Sunday, April 25, 2021

   " બે  અનામી "    


:- " ખોટું બોલવું કે ખોટી  ઈમેજ  બતાવી આપણને ફાવતી નથી, જેવો છું એવો જ સામે આવું એટલે બધા ફ્રેન્ડ બનાવે ને કોઈ બેસ્ટ ફ્રેન્ડ પણ બનાવે પણ કોઈ ગર્લ-ફ્રેન્ડ ના બને, ને  ગર્લ-ફ્રેન્ડ બનાવાનું  મન થાય  એવી  ફિલિંગ્સ  પણ નથી થાતી "


:-  " એ સારું, ઓછું દુખી થવાય..."


:- " ના સાવ એવું પણ નથી હોં ! 
એમ તો ૧૧ કોમર્સ  સ્કુલ થી લઇ ને એસ. વાય કોલેજ  સુધી પ્રેમ કરી પણ લીધો ને દુખી પણ થઇ લીધું . 
પણ  હવે  માત્ર કોઈ એક જ વ્યક્તિ  ને આખી જીંદગી ચાહવું  ને આખુ જીવન  એની સાથે માણવું એવી ફિલિંગ નથી આવતી  " 


:- " હમમમ " 


:- " મને પ્રેમ તો થાય જ છે પણ આજીવન વાળો  પ્રેમ નથી થતો. મારા માટે પ્રેમ શબ્દ દરિયા જેવો વિશાલ છે, હું એને નદી ની સંકુચિતતા માં ના સમાવી શકું. પ્રેમ વૈશ્વિક અને બૃહદ છે." 


:- " આજ ની જનરેશન પ્રેમ નો કંઇક ઉન્ધો જ અર્થ કરે છે "


:- " હા, મોટા ભાગે તો એવું જ સમજે છે કે પ્રેમ એટલે એક સાથે રેવું, એક સાથે  સુવું  અને એક બીજા સાથે લગ્ન કરવાં. ને  પરિવાર પ્રેમ- લગ્ન માટે તૈયાર ના થાય તો ભાગી ને કરવા, કારણકે  એમના માટે પ્રેમ એટલે માત્ર લગ્ન કરી ને જોડે રેવું .  ઘણા તો વળી એવું પણ સમજે છે કે સાચો પ્રેમ લગ્ન માં પરિણામે, શું પ્રેમ પણ સાચો ને ખોટો હોય શકે ? ને વળી પ્રેમ નું કોઈ પરિણામ પણ હોય ? શું પ્રેમ આટલો સંકુચિત છે કે તમે એનો આવો અર્થ કરો કે પ્રેમ એટલે માત્ર  લગ્ન ? પ્રેમ માં લગ્ન છે, લગ્ન માં પ્રેમ નથી " 


:- " ના, એક બીજા થી દુર રહી ને પણ પ્રેમ થાય "


:- " જે પ્રેમ બીજા પ્રેમ ને નફરત માં તબદીલ કરી શકે એ પ્રેમ હોઈ જ કેવી રીતે શકે ? માતા પિતા ના પ્રેમ ને નફરત માં ફેરવી નાખે એને હું પ્રેમ નથી માનતો. પ્રેમ તો વિશાળ છે, પ્રેમ બધા ને ખુશ કરે છે ને પ્રેમ આજાદ કરે છે , કોઈ ને ગુલામ કે પાંગળા નહિ "


:- " રાઈટ...,  પ્રેમ એટલે માત્ર એક છત  નીચે રહી ને એક બીજા ને ચાહવું નહિ  પણ પ્રેમ એટલે બે અલગ અલગ આકાશ નીચે ઉભા રહી ને પણ એક બીજા ને ચાહવું અને એક બીજા નું હિત ઇચ્છવું . 
પ્રેમ સર્વ નું કલ્યાણ કરે એવો સુખાકારી હોવો જોઈએ. લગ્ન એ પ્રેમ નું એક માત્ર પાસું છે, કદાચ એમ કહી શકાય કે લગ્ન એ પ્રેમ નામ ના પુસ્તક નું એક પાનું  છે, પણ  લગ્ન એ  આખું  પ્રેમ પુસ્તક નથી" 


:- " right, marriage is a only one part of love, not the whole love "

:- " પ્રેમ એ વર્તમાન ઘટના છે. એટલે જ પ્રેમ માં એવું કહેવાય કે "હું તને પ્રેમ કરું છું", "હું તને ચાહુ છું". અને અંગ્રેજી માં પણ પ્રેમ નો ઇજહાર "I Love You " કહી ને થાય છે. આ તમામ વાક્યો વર્તમાન કાળ ના વાક્યો છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કે "I will love you " કે " i will always love you ". આપણે નાનપણ થી સાત જન્મો ના પ્રેમ નો કોન્સેપટ સાંભળતા આવ્યા છીએ એટલે આ વાત કદાચ કડવી લાગે , પણ પ્રેમ ની આ જ વાસ્તવિકતા છે કે પ્રેમ એક વર્તમાન ક્ષણ છે.

I love you  એટલે કે હું તને અત્યારે આ ક્ષણે પ્રેમ કરું છું. પ્રેમ એક એવી લાગણી છે કે તેની અવસ્થા કેટલો સમય ચાલશે એ કોઈ કહી ના શકે . આ પૃથ્વી પરનો કોઈ પણ માણસ એવું પ્રોમિસ ના આપી શકે કે એ અત્યારે જે અનુભવે છે એ આખી જિંદગી માટે અનુભવાશે, અત્યારે જેવો પ્રેમ છે એવો પ્રેમ હરહમેંશ રહેશે.

શરૂઆત માં પ્રેમ એક ક્ષણ હોય છે, પછી એ ક્ષણ ની એક અવસ્થા હોય છે અને એ અવસ્થા પછી પરિસ્થિતિ માં પરિણમે. આ પરિસ્થિતિ લગ્ન , લિવ ઈન રિલેશનશિપ, અફેર, કે કોઈ ટાઇટલ/નામ કે વ્યાખ્યા  વગર નો સબંધ પણ હોય શકે.

જો પ્રેમ એ વર્તમાન ઘટના હોય, ભવિષ્ય ની કોઈ ગેરેન્ટી ના હોય, આ ક્ષણે પ્રેમ છે અને આવનારી કોઈ ક્ષણે નહિ હોય એવું જ હોય તો લગ્ન શું છે ? લગ્ન એ પ્રેમ ની પરિસ્થિતિ છે . લગ્ન ના શરૂઆત ના સમય માં પ્રેમ ની અવસ્થા હોય છે જે આપણે સહુ જાણીએ છીએ કે શરૂઆત ના સમય માં આપણે સહુ કેવું ફીલ કરતા હોઈએ છીએ. પછી એ અવસ્થા એક પરિસ્થિતિ બની જાતિ હોય છે, એ પરિસ્થિતિ માં પ્રેમ કરતા મિત્રતા વધુ હોય છે. બે વ્યક્તિ વચ્ચે ની મિત્રતા જ લગ્ન જીવન ને મધુર બનાવે છે. અને એ મિત્રતા છે કે જે લગ્ન ને લાંબો સમય કે આજીવન ટકાવી રાખે છે, બાકી પ્રેમ ની અવસ્થા તો ક્યારનીય પૂર્ણ થઇ ગઈ હોય છે.

પ્રેમ માં વોરંટી ગેરંટી ના હોય , જે તે ક્ષણ ને જીવવાની હોય. "


:- " I belive more in platonic love rather than love. કોઈ સ્વાર્થ, શરત અને નિયમો વગર નો નિસ્વાર્થ પ્રેમ "


:- " इतनी शिकायत, 
इतनी शर्तें,
इतनी पाबन्दी ;
तुम मोहब्बत कर रहे हो या  एहसान ? "


:- " હા હા હા, સહી ફરમાયા "


:- " તો તારે કેમ કોઈ ગર્લ ફ્રેંન્ડ નથી ? "


:- " મારે કોઈ ગર્લ ફ્રેંન્ડ નથી કારણ કે મને ચીટીંગ ફાવતી નથી. 
હા પણ મારે એવા ઘણા રીલેશન છે જેને મેં કંઇક આવું નામ આપ્યું છે કે - More than Friends and less than Lovers. "


:- " એવું નથી કે હું પ્રેમ નથી કરતો પણ એવું છે કે હું દરેક ને એક જ સરખી ઉત્કૃસ્ત્કા, ઉત્તેજના, ઉત્સાહ અને એક સમાન જાણું થી પ્રેમ કરું છું, જેમ એક માં એના બંને  દીકરા ને એકસમાન પ્રેમ  કરે "


:- " હમમમ " 


:- " હું કોઈ ને જોવ, આંખો ને ગમે અને એટ્રેકશન થાય ને પછી લાગણી થાય, પ્રેમ પ્રગટે અને સામે જો એને પણ એવું થાય તો બંને નજીક આવે અને એ પ્રેમ ને માણે . બંને ને ફાવે ત્યાં સુધી કોઈ શરત કે નિયમ વગર જ્યાં સુધી બંને એક બીજા ને ખુશ રાખી શકે , જ્યાં સુધી બંને ને એક બીજા સાથે ફાવે અને જ્યાં સુધી એ સબંધ માં ગુંગળામણ ના થાય ત્યાં સુધી બંને એક બીજા સાથે સમય પસાર કરે.
કોઈ માંગણીઓ, અધિકાર, શરતો કે નિયમો નહિ, એક સંપૂર્ણ સ્વતંત્રતા  - a pure platonic love "


:- " great idea, u have very modern feelings yaar "


:- " nop, i dont think so. મને તો મારી ફિલિંગ્સ અનાદીકાળ ની જૂની ફિલિંગ્સ લાગે છે. મને બાળપણ થી સ્વતંત્રતા મળેલી છે એટલે પહેલે થી હું સ્વતંત્રતા નો હિમાયતી રહ્યો છું. ને સ્વતંત્રતા હોય ત્યાંજ પ્રેમ વિકસી શકે, બંધનો માં તો પ્રેમ કરમાઈ ને ગૂંગળાઈ જાય.
Love teach to give freedom. 
પ્રેમ માલિકીપણું ના શીખવાડે , કે તમે પ્રેમ માં કોઈ વ્યક્તિ ને વસ્તુ સમજો ને એના માલિક બનવા ના વ્યર્થ પ્રત્યનો કરો. 
ને એક વાત તો એ નથી સમજાતી કે આ આજ ની પેઢી બ્રેઅક-અપ થાય એટલે આવા રોદણાં કેમ રોવે છે કે મેં એના માટે આમ કર્યું ને તેમ કર્યું, આવું આવું કર્યું તો પણ મને છોડી ને ગઈ, એલા ભાઈ તમે એને તમારી ગુલામ બનાવી રાખવા માટે આવું બધું કર્યું કે તમે ચાહતા હતા એટલા માટે આવું બધું કર્યું ? પ્રેમ ક્યારેય પણ શરતી ના હોય શકે . પ્રેમ માં માત્ર એટલું જ કાફી છે કે તમે પ્રેમ કરો છો, ને જો રીટર્ન માં એ તમને પણ પ્રેમ કરે તો સારી વાત છે અને ના કરે તો એની મરજી. તમે એને પ્રેમ કરો છો એ મહત્વનું છે તમારા માટે, તમને એના માટે પ્રેમ હોય તો તમે પ્રેમ કરી જાણો, પ્રેમ માં માત્ર આપવાનું જ હોય, લેવા ની આશા ના હોય.
મારે પ્રેમ કરવો હતો, મેં દિલ ફાડી ને પ્રેમ કરી લીધો.
મારે પ્રેમ માં જે કરવું હતું કે જે આપવું હતું એ મેં આપ્યું....
એને શું કરવું એ એની ચોઈસ છે, તમને પ્રેમ છે તો તમે દિલ ફાડી ને ગાંડા ની જેમ નિસ્વાર્થ પ્રેમ કરી લ્યો. તમારા પ્રેમ માં કોઈ કચાસ ના રહી જાવી જોઈએ. "

***********************

Thunder Bolt Of Rain Drops 
----------------------------------------------

 " આમ તો  હું  કોઈ  એક નો પણ  નહી, ને તોય  હું બધા નો  એક "

- નિકુંજ વાનાણી "મેઘનિનાદ"




No comments:

Post a Comment