અને તેણૅ કબુલ કર્યુ,કે તે કામવાસનાથી ઇચ્છાથી ઉત્તેજિત બની ગઇ હતી.તે શેરીમાં હતી અને ન જીક માં કૃષણનાં મોટાભાઇ અને તેમનાં મિત્રો હતાં તે વાત ભુલી ગઇ હતી.
( કૃષ્ણ – પુર્ણ પુરુષોતમ..સ્વામી પ્રભુપાદ )
-રુકિમણી તેમનાં પતિ પૂર્ણ પુરૂષોતમની સેવા કરવાની તક પ્રાપ્ત કરવાં હમેંશાં કુબ આતુર રહેતાં હતાં,અને પોતે વ્યકિતગત એ રીતે સેવા કરવા ઇચ્છા ધરાવતાં હતાં.દાસીનાં હાથમાંથી ચામર લઇને પોતે સેવા ખૂદ સેવા કરતાં હતાં.આ ચામર હાથો સોનાનો હતો અને આ હાથા પર રત્નોને જડી સુશોભિત કરેલો હતો.રુકિમમણી જ્યારે પંખો નાંખતા ત્યારે એમનાં સૌંદર્યમાં અનેરી વૃધ્ધિ થતી હતી.તેમની બધી આંગળીઓમાં રત્નજડિત વીંટીઑ પહેરેલી હોવાથી એમની બધી આંગળીઓ સુંદર દેખાતી હતી.તેમનાં પગમાં પહેરેલા ઝાંઝર અને રત્નોનો,તેમની સાડીની ધડીઓમાંથી થઇને આવતો રણકાર ખૂબ મધુર સંભળાતો હતો.રુકિમણીનાં ભરાવદાર સ્તનયુગક કેસર અને કંકુંમ ચોપડેલા હતાં,આમ તેમનાં ઢંકાયેલા સ્તનોમાંથી નીસરતાં રકતરંગી પ્રતિબિંબથી તેમનાં સૌંદર્યમાં અધિક વૃધ્ધિ થતી હતી.તેમનાં નિંતબનો નીચલો ભરાવદાર ભાગ રત્નજડિત પટ્ટાથી સુશોભિત હતો.તેમનાં ગળે અંત્યત પ્રકાશથી ઝળહળતું લોકિટ લટકતું હતું.આ બધા ઉંપરાત,પોતાનાં પુત્રો પુખ્તવયનાં થયેલા હોવાં છતાં ,જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં જોડાંતાં,ત્યારે તેમનું શારીરિક સૌંદર્ય ત્રિભૂવનમાં અજોડ લાગતું હતું.જો આપણે એના સુંદર મુખનો વિચાર કરીએ,એમ લાગે કે તેમનાં મસ્તક પરનાં વાંકડિયા વાળ,કાનમાંથી લટકતા સુંદર કુંડળ,એમનાં મુખનું સ્મિત અને એમનો સુંવર્ણ અછોડો,સર્વે એકઠાં મળીને સુધાવર્ષણ કરી રહ્યાં હતાં,અને આ વસ્તું નિશ્ર્ચિત સાબિત થયેલી કે જે રુકિમણી નારાયણનાં ચરણકમળની સેવામાં જોડાયેલા તેઓ આદિ ભાગ્યલક્ષ્મી સિવાય બીજા કોઇ હતાં નહીં.
( કૃષ્ણ – પુર્ણ પુરુષોતમ..સ્વામી પ્રભુપાદ )
જ્યારે જ્યારે રુકિમણી અને શ્રીકૃષ્ણ વચ્ચે સવાંદોનું વર્ણન આવે છે ત્યારે રુકિમણી શ્રીકૃષ્ણને અનેક નામેથી સંબોધન કરતાં હતાં જેમ કે,મારા વ્હાલા પ્રભુ,મારા વ્હાલા સર્વશકિતમાં વસુદેવનંદન,મારા વ્હાલા કમલ નયન પ્રભુ વગેરે.
જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીને પણ અલગ અલગ નામથી સંબોધન કરે છે જેમ કે,મારી વ્હાલી સુંદર રાજકુમારી,મારી વ્હાલી રુકિમણી,મારી વ્હાલી રૂપસુંદર પત્ની વગેરે.
આપણે ગીતાનાં શ્ર્લોક પર એક નજર નાંખી જોઇએ,
प्रकृत्यैव य क्रियमाणानि सर्वश्,
यः प्रश्यति तथातमनमविर्तार स पश्यति.
(જે મનુષ્ય એમ જોઇ શકે છે કે સર્વ પ્રવૃતિ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે,તેમજ એમ પણ જુએ છે કે આત્મા ક્શું કરતો નથી,તે જ ખરેખર સત્ય જુએ છે)
ઉપરના શ્ર્લોકમાં પણ દેહને આત્માં કરતાં વધું મહત્વ આપવામાં આવ્યું છે.કારણકે આત્માં તો કશું કરતો જ નથી.આત્માં તો અમર છે,કદી બળી શકતો નથી કે મરી શકતો નથી.

છતાં લોકો કહેછે "આપનું મિલન બહું આત્મિયસભર હતું",કારણકે પુરાણૉમાં એમ કહેવામાં આવ્યું છે કે શરીર એ આત્માંનું પ્રવેશદ્રાર છે.
પણ આ પ્રવેશદ્રાર પર બેઠેલા દ્રારપાલને પહેલા ખૂશ કરો તો જ આત્માંનું મિલન થઇ શકે મતલબ સાફ છે,બે શરીરોનું આત્મિયમિલન તો જ શકય બને જ્યારે શરીર નામનાં પ્રવેશદ્રાર પર બેઠેલા દ્રારપાલ ખૂશ હોવો જરૂરી છે.
શ્રીકૃષ્ણ અને દ્રોપદીની મૈત્રીની વાતો ઘણી સાંભળેલી છે.ખરેખર તો દ્રુપદ રાજાની પુત્રી યાજ્ઞસેની,કૃષ્ણા જેવા નામ ધરાવતી દ્રોપદી શ્રીકૃષ્ણને મનોમન ચાહતી હતી,જે સ્વયમવર પહેલાના અધ્યાયમાં લખેલું છે કે,શ્રીકૃષ્ણની સિધ્ધિઓ અને વિજયને કારણે સમગ્ર ભારતવર્ષની વિરતાઓ તેની સામે ઝાંખી પડી ગઇ હતી,દ્રોપદીએ સાંભળ્યું હતું કે શ્રીકૃષ્ણ યોગેશ્ર્વર છે,કામવિજેતા છે,તેં છતાં પણ તરૂણીઓને આંનદ આપવામાં સદાય તત્પર રહે છે.આ બધી વાતો દ્રોપદીએ મર્હષિ ગાર્ગેય અને વેદવ્યાસ પાસેથી સાંભળેલી હતી.
આપણા હિંદુસ્તાનમાં વંસતઋતુંને ઋતુઓનો રાજા ગણાવ્યો છે.વંસતઋતુંનું આગમન થતાં ફુલઝાડથી લઇને સમગ્ર પ્રકૃતિ અને માનવમનો પુલકિત થઇ જાય છે.આ ઋતુંની મહત્વતાં રાજસ્થાની ફાગુકાવ્યોથી લઇને વંસતવિલાસ સૂધીનાં ગ્રંથોમાં ગુણગાન ગાઇને દર્શાવી છે

वनि विरच्या कदलीहर दीहर मंडपमाल |८|
तलियातोरण वदरवाल विशाल
(કામવિલાસ માટે વનમાં કદલીગૃહ બનાવ્યાં છે અને મંડપો બનાવ્યાં છે,સુંદર તોરણો અને વંદરવાલ બાંધ્યાં છે)
વંસતકલિકાનાં અન્ય શ્ર્લોકો પર એક નજર નાંખીયે,ત્યારે સમજાશે કે ૧૨મી સદીની આસપાસ રચાયેલા સંસ્કૃત મહાકાવ્યોમાં કેવા વિલાસપ્રચુર વર્ણનો છે
गरुउ मदन महिपति दीपती सहण न जाइ |
करइ नवी कइ जुगती रे जगति प्रतापु माइ|१९|
(મહિપતિ મદન ગૌરવવંતો છે,એનો પ્રતાપ સહ્યો જતો નથી.તે કંઇક નવી નવી યુકતિઓ રચે છે જગતમાં એનો પ્રતાપ સમાતો નથી.
रंगि रमइं मनि हरसीय निज भरतारि|
दीसइं ते गयगमणीय नमणिय कुचरभरथारी|५१|
(પોતાના ભરથાર સાથે સુંદરી મનમાં હર્ષથી રંગ રમે છે.તે ગજગામિની પ્રપુષ્ટ સ્તનોનાં ભારથી ભારે સુંદર દેખાય છે.)
શૃંગાર વિષય પર લખવા બેસીયે તો મહાન કવિ કાલિદાસનું મેઘદૂત મહાકાવ્ય કેમ ભૂલાય!
ચોથી સદીની આસપાસ લખાયેલા મહાકાવ્યમાં કાલિદાસનું અદ્દિતિય વર્ણન છે.એક કવિ પોતાના લેખનીની ચરમસિમાં પર હોય એવું દેખાય આવે છે.એ તત્કાલિન સમયમાં પ્રજા અત્યારની જેમ ભણેલી પન નહોતી.છતાં એ સમયની પ્રજાએ આ મહાનકાવ્યને માણ્યું છે.
જ્યારે આપણા આધુનિક વિચારશરણી ધરાવતા લોકો હજું શૃંગારને કલા સાથે જોડાયેલું કોઇ તત્વ જોઇને આંખોનાં ભવાં ચડી જાય છે.
પ્રોષિતભતૃકા(જેનો પતિ વિદેશ ગયો છે એ સ્ત્રી)ની હાલત વર્ષાઋતુમાં વિરહની ચરમસિમા પર પહોચે છે.શૃગારરસના બે પ્રકાર છે.વિપ્રલંભ અને સંભોગ.વિપ્રલંભ એટલે પતિ અને પત્નીનો વિયોગ શૃંગાર.
મહાન કવિ કાલિદાસનું મેઘદૂતમ કાવ્ય આ બંને શૃંગારરસનું અદભૂત કાવ્ય છે.મેઘદૂતમમાં યક્ષની પત્નીના વિયોગનું સુંદર આલેખન છે.
“વિરહમાં તે જાગતી પડી હશે.મનોવ્યથાથી શરીર સુકાય ગયુ હશે.એક પડખે સૂવાથી ઉગમણી દિશામાં ઉગેલી બીજરેખા જેવી તે દેખાતી હશે.યક્ષની સાથે રતિક્રિડા કરવામાં જે એક રાત ક્ષણમાત્રમાં પસાર થઇ જતી,તે હવે ઉંના આંસુ સારવાથી લાંબી બનતી હશે?જાળિયામાંથી આવતા ચંદ્રના કિરણૉને તે જોતી હશે,પણ વિયોગના કારણે ચંદ્ર તરફ અણગમો થવાથી પોતાના નેત્રો નીચા ઢાળી દેતી હશે?કુંપળ શા હોઠને કાળા પાડી દેતાં ઉના નિસાસાથી છવાયેલા સાવ કોરા વાળને તે દૂર હટાવતી હશે?સ્વપનમાં પતિનો સમાગમ થાય તે આશાએ એ તે નિંદ્રા ઇચ્છતી હશે,પણ આંખોમાંથી વહેતી ધારા તેને નિંદ્રા કેમ આવવા દે….?''
આ પત્ની કે પ્રેમિકાના વિયોગની ચરમસિમા છે.યક્ષપત્નીનો પતિ રામગિરિના આશ્રમમા વસે છે.યક્ષ આકાશમા મંડાયેલા વાદળૉને જોઇને મેઘરાજાને પોતાની પત્નીને સંદેશો મોકલવા મેઘરાજાને આહવાન આપે છે-”હે આયુષ્યમન મિત્ર ! મારા ઉપર કરવાં માટે મારી સખીને તારે આમ કહેવાનું છે કે તમારો પ્રિય પતિ રામગિરિના આશ્રમમાં વસે છે.તારા વિયોગમાં એ મર્યો પણ નથી અને માંડ માંડ જીવે છે,અને તમારું ક્ષેમકુશળ ઇચ્છે છે.”
બધે સૌંદર્ય નિરખું છું,સરસતાં હો કે કુરૂપતા હો
કવિ છું હું જગે દષ્ટિ કળાની લઇને આવ્યો છું
એક કવિ જ્યારે શૃંગારીક વર્ણન કરે છે ત્યારે એ કૃતિ એક કવિતા નહીં પણ શબ્દો જાણે
અંલંકારોથી શણાગારેલી કોઇ સુંદર નાર મદમત્ત થઇને ગજગામિનીની જેમ ચાલતી હોય એવું લાગે છે.
કાલિદાસ અલકાપુરીનું વર્ણન આ રીતે કરે છે-
- સ્વર્ગના દેવો જેને વરવાની ઇચ્છા કરે તેવી મુગ્ધ અને મનોહર ક્ન્યાઓ આ નગરનું ગૌરવ છે.તેઓની કૌતૂકભરી ક્રિડાઓ તો જુઓ.!કિનારે ઉગેલા ઘેઘુર વૃક્ષોની છાયા તેઓને શીતલતા આપે છે.મંદાકીનીના જલ ઉપરથી ઠંડો મીઠો વાયુ વાય છે.ઝાડને છાયે સોનાની રેતીની ઢગલી કરી,તેમાં મોતી સંતાડી અને ગોતી કાઢવાની સરસ રમત રમે છે.અહીં યક્ષોના શયનગૃહમાં રત્નના દિપો ઝળહળૅ છે.રતિક્રિડા વખતે જ્યારે પ્રિયતમ પોતાની પ્રિયતમાનું વસ્ત્ર ખેંચે છે ત્યારે શરમની મારી તે મુગ્ધા દિવો બુઝાવવાની આશાએ ગુલાલની મુઠ્ઠી ભરી તેની સામે ફેંકે છે,પણ રત્નોનો દિવો કેમ ઠરે.?ઉલટાનૉ આખો ઓરડો લાલ-લાલ તેજથી લીપાઇ જાય છે.!કેવી વિલાશી છે આ પ્રજા..! (મેઘદૂત..કાલિદાસ)
કાલિદાસ અને ભતૃહરિ સ્ત્રી વિશે શું કહે છે.આ બંનેનાં અમર મહાકાવ્યો મેઘદૂત અને શૃંગાર-સતક શૃંગારકાવ્યોની ચરમસિમાં છે.
શરીરે પાતળી અને રૂપાળી છે.અણીયાણા દાંત છે.પાકેલા બિંબ જેવા હોઠ છે.પાતળી કેડ અને ત્રાસેલી હરણી જેવી નજર છે.નાભી ઉંડી છે.નિંતબના ભારે મંદ મંદ ચાલે છે.સ્તનોથી સહેજ નમેલી છે…વિધાતાએ ત્યાં જે યુવતીઓનું સર્જન કર્યુ છે તેમાં આ સ્ત્રી પ્રથમ છે. (મેઘદૂત..કાલિદાસ)
નેણની ચતૂરાઇથી આંખો બંધ કરી કરેલા કટાક્ષો,સ્નેહભર્યા વચનો,શરમાતા શરમાતા વેરેલા સ્મિતો,લીલાપુર્વક મંદ મંદ ચાલવું અને ઉભું રહેવું…આ બધા સ્ત્રીઓના આભુષણ પણ છે અને હથિયાર પણ છે..(શૃંગાર સતક..ભર્તુહરિ)
પ્રેમ અને જાતિયજિવનમાં માણસ જેવો હોય તેવો જ પ્રગટ થાય છે.ગમે તેવો તગડો,મજબુત પહેલવાન કે સ્પોર્ટમેન પ્રેમ કે સેક્સમાં બાળક જેવો બની જાય છે.માણસનું લખાણ કે તેની વાચા કે તેમના વિચારો બનાવટી હોય છે,પરંતુ સ્ત્રી કોઇ પુરુષ સાથે કે પુરુષ કોઇ સ્ત્રી સાથે શારીરિક સંપર્કમાં આવે ત્યારે તેનો દંભ ઓગળી જાય છે.માનવીના બીજા અંગો બનાવટ કરી શકે છે પણ તેના જાતિયઅંગો બનાવટ કરી શકતાં નથી.

મેઘદૂતનાં અમુક શ્ર્લોકો પર એક નજર -
पवन पदवीमुदगृहीतालकान्ता
प्रेक्षिष्यन्ते पथिकवनिता;प्रत्ययादाश्वसन्त्यः
कः सन्नध्धे विरहविधुरां त्वय्युपेक्षेत जायाः
न स्यादन्योडप्यहभिव जनो यः पराधीनवृतिः
(હે મેઘ ! યાત્રિકોની સ્ત્રીઓ વિશ્વાશથી આશ્વાસન લેતી,પોતાની વાળની લટૉને ઉંચે ઝાલી ગગનગોખમાં ચઢેલા તને નિહાળશે.તું જ્યારે ગોરંભયો હોય ત્યારે વિરહમાં રાંકડી બનેલી વહાલીઓની ઉપેક્ષા કરે એવો કોણ હોય ? કારણકે મારા જેવા ગુલામી માનસવાળૉ બીજો કોઇ પુરુષ નહી હોય.)
वीचिक्षोमस्तनितविहगश्रेणीकाग्
चीगुणायाः
संसर्पन्त्याः स्खलितसुभंग दर्शितावर्तनामेः
निर्विन्ध्यायाः पथि भव रसाम्यन्तरः सन्निपत्य
स्त्रीणामांध प्रणयवचनं विभ्रमो हि प्रियेषु..
(હે મેઘ ! તારા માર્ગમાં મોજા ઊછળવાના કલરવ કરતાં પક્ષીઑની હાર જેની કટિમેખલા બની છે તેવી,છટાથી ખળખળ વહેતી વમળરૂપી નાભિ બનાવતી નિર્વિન્ધ્યા નદીને મળીને તું અંતરથી રસ(જળ) ભરપૂર બનજે.ખરેખર પ્રિયતમ પ્રત્યે વિલાસ પ્રગટ કરવો તે જ સ્ત્રીઓનું પ્રથમ પ્રણયવચન છે.)
दीर्धीकुर्चन्पटुमदकलं कूंजित सारसाना
प्रत्युषेषु स्फुटितकमलादमैत्रीकषायः
यत्र स्त्रीणा हरति सुरतग्लानिमडगानुकुलः
शीप्रावातः प्रियतम इव प्रार्थनाचाटुकारः
( જે ઉજ્જયિનીમાં સારસ પક્ષીઓના ગર્વિલા મધુર કુંજનને લંબાવતો,પ્રભાતના ખિલેલાં
કમળૉની સુવાસનો સંગ કરી સુંગધી બનેલા અને પ્રેમની માંગણીમાં કાલુ-કાલુ બોલવામાં કુશળ પ્રિયતમ જેવો શીપ્રાનો વાયુ રમણીઓના શરીરને અનુકુળ થઇને તેઓને રતિક્રિડાનો થાક દૂર કરે છે.)
હવે ભતૃહરિ રચિત શતકો ઉપર વાત કરીએ.ભતૃહરિએ કુલ ત્રણ શતકો રચ્યા છે એવી માન્યતાં છે.
નારી દેહની સુકોમળતા,મૃગીઓની પાછળ દોડતી કિલ્લોલ કરતી વનલલિતાઓ,અભિસારિકા સમી,સૌંદર્ય તેજે ઝળહળતી,પુષ્પ્માળાઓનો પમરાટ ફેલાવતી,રૂપની જ્યોતિને પ્રકાશપુંજ બનાવીને ફેંકતી ચંચળ ક્રન્યાઓના ભરથાર થવાનાં સ્વપનમાં રાચતાં ભતૃહરિ સૌંદર્ય સ્વપનાઓને વાચા આપે છે …અને રચાય છે..શૃંગારસતક....સંસ્કૃતમાં સૌંદર્યને દેદીપ્યામ બનાવે છે.
આ શતકમાં મનુષ્યનાં યુવાનીના પ્રારભિંક સમયનો ઉલ્લેખ છે.સુંવાળા વિષયો ઉપર સો શતકો લખ્યાં છે,આ શતકોમાં યૌવન,વિલાશ,ભોગ અને કામ પર લખેલું વર્ણન અંત્યત મનોહરિય છે.
બ્રહ્માં,વિષ્ણું અને મહેશ જેવાં દેવતાઓ પણ કામદેવનાં પ્રભાવમાં આવી જઇને રમણિઓનાં દાસ બની ગયાં હતાં.પોતાના શ્ર્લોકની શરૂઆત કામદેવને નમસ્કાર કરીને કામદેવનું મહત્વ અને ગૌરવ સ્વીકાર્યું છે.
उन्मतप्रेमसंरम्भादारभन्ते यद्दड़नाः|
तत्र प्रत्यूहमाधातुं ब्रह्माडपि खलु कातर|६१|
ભતૃહરિ આ શ્ર્લોકમાં કહે છે કે સ્ત્રીઓ અંત્યત પ્રેમનાં આવેગથી જે કાર્ય આંરંભ કરે છે,તેમાં વિધ્ન નાંખવા બ્રહ્માં પણ સમર્થ નથી
ભતૃહરિ એક શ્ર્લોકમાં ભાગ્યવાન પુરુષનું વર્ણન કરે છે.સંસ્કૃત ભાષાની લય અને છટાએ આ ગ્રંથોને વિશ્વપ્રિય બનાવ્યાં છે
उरसि निपतितानां स्त्रस्तधम्मिल्ल्कानां
मुकुलितनयनानां किंचिंदुन्मीलितानामा|
सुरतजनितखेदस्विन्नगण्डस्थलाना-
मधरमधु वधुना भाग्यवन्तः पिबन्ति|७२|
(જે પુરુષની છાતી પર પડેલી હોય,જેનો ચોટલો છુટી ગયેલો હોય,જેના નેત્રો થોડા મીચેંલા હોય અને થોડા ખુલ્લા હોય અને કામક્રિડાનાં પરિશ્રમનાં લીધે જેના ગાલ પર
પસીનો આવી ગયો હોય,તેવી વધુનાં અધરોષ્ઠને મધને ભાગ્યવાન પુરૂષો પીવે છે.)

ભતૃહરિ શતકોનાં શ્ર્લોકોમાં લખ્યું છે કે-
-સ્ત્રી વિના જગત અંધકારમય છે
-કામ એ પુરુષાર્થનો અંત છે
-કામદેવ પણ સ્ત્રીના હુકમનું પાલન કરે છે
-સ્ત્રીઓને લાભ થાય એ જ તપનું સાચુ ફળ છે
-સ્ત્રીઓને સર્વથા કોઇ પ્રિય જ નથી
-વનમાં જઇને વસવું અથવા સ્ત્રીઓ સાથે રહેવું સુખદાયક છે
-પ્રણયમાં સ્ત્રી પુરુષના મનનું હરણ કરે છે અને ચીત હરી લે છે
-સ્ત્રી પર કામથી થયેલી આસકિતનું કોઇ નિવારણ જ નથી
-સ્ત્રીને આલિગન કરીને જે માણસ સુવે છે ધન્ય છે
-કમલ જેવા નેત્રોવાળી સ્ત્રીઓ વિના જગતમાં અન્ય કોઇ સુંદર નથી

ચંદ્રકાંતબક્ષીએ જ્યારે લેખનની શરૂઆત કરી હતી ત્યારે આપણાં એક કવિવરે કાંઇક વિચિત્ર જાતનો કટાક્ષ કર્યો હતો.કારણકે ચંદ્રકાંત બક્ષીએ પોતાના લખાણોમાં દંભીપણું કદી દાખવ્યું નથી......
" કે સાહિત્યના હમામમાં કોઇ નાગો માણસ કુદી પડયો છે."
ચંદ્રકાંત બક્ષીને એમની નાની વાર્તા 'કુત્તી'માટે અશ્લિલતાનો કેસ થયો હતો.ત્યારે જંયતીલાલ મહેતાએ 'બક્ષી એક જીવની'નામનાં પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે," જો બક્ષી ગુજરાતીને બદલે બંગાળી લેખક હોત તો?,બંગાળમાં સમરેશ બાસુની એક નવલકથા કેટલાક ચોખલિયા(પ્યુરિટન)બંગાળીઓએ અશ્લિલતાનો કેસ કરેલો હતો,ત્યારે સમરેશ બાસુંના મિત્રો જ નહિં,તેનાં આજીવન દુશ્મન લેખકો પણ એકી અવાજે પેલા ચોખલિયા (પ્યુરિટન) પર એવા ઉખળી પડેલા અને દૈનિકો,માસિકો,અઠવાડિકો અને જાહેર સભાઓ,સરઘસો કાઢીને એવા ભીડાવેલા કે તે મુરખાઓએ કેસ પાંછો ખેંચવો પડેલો પણ હાય! હાય! ગભરૂ ગુજરાતી લેખકો!અ..રે...રે ગુજરાત!!!"
વાત પણ સાચી છે,એ સમયે ચંદ્ર્કાંત બક્ષીની તરફેણમાં કોઇ ગુજરાતી લેખક કે અખબાર આગળ આવ્યું નહોતું.
યંશવત મહેતા પર પણ ગુજરાતમાં અશ્લિલતાનો કેસ થયો હતો.
એવું નથી કે ગુજરાતી સાહિત્યમાં માત્ર બક્ષીની ભાષા જ અશ્લિલ હતી.ઘણા લેખકોએ ભાષાના માપમાં એક લક્ષ્મણરેખાની અંદર રહીને લખ્યું છે.
અમુક ગુજરાતી અને બિન ગુજરાતી લેખકો(જેની કૃતિઓ ગુજરાતી ભાષામાં છપાણી છે)જેમ કે ગુસ્તાવ ફ્લોબર્ટથી,આલ્બર્તો મોરાવિયોથી લઇને ચેતન ભગત જેવા લેખકોની ગુજરાતી ભાષામાં અનૂવાદ થઇ છે.ગુજરાતી માનસની એક વાત જોવા જેવી છે કે અંગ્રેજી લેખકોની કૃતિનો અક્ષરઃશ અનૂવાદ સ્વીકારી લે છે...ભલેને એ કૃતિઓમાં ભારો ભાર અશ્લિલતા ભરેલી હોય.
-સાડી,ચોળી અને ચણીયો-એ સ્ત્રી પોષાક ચાડીયો છે.જોબનને ઢાંકવાના ઢોંગ કરતાં કરતાં એ તો જાણૅ સીસકારા કરી કહી આપે છે કે,”જુઓ શીકારી…,તમારું હરણૂ આ બેઠુ અમારી ઓથમાં લપાઈ ને…”..(ઝવેરચંદ મેઘાણી)
-જે પળે તેને નિમંત્રતી ત્યારે તે સુંદર વસ્ત્રો પહેરી,સુંદર ઉપાન પહેરી અને સુંદર કમલાને મળવા જતો.અને તેના માટે ભેટૉ લાવતો.તેના શાણા શાણા રાતા અધરો પાસેથી ઘણુ શીખ્યો.તેના લીલા મુલાયમે હાથે ઘણુ શીખવ્યું.રતિવિલાશમાં તે તો હજુ બાળક જેવો હતો.તેના ઉંડાણમાં આંખો મીંચી અને અતૃપ્તીથી ઝંપાલાવવા ઇચ્છતો હતો.કમલાએ તેને શીખવ્યું હતું કે આંનદ આપ્યા વિના આનંદ મળતો નથી.એક એક હાવ ભાવને,એક એક આલિંગનને,એક એક સ્પર્શને,એક એક દ્રષ્ટીને અને દેહના એક એક અવયવને તેનું રહસ્ય હોય છે.તે રહસ્ય એ વ્યકિતને આંનદ આપી શકે જે એને સમજી શકે છે..
(સિધ્ધાર્થ-હરમાન હેસ)
-એની તરફ દ્રષ્ટિ કરતાં લેઓનને લાગ્યું કે તે નિર્બધપણૅ તેની તરફ ખેંચાય રહ્યો છે..અને એના મસ્તકપ્રદેશમાં મોજાની માફક પ્રસરી રહ્યો છે!તથા વ્રક્ષસ્થળના ધવલતંત્રમાં ભળી જઇને તેની સાથે તાદાત્મય શાધી રહ્યો છે!એ નિઃસીમ આકર્ષણ અદ્મ્ય હતું!એ તેને નમી પડતો..એના ચરણૉમાં શીર ઝુકાવતો..અને બે કોણી તેના ઢીચણ પર ટેકવી તેની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી સ્થિત ફેલાવ્યા કરતો હતો.મોં ઉચું કરી મલક્યાં કરતો હતો..
(ગુસ્તાવ ફ્લોબર્ટ્..માદામ બોવરી)
-તે દરમ્યાન મારો હાથ એ સ્થળે હતો જ્યાંથી કોઇ પણ વ્યકિત માટૅ તેને ખસેડવો મુશ્કેલ હોય છે.એટલે હું પણ ભાવ,લાગણી,પ્રવાહ,વાસના,ઇચ્છા,પ્રકૃતિ-અથવા લોકો તેને જે કહેતા હોય,જે માનવબુધ્ધિને વરાળ કરી નાંખે છે-તેની સાથે હું વહી ગયો.
(ચેતન ભગત..૩ મિસ્ટેક ઓફ માય લાઇફ)

ગુણવત શાહની ગણના ગુજરાતી ભાષામાં એક સૌમ્ય લેખકની છે,પણ ગુણવત શાહે પન સ્ત્રી-પુરુષનાં સંબધો પર પોતાનું નિર્ભિક મંતવ્ય આપ્યું છે.
-લગ્નબાહ્ય સંબધો એટલે અપવિત્ર કે અધાર્મિક સંબધ એવી ગાંઠ વાળી લઇએ તો કૃષ્ણથી કૃષ્ણમૂર્તિ સુધીના મહાનુભવો વિશે નવેસરથી વિચારવું પડૅ તેમ છે.થોડા નામો આ પ્રમાણૅ છે,વિશ્વામિત્ર,વ્યાસ,ભર્તુહરિ,સોક્રેટીસ,ટૉલ્સટૉય,રૂસો,સાર્ત્ર,બટ્રાંડ રસેલ,શેલી,કાર્લ માર્કસ,રવિન્દ્ર્નાથ ટાગોર,જવાહરલાલ નહેરુ,આઇન્સટાઇન,કેનેડી,માઓ ઝેડાંગ,ડૉ.રાધાકૃષ્ણન,ખલિલ જિબ્રાન,આર્થર ક્લાર્ક,ઠ ક્કરબાપા ઇત્યાદી.લગ્ન સંબધ આપોઆપ પવિત્ર નથી બનતો.લગ્નબાહ્ય કે લગ્નેતર પ્રેમસંબધ આપોઆપ અપવિત્ર નથી બની જાતો.”આપોઆપ”શબ્દની નીચે લીટી દોરવી પડૅ છે.(ગુણવંત શાહ)
-બે વ્યકિતઓ પરણીને કે પરણ્યા વગર એકબીજામાં ઓતપ્રોત થાય તેવી તેની સાવ જ પ્રાકૃતિક કહીં શકાય તેવી પૂર્વભૂમિકા ફર્લટિંગ દ્વારા રચાતી હોય છે.ફર્લટિંગ જેવી નિરુપદ્રવી અને સુષકર કહી શકાય એવી ઘટના જગતમાં જડવી દુર્લભ છે. શરાબની દુનિયામાં જે સ્થાન બિયરનું છે તે સ્થાન સેકસની દુનિયામાં ફર્લટિંગનું છે..(ગુણવંત શાહ)
એક વાત ઉડીને આંખે વળગે છે કે જરા સરખું ચર્ચાસ્પદ થયેલું પુસ્તક ગુજરાતમાં ઘણીવાર રિપ્રિન્ટ થઇને આવે છે.જેમ કે ચદ્રકાંત બક્ષી અને ગુણવંત શાહ બંને મંત્વ્યો પરનું પુસ્તક "સેકસ મારી દ્રષ્ટિએ" ચાર વખત રિપ્રિન્ટ થયું છે.બિંદું ભટ્ટની"મીરાં યાજ્ઞિકની ડાયરી" ત્રણ વખત રિપ્રિન્ટ થયું છે અને આચાર્ય રજનીશનું "સંભોગ સે સમાધી તક" હજારો પ્રતો વેંચાયેલી હશે.કારણકે આ પુસ્તકની કેટલી પ્રતો કેટલી ખપી છે એનો આંકડૉ મારી પાસે નથી.
છેલ્લે છેલ્લે મારી નવલકથાં "ઓહ!નયનતારા"થોડું લખાણ અહિંયા મુકીને આ લાંબો અને કંટાળાજનક લેખ પૂરો કરવાં માંગું છું
- વાફા અને નયનતારા બંને વચ્ચે કલ્પના કરું ત્યારે મારાંમાં એક તત્વજ્ઞાની યુવાન પેદા થાય છે જેનું એક જ કામ છે…સૌંદર્યની શોધ..!
પછી ઇશ્વરનો વિચાર કરું છું-ઇશ્વરે આ સૃષ્ટિ ઉપર પ્રથમ્ વખત વાફા અને નયનતારા બંનેની શરીરની રચના વખતે વાસ્તુશાસ્ત્રનો સચોટ ઉપયોગ કર્યો છે.જેનું સચોટ ઉદાહરણ એ છે કે,બંનેના શરીરનો એક પણ ભાગ એવો નથી કે જેને જોતા કોઇ પણ જાતની વિકૃત લાગણી પેદા થઇ હોય ! બંનેની ખુલ્લી,આરસ જેવી સપાટ પીઠ,જાણૅ કે મારાં જેવાં યુવાનને લસરવાની લસરપટ્ટી હોય ! પવિતત્રા પણ બંને વચ્ચે સરખી વહેચી છે-એનું પણ સચોટ કારણ છે,બંને જાણે રાત્રિના સમયે ફક્ત મારાં માટે જ સ્નાન કરવાં જતી હ્તી.એ તો ઠીક ! સ્નાન કર્યા પછી પવિત્રત્તા ધારણ કરી અને પછી મારાં સિવાય કોઇ નજરે પડતું જ નહીં ! કદાચ સ્ત્રીઑની પવિત્રતાની નવી વ્યાખ્યા હશે?

લસરપટ્ટીમાં લસરીને નીચે પહોંચૉ ત્યારે આવે બંનેનૉ કટી પ્રદેશ.આ એ જ કટીપ્રદેશ છે એને મારાં બંને હાથ થકી ગાળીયો બનાવી ભીસીં નાખીં હતી.કમરપ્રદેશ પણ સપ્રમાણ અને સુરેખ વળાંક વાળૉ જાણે કે ચંદ્રકાંત બક્ષીનો સ્ટેમ ગ્લાશ! બિલકૂલ એવું જ કંઇક !
લાંબા અને સપ્રમાણ પગ સુરેખ અને સપ્રમાણ એવાં કે જાણૅ તરાપા બનાવી અને સૌંદર્ય સાગર તરવાંની ઇચ્છા થઇ જાય !રર્હી હોઠોની વાત ! એનું તે શું કહેવું?જે મને એકલાને જ ખબર છે.
કારણકે આ બાબત રસોઇશાસ્ત્રને સલંગ્ન છે.સચોટ કારણ છે કે રસોઇ ચાંખ્યા પછી જ ખબર પડે કે રસોઇનો સ્વાદ કેવો છે?
બંનેના અધરો છોડીને થોડા નીચે આવીએ ત્યારે કુદરત કે ઇશ્વરની શ્રેષ્ઠ કલારચનાનો સાક્ષાત પરિચય નજરને થાય.સ્ત્રી શરીરની આ એક એવી રચના છે જેને પ્રાણી કે મનુષ્ય જગતમાં સર્વોત્તમ શ્રેષ્ઠતા બક્ષી છે.જેના થકી મનુષ્ય અને પ્રાણી જગતના જીવોનો વિકાશ બન્યો છે.
વધારે વિચારએ અને લખવા બેસીએ તો પાનાને પાના ભરાય એટલું ટાંચણ નીકળે,માટે આટલું જ બસ છે.દેવી તત્વો તો અમાપ છે જેના વિશે હજારો ગ્રંથો લખાયાં છે અને હજુ લખાશે…!
(ઓહ!નયનતારા….નરેશ ડૉડીયા)
=કોર્નર=
------
દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે અને જેટ્લા પુરુષો છે એટલી સેકસની થિયરી છે..(ચન્દ્રકાન્ત બક્ષી)
free countersનરેશ કે.ડૉડીયા
તા-૧૨-૪-૨૦૧૧

No comments:

Post a Comment