Tuesday, August 21, 2012

જિંદગીથી મને શિકાયત નથી- ચંદ્રકાન્ત બક્ષી


જિંદગીથી મને શિકાયત નથી..................

                                                   મારા વિષે સારું બહુ જ ઓછું લખાયુ છે. રિવાજ નથી પણ લખાયું છે ઘણુ! લખવુ પડે છે. લેખકોએ પ્યારથી હમદર્દીથી લખ્યુ છે એ માટે એમનો આભાર. આવો પ્યાર બહુ ઓછા કરે છે. મારું કોઇ ગુટ, ગ્રુપ, ટોળકી નથી. હું લખુ છુ, વાચકો વાચે છે. નહી વાંચે ત્યારે એમને સલ
ામ કરીને બંધ કરી દઇશ. સોફામાં ઘૂસીને પાઇપ પીતો પીતો ઇતિહાસના પુસ્તકો બાકીની જિંદગી વાંચ્યા કરીશ. જિંદગીથી મને શિકાયત નથી. મારા જેવા એકલા માણસે પોતે જ પોતાની વાત કરવી પડે એ સ્વાભાવિક છે બધા એકસાથે આટલી બધી ગુલાંટો શા માટે મારવા મંડી જાય છે? શુ તકલીફ છે એમને? કે આપણે મૂર્ધન્ય પત્રકાર બે કપ કોફી પાઇને ખરીદી શકાય છે? એક ચં.બક્ષી ગુજરાતી સાહિત્યનું એવું તો કેટલુ નુકસાન કરી નાખવાનો છે? એનુ ગજું કેટલુ? વિવેચકો વિશે મારે કંઇ કહેવુ નથી. કામ કામને શીખવે. તૈયાર થઇ જશે. મેં મારી જિંદગીમાં સુરેશ જોષીની જેમ ચમચાઓ રાખ્યા નથી કે મધુરાયની જેંમ માલિકો રાખ્યા નથી. કોઇ ઉમાશંકર જોષીની આંગળી પકડી કે યશવંત શુક્લની આસપાસ ભમરડાની જેમ ફરી ગુજરાતી સાહિત્યમાં આવ્યો નથી.
                                                   આપાતકાલીન સ્થિતિમાં ટી.વી પર ઇન્ટરવ્યુ લઇ સો-પચાસ રૂપિયાના ચેક માટે નાક રગડનારા અને કહ્યા પ્રમાણે ભસી આપનારા ગુજરાતી લેખકો મે જોયા છે.
વિવેચકો અને નિંદકોની મને ચિંતા પરવા નથી પણ હા જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ સરકાર બંદરોની નસબંધી કરવાનુ કાર્ય વેગથી કરે છે. મારા મર્યા બાદ મારા વિશે સારુ લખનાર ભેરુઓ અને ખરાબ લખનાર ભૌકનાર ઉલ્લુના પઠ્ઠા, બૈરાછાપ બાયલાઓની કમી ક્યારેય નહી થાય.
જજ નોટ, લેસ્ટ ધાઉ બ જ્જડ !

-ચંદ્વકાંન્ત બક્ષી

*****************************

બક્ષી ઇઝ ધ ફાઇટર રિયલ હિરો.
બક્ષીના એટિટ્યૂડને નેગેટિવ કહેનારાઓએ આંતરખોજ કરવી જોઇએ કે એમના ભાગે બક્ષીનો રોષ કેમ ઠલવાયો ?
બક્ષી લીવીંગ લિજેન્ડ નથી, લિજેન્ડ મરે છે. બક્ષી એક્સક્લુઝિવ હ્યુમન બ્રાન્ડ છે. ગુજરાતી ભાષાની ઓન્લી બ્રાન્ડ! એમની બ્રાડ ઇમેજ છે. બ્રાન્ડ પોઝિશનિંગ છે, આઇડેન્ટિટી છે. જે અમર છે. ધેટસ બક્ષી.
બોડી મેં ફિટ.. પરફોર્મન્સ મે હિટ !

-જય વસાવડા

*****************************




                                               હેંમિગવેની જેમ શબ્દના ભાવ, પ્રતિભાવ અને પ્રતિસાદને કાયમ કરવાની કલા બક્ષી સાહેબમાં હતી.. જે અન્ય નવલકથાકારોમાં દેખાતી નથી.
એક વાણિયાના દિકરાએ સરસ્વતીની ખોળે માથુ મુક્યુ ત્યા જ લક્ષ્મીની સામે આંદોલન છેડી દીધુ હતું.
-નરેશ કે. ડોડીયા


                                               માણસની પાસે એક જ જિંદગી જીવવાની હોય છે. એક જિંદગી તેંતાળીસ વર્ષ જીવી લીધી, કોનારક શાહ ! ખાધું - છ સ્વાદ મેળવી મેળવીને, ઠંડા અને ગરમ વ્યંજનો ખાધાં, જીભની બધી ભૂખો અને જીભના બધા શોખો પૂરા કર્યા.. ભરપૂર પીધું, શોખથી
પીધું, તરબોળ થઈને પીધું. હસી લીધું, હસાવી લીધું. અદેખાઈ કરી, પ્રેમ કરી લીધો.. માથાના ઝડતા વાળને પણ પ્યાર કરી લીધો, અને સફેદ થઈ ગયેલી કલમોને સંવારી લીધી...તમાકુના ધુમાડાઓની કરામત કરીને ભવિષ્યને ઢાંકી દીધું, એકેએક ઈંન્દ્રિયને નક્શીદાર ભૂતકાળ આપ્યો...

                                               જિંદગીએ ઘણું આપ્યું - સંગીતની લય... દોડતી ટ્રેનમાંથી સંગીત સંભળાયું હતું, પુસ્તકોના વિચારો મગજની ઊભરેલી શિરાઓમાં વહી ગયા હતા, દોડતા રમતવીરોના સ્નાયુઓ પર ઠરેલી આંખો નાચી ઊઠી હતી. પ્રેમ આપ્યો હતો - કરોડો રંગોમાં પ્રેમ માણસના શ્વાસમાં, બોલાયેલા શબ્દોમાં, લખાયેલો વાક્યમાં, બીઅરના ઉફનતા ઝાગની જેમ ઊભરાઈને ભીંજવી ગયો હતો... મસ્તીથી ઊંઘ કરી હતી, મજબૂત માણસની થકાનમાં ચૂર ઊંઘ અને ખ્વાબ જોયાં હતાં - ઘેરાતી આવતી કાલોનાં...

                                               અને રાજ કર્યું હતું, દુ:ખનું સુખ જોયું હતું...અને સુખનું દુ:ખ પણ અનુભવ્યું હતું. આત્માને મૂઢ માર લાગ્યો હતો. આત્મા પર લોહી જામી ગયું હતું...
જિંદગીમાં હવે શું બાકી રહી ગયું હતું? થ્રીલનું પુનરાવર્તન જે ફક્ત કંટાળાજનક હતું.

(હું, કોનારક શાહ... : પૃ.149)


*****************************************************************************

                                               સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુર્ષો પચાસ પછી પણ કાર્યરત્ રહેતા હોય્ છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય્ માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.

                                               આ બાબતનું સચોટ ઉદાહરણ છે આપણાં સાઠી વટાવી ગયેલાં લેખકો છે.ચન્દ્રકાન્ત બક્ષીથી કાન્તિભટ્ટ સાહેબનાં પ્રેમ અને સ્ત્રી વિશેનાં લખાણૉ કોઇ યુવાનને પણને આંટી મારી દે તેવાં હોય છે.કારણકે લેખન્એ સશ્ક્ત્ માધ્યમ છે.જેમાં જાણ્યે અજાણ્યે અંતરમાં છુપાયેલી વેદનાઓ વિચાર્ રુપી કલમમાં ઉતરી આવે છે.આ એક જાતની સમાન્ માનસિક્તા છે.લેખક હોય કે સામાન્ય માણસ,દરેકને આકૅષતિ વસ્તુંઓ સમાન સ્ત્રી અને સેક્સ,રોમાન્સ અને રમૂજ,આ ચારેય વસ્તુઓ સીધી લિટીમાં આવી જાય એટલે થ્રિલ ! અને જિંદગીમાં આ થ્રિલ માનવમગજમાં મરણ પર્યન્ત્ જિવન્ત રહે છે.યુવાનીમાં થયેલાં થ્રિલનાં અનુભવો જ પુરુષને જલ્દીથી બુઢો બનવા દેતાં નથી.મગજને સતત યુવાને બનાવી રાખે છે જોકે આ બાબત ધાર્મિક ઓથાર તળે જિવતાં લેખકોને બાકાત રાખે તેવી શક્યતાં સૌથી વધું છે.

                                               જ્યારે બક્ષીસાહેબ ધાર્મિક ઓથારથી પર હતાં.બક્ષીસાહેબને અર્નેસ્ટ હેમિંગવે અને સાર્ત્રના મોટા ચાહક હતાં,અને હેમિંગવેની અસર તેમની વાતાઓમાં ઘણી વખત દેખાય આવતી હતી.
સાર્ત્રની જેમ અણધાર્યુ લખાણ અને કલ્પનાઓ બક્ષીના લખાણોમા આવી જતી.હેંમિંગવેની જેમ શબ્દના ભાવ અને પ્રતિભાવ અને પ્રતિસાદને કાયમ કરવાની કલા બક્ષી સાહેબમાં હતી.. ,જે અન્ય ગુજરાતી નવલકથાકારોમાં દેખાતી નથી.ઘણા નવલકથાકારોએ ૫૦થી વધુ વાર્તાઓ લખી છે પણ એમાં એકજાતની બિબાઢાળ વાસ્તવિકતા નજરે પડે છે..

                                               એક વાણીયાના દીકરાએ સરસ્વતીના ખોળે માથુ મુકયુ ત્યારે એને લક્ષ્મીની સામે આંદોલન છેડી દીધુ હતું.

                                               કટલેરીની દુકાનમાં પોતાની શરુઆતની કૃતિઓ બક્ષીસહેબે લખી હતી.એ પછી આજીવન શબ્દની બંદગી કરનારા એક બંદાની જેમ પુરી કરી નાંખી.બાઇબલમાં લખ્યુ છે કે,”ઇન ધ બીગીનિંગ ધેર વોઝ એ વર્ડ.”..તો ઉપનિષદો કહે છે કે,”શબ્દ એ તો બ્રહ્મ છે.”…પછી તો બક્ષીના શબ્દના બ્રહ્મનાદ થતાં જ રહ્યા.

                                               આજના લેખમાં બક્ષી સાહેબના અમુક જાનદાર અને શાનદાર વાક્યોને માણીસુ..તો થઇ જાવ તૈયાર બક્ષીની તામસિક શૈલીને માણવા….!!!

                                               “છોકરીઓ માટે પશ્ચાતકિશોરાવસ્થા અને આરંભકુમારાવસ્થા માટે બે સરસ, સૂચક સંસ્કૃત શબ્દો છે: કન્યા અને તરુણી! કન્યા શબ્દની ધાતુ વિશે વિવિધતા છે. કન એટલે ઈચ્છા કરવી, જે ઈચ્છા કરે છે એ કન્યા છે. બીજો એક અર્થ છે: કેન ઈયમ નેયા ઈતિ ન નિશ્ચિતમ, કોણ એને સ્વીકારશે એ નિશ્ચિત નથી. એક ત્રીજો અર્થ પણ છે, કમનીયા ઈતિ કન્યા. જે કમનીય છે એ કન્યા છે. માટે કહેવાયું છે કે નિર્દોષન કન્યાદર્શન. એટલે કે કન્યાનું દર્શન એક નિર્દોષ ક્રિયા છે. તરુણી શબ્દ તૃ ધાતુ પરથી આવે છે. જેના પરથી તરુ અથવા વૃક્ષ શબ્દ બન્યો છે. તૃ એટલે ઊગવું, વિસ્તરવું ઓળંગવું. એ છોકરી જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે એ તરુણી છે.” 

(યુવતા : પૃ.2)
------------------------------------------------------------------------------------------------------------
                                               “બહાદુર શબ્દ આપણો નથી. એ શબ્દ મંગોલ છે. મંગોલ પશ્ચિમ એશિયા પરથી ફૂંકાઈ ગયા, બધું જ તારાજ કરતા ગયા. ખાનાખરાબી, આગજની, તબાહી અને એ પ્રજા બે શબ્દો મૂકતી ગઈ: ખાન અને બહાદુર. આજે “ખાન” શબ્દ પઠાણો માટે અને “બહાદુર” શબ્દ ગુરખાઓ માટે વપરાય છે પણ એ બંને શબ્દો મંગોલ આક્રમકોએ આપેલા છે. બહાદુર શબ્દને વ્યાખ્યાની મર્યાદામાં માપવો અઘરો છે. કારણ કે એની ક્ષિતિજો વિસ્તરી ગઈ છે. સામાન્યમાં સામાન્ય અને નિર્બળમાં નિર્બળ સ્ત્રી કે પુરુષ બહાદુર બની શકે છે. એ માનસિક શૌર્યની સાથે સાથે માનસિક શક્તિ માગી લે છે.”

 (સાહસ: પૃ.5)
------------------------------------------------------------------------------------------------------------
                                               “શક્ય નથી. 62 વર્ષની જિંદગી જીવી લીધા પછી એ શક્ય નથી. આ ઉંમરની ટ્રેજેડી એ હોય છે કે જે સ્ત્રીમાંથી તમારાં સંતાનો આવ્યાં છે એ સંતાનોને તમે ચાહો છો અને એ સ્ત્રીની સાથે તમારો ફક્ત નફરતનો જ સંબંધ રહ્યો છે. પાંજરામાંનું પક્ષી એ સમજે છે કે એણે પાંજરાની અંદર જ ગાતા રહેવાનું છે, પણ સમુદ્રની માછલીએ પાણીની જેલની અંદર જ રહેવાનું છે. જેલ અગાધ છે, પણ એ જલ છે, દેવી ! કુટુંબના સંબંધો, કુટુંબનાં બંધનો… અને જ્યારે ખૂબ પૈસાની વાત હોય ત્યારે કોઈ કુટુંબ છોડી શકતું નથી. હું ખુલ્લી હવામાં નહીં જીવી શકું, મારે માછલીની જેમ પાણીમાં જ વહેતા રહેવું પડશે.” તેજ ચૂપ થઈ ગયો. પછી મોઢું નીચું રાખીને જ બોલ્યો, “દરેકની જલનનો પણ પોતાનો રંગ હોય છે, જુદો.” 

(મારું નામ, તારું નામ. : પૃ.7)
------------------------------------------------------------------------------------------------------------
‘તને પરિવાર પસંદ નથી? પત્ની, બાળકો?’
‘એક જ જાનવરને એની પત્ની અને બાળકોની માયા હોય છે અને એ બધાને લઈને સપરિવાર ફર્યા કરે છે…અને એ જાનવર છે સિંહ!’ અંકુશ હસ્યો, ‘હું સિંહની જેમ જીવી શકું નહીં.’

‘મને તો એકાદ બાળક હોય તો ગમે…માતૃત્વ-બાતૃત્વ માટે નહીં પણ એકલી સ્ત્રીની જિંદગી ન્યુસન્સ છે. હું જ્યારે એકલી સ્ત્રી જોઉં છું ત્યારે હું એ જ વિચારું છું કે એની શહાદતની ભાવનામાં કેટલો બધો દોષ છલકે છે! ત્યાગની સપાટીની નીચે જ ઘણી વાર દોષ ભટકતો હોય છે.’

 (રીફ-મરીના: પૃ.82)

------------------------------------------------------------------------------------------------------------

“ઘણી સાંજો અમે સાથે ગુજારી હતી, હોટલોમાં, દરિયાને કિનારે ઠંડી હવામાં, સિનેમાના અંધારા હૉલોમાં, એના ઘરની દીવાલોની વચ્ચે…અને મારું દિલ ખટકતું હતું. આ બધું શું હતું? બદમાશી, ફરેબ, જિંદગીની એક મૃગજાળ! ના, મારી તૂટેલી, ફેંકાઈ ગયેલી જિંદગીને એક દિશા મળી હતી. એમાં મુક્તિ હતી, જિંદગીભરની શુષ્કતાનો જવાબ હતો. હું બિડાઈ ગયેલી જિંદગીને ફરી ઉઘાડવા માગતી હતી.

રાજેને એની ડાયરીમાં લખ્યું હતું એમ જ- વર્ષે વર્ષે વસંત આવતી હોત તો? મારી દુનિયામાંથી પાનખર ચાલી ગઈ હતી, વસંતના રંગો આવી રહ્યા હતા…અને હું એ રંગો તરફ મિશ્રિત ભાવથી જોતી હતી….મને એ રંગોનું જીવલેણ ખેંચાણ હતું અને હું એ રંગોથી ડરતી હતી-”

 (રોમા: પૃ.151)
------------------------------------------------------------------------------------------------------------

” જિંદગી એ પડાવ પર આવી ગઈ હતી જ્યાંથી હવે માત્ર આગળ જ જવાનું હતું. સંબંધો ભુલાતા નથી, પણ તૂટ્યા પછી સંધાતા પણ નથી. જો સંધાય છે તો વચ્ચે ગાંઠ પડી જાય છે, જેનો કોઈ ઈલાજ નથી. સ્વીકાર એ અંતિમ અનુકૂલન છે, જ્યાં ઈચ્છાઓ ગૌણ બની જાય છે. જે કર્યું છે એ સારું કર્યું છે કે ખરાબ એ સમજવા માટે હજી સમય પસાર થયો નથી, અને જ્યાં સુધી સમય જતો નથી ત્યાં સુધી એક તટસ્થ પરિપ્રેક્ષ્ય મળતો નથી. જોખમ રોમાંસની પ્રાથમિક અવસ્થામાંથી હવે બહાર આવી ચૂક્યું હતું. બાકી જિંદગી ધીરે ધીરે ટપકતી સાંભળી શકાય એ દિવસો આવી રહ્યા હતા, આવી ગયા હતા..” 

(મારું નામ, તારું નામ: પૃ.230)
------------------------------------------------------------------------------------------------------------
                                               બક્ષીસાહેબે હમેશાં વાંચકોને યાર બાદશાહો બનાવ્યા છે..વિવેચકોના વિવેચન કરવામાં બક્ષીસાહેબે હમેશા વિવેક ચુકયો છે..બક્ષીસાહેબ લખે છે,”ગુજરાતી સાહિત્યમાંથી મને ખૂબ મળ્યુ છે.માલિકે ખૂબ તાવી તાવીને આપ્યુ છે,પણ જે આપ્યુ છે એ કોઇ ગુજરાતી લેખકને આપ્યું નથી.અને આંખો ઝુકાવ્યા વિના,પુંછડી પટપટાવ્યા વિના,અથાણાની સિઝનમાં શેઠાણીને કાચી કેરીઓ સપ્લાય કર્યા વિના આટલું બધું મળ્યુ છે.હવે મારે માટે ભાવકો રહ્યા નથી,ચાહકો છે.હું વિવેચકો માટે લખતો નથી.હું આશિકો માટે લખું છું.કોઇ અપેક્ષા નથી.કોઇ હસરત નથી.”

                                               બક્ષીસાહેબ લખે છે,”મને ફદફદી ગયેલા,મુરમુરાના થેલાઓ જેવાં કે સાડા પાંચ મહિનાની ગર્ભવતી સ્ત્રીના જેવા પેટ લઇને ફરતા ગુજરાતી લેખકો ક્યારેય ગમ્યા નથી.છરહરા શરીરમાં જ તેજ દિમાગ રહી શકે છે,એવું ગ્રીકો માને છે અને હું પ્રાચીન ગ્રીકોની એ વાતને હમેશાં માનતો રહ્યો છું.બીજાના શરીરને પ્રેમ કર્યો છે.પણ મારો પ્રથમ મારા શરીર માટે છે.આ શરીર બગાડીને ચિતાને સોંપવું નથી.હું માનું છુ કે બીમાર,અસ્વસ્થ,ઢંગધડા વગરના શરીરમાંથી ફાટેલા ગુમડાની મવાદ જેવું જ ગુજરાતી સાહિત્ય ઝર્યા કરે છે.ચુસ્ત અને મસ્ત શરીરમાંથી જે ગધ પ્રકટે છે એમાં ચુસ્તી અને મસ્તી રહેશે.”

                                               બક્ષી પોતે જિવનના અંત સુધી રોજ સવારે કસરત કરતા હતાં.બક્ષીસાહેબની પુત્રી રીવા બક્ષી એના પિતા માટે શું કહે છે-”ડેડીને મેં ડમ્બેલ્સ અને બારબેલ્સ લઇને આદમકદના આયના સામે વ્યાયમ કરતાં જોય છે..એમનાં શરીર પ્રત્યેની મરદાના જિદ્દને જોઇ છે..એવી જ મરદાના કલમ પર ન્યોચ્છાવર થતી એક પેઢી જોઇ છે.”

બક્ષીસાહેબની એક અનેરી ઝલક જોઇએ..

“પ્રકાશ બોલતો ગયો, ‘જ્યારે હું નસીમને – એક વેશ્યાને – એના ઈશ્વરની બંદગી કરતાં જોઉં છું ત્યારે એકાએક ઈશ્વરમાં રહીસહી શ્રદ્ધા ફરી ભડકી ઊઠે છે. જે મંદિરોના સેંકડો ઘંટારવો નથી ભડકાવી શકતા….દુનિયા છે, ઘણું જોતો રહ્યો છું, ઘણું જોઉં છું અને જિંદગીમાં દિલચશ્પી વધતી જાય છે. કૉલેજમાં પાંચ છોકરાઓ સાથે ‘લવ’ કરીને, પૂરા ચકાસીને, છઠ્ઠાને પરણી ગયેલી ખૂબસૂરત છોકરીને મેં ત્રણ જ મહિનામાં વિધવા થતી જોઈ છે. ત્રણ ત્રણ વર્ષ સુધી ‘ટેમ્પરરી’ નોકરી કર્યા પછી રજા અપાયેલા જવાન માણસોની ઓગળતી સખ્તાઈ ભરેલા ચહેરાઓ મેં જોયા છે. આંધળા થઈ ગયેલા બચ્ચાને મેં એનું જૂનું રમકડું આંગળીઓથી ઓળખતાં જોયું છે…છ ફૂટ ઊંચા પુરુષોને મેં રડતા જોયા છે…

‘…અને છતાં પણ જિંદગીમાં દિલચસ્પી રહી ગઈ છે.’

‘અને તેરસો માઈલ દૂરથી એક ઔરત આવીને તારું દિલ થપથપાવે છે ત્યારે એ દિલચસ્પી વધી જાય છે, ખરું ને?’ અલકા બોલી.

‘દિલ થપથપાવે છે? અલકા, તું તો તબિયત હલાલ કરી નાખનારી છોકરી છે…જેને દુનિયા દુ:ખ કહે છે એ વસ્તુ આવે છે ત્યારે જિંદગીમાં રસ સુકાતો જાય છે. દુ:ખનો ઈલાજ છે સહારો. મારી પાસે બધું જ છે….અને કંઈ નથી, કારણ કે મારે માટે બે આંખો ભીની કરનાર કોઈ નથી. આજે મને લાગે છે કે મારે માટે પણ એક મુલાયમ દિલ છે…” 

(પડઘા ડૂબી ગયા: પૃ.152-153)
------------------------------------------------------------------------------------------------------------

” કર્ણ વિચારે ચડી ગયો. અંતે નિર્ણય લઈ જ લેવો પડશે. એ લંડન ગયો એ પહેલાંની ગૌતમી – અને આજે કદાચ મળશે એ ગૌતમીની આંખોમાં રોષ હશે, એક મધ્યમવર્ગીય છોકરાના ત્રીજા માળના ઘરની બ્લૅક ઍન્ડ વ્હાઈટ ઈમાનદારીને ઠગી લેવાનો! “

“કર્ણ, તારી અને મારી દુનિયા જુદી છે. તારા શ્વાસમાંથી પણ ઈમ્પોર્ટેડ વાસ આવે છે. અમારા અત્તરોમાં પણ મિટ્ટી અને પસીનાની ખૂશ્બૂ છે. અમારી સાંજો ભીડની ગંધથી ભરેલી છે. ફક્ત અમારી આંખો બીમાર નથી અને લોહી લાલ હોય છે. અમે આખે શરીરથી હસીએ છીએ. અમારી બંને હથેળીઓ પૂરેપૂરી ખૂલી શકે છે. અમારા નખ સાફ છે અને સખ્ત છે કારણ કે આંગળીઓની મજદૂરી કરીને અમો પગાર લઈએ છીએ. અમે આંખો ઝુકાવીને ક્યારેય જોતા નથી, અમે આંખોમાં આંખો નાખીને વાત કરી શકીએ છીએ. અમારી રોટીમાં, કર્ણ, બધા જ સ્વાદો હોય છે. અમે એરકન્ડિશન્ડ રૂમમાં પૅક કરીને મોટાં કરેલાં એનેમિક અને સફેદ મોડેલો નથી, અમે હાથપગ, દિલો-દિમાગવાળા, ભૂખ-હર્ષ-ગુસ્સાથી છલકાતા કાળા, બદામી ઘઉંવર્ણા માણસો છીએ.”

 (હથેળી પર બાદબાકી: પૃ.129)
------------------------------------------------------------------------------------------------------------

                                               ગુજરાતી સાહિત્યકારોમાં બક્ષીસાહેબને જેટલો પ્રેમ તેમના વાંચકોએ કર્યો છે એટલા જ પ્રમાણમાં એને અમુક લોકોનો ધીક્કાર મળ્યો છે. બક્ષીસાહેબના એક સમયનાં ખાસ મિત્ર મધુરાય બક્ષી વિશે શું લખે છે જરા એક નજર-”મેં જે કર્યું છે તે બક્ષીએ ફોલો કર્યુ છે.તો બક્ષીએ નાટક કેમ ન લખ્યાં?નાટકમાં એકથી વધું પાત્રો જોઇએ,જ્યારે બક્ષી પાસે એક જ પાત્ર છે.એકનું એક પાત્ર વિધ વિધ નામે ઉભરે છે.આયનામાં એક જ પ્રકારની ચડભડ ભાષામાં ડાયલોગ મારે અને ના-ટ-ક બને નહીં.જનરલી નાટકમાં સહેજસાજ થાય.વાતાવરણ ગરમ થાય અને ક્લાયમેક્સ આવે.ધેટ ઇઝ નાટક.

                                               બક્ષીમાં ત્રાડૉથી,ગાળૉથી,તુંતુંમેંમેંની ક્લાયમેક્સથી શરૂઆત થાય અને જે રોદ્ર્રૂપ ત્રણ અંક સુધી કન્ટિન્યુ રહે.બક્ષીની નોવેલોમાં અકારણ વેરાયેલી ચિંતનકણિકાઓ નાટકમાં વિલ ડુ થાય નહીં.એટલે એમાં સફળ ન થયાં.બક્ષી હવે ગુણાકાર અને ભાગાકાર કરે છે-નર્મદ કરતાં મારા વાંચકો વધું છે-મારા અઢી કરોડ વાંચકો છે.

                                               હશે ! નર્મદ,ને દલપત, ને મુનશી,ને દેસાઇ,ને મેઘાણીના કમ્બાઇન્ડ વાંચકો કરતા પણ બક્ષીના વાંચકો વધું હશે.વસતિ વધી છે.એકચ્યુલી વાંચકો વધ્યા છે તેની વજહ બક્ષીના સર્જન કરતા ગુજરારીઓનું પ્રજ્જન છે.બક્ષીને તે કોણ કહે ?
                                               મધુરાય આગળ લખે છે-મુંબઇ આવ્યા બાદ પત્રકારત્વમાં પૈસાનું લોહી ચાખ્યા બાદ બક્ષી બહુ વકર્યા છે.કલાકાર ન રહ્યાં.વાર્તાઓ લખવાની બંધ કરી.નવલકથાઓમાં ઇતિહાસ ભૂગોળનાં ઉતારા કર્યાં.કોલમોની ખેતી કરી.

                                               જ્યારે બક્ષીસાહેબે મધુરાય માટે શું લખ્યુ છે તેના ઉપર જરા એક નજર-ગુજરાતી લેખકોને નાટક લખતા આવડતા નથી…પણ એવું નથી.આપણી પાસે “ખારા સમદરિયામાં મીઠી એક વીરડી”જેવા મધુરાય છે,અને એમાંથી ડૉલો ભરી ભરીને ઠાલવાતી આઇ.એન.ટી છે. વીરડી અને પનિહારી બંન્ને..એક બીજાની પ્યાસ સમજે છે.

                                               વિનોદ ભટ્ટ બક્ષીસાહેબ વિશે લખે છે-બક્ષીસાહેબે પોતાના પ્રવચનમાં જે ભાષા વાપરી એ અમદાવાદના હેર કટિંગ સલૂનના કારીગરો વાપરે છે.આપણે દુકાનમાં પ્રવેશીયે છીએ ત્યારે કોઇ ગ્રાહકની દાઢી પર બ્રશ ફેરવતો વાળંદ કહેતો હોય કે,સાહેબ,બે મિનિટમાં આમને પતાવ્યા પછી તમને બેસાડી દંઉ છું.

બક્ષીસાહેબને ભલે તેમના વિરોધીઓ એક સુરમાં કાગારોળ કરે પણ બક્ષી એટલે બક્ષી…!!

                                               બક્ષીસાહેબના અમુક લખાણો હજુ પણ નજર સામે તરવરે છે - “ક્દાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે…નહીં તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. વર્ષે વર્ષે વસંત આવે છે, જૂનાં પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી કૂંપળો – નવાં ફૂલો આવે છે, નવી ખુશબૂ આવે છે. નદીમાં નવું પાણી આવે છે…આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઈ જાય છે, બીજે વર્ષે આવવા માટે. દર વર્ષે વસંત આવશે – સૃષ્ટિના અંત સુધી –. . . . .માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો?

                                               સાચો લેખક માત્ર બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક, વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત. અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે; એ આંખો, જે ફોટામાં હવે ક્યારેય બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દ્રષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બિડાવાની નથી. અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈસીજી કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી… “

                                               બક્ષીનો મિજાજ એક અલગ હતો.તે મિજાજ બીજા લેખકોમાં નજરે ચડતો નથી..અમુક અવતરણમાં બક્ષીશાહી છાપ તુરત જ વર્તાય આવે છે -

“પ્રોબ્લેમ નથી માટે માણસ સુખી છે એવું તું કેમ ધારી લે છે ? પ્રોબ્લેમ ન હોવો એ પણ મારા જેવી બાવન વર્ષની સ્ત્રી માટે કેવી મોહતાજી છે? મારી નાની બહેનની બે દીકરીઓ તો વિકએન્ડમાં રહેવા આવી જ જાય છે, હું બોલાવું છું ત્યારે… પણ બંને પરણી જશે, પછી?”

“પછી જમાઈઓને લઈને આવશે !”

“મારે ઉષ્મા માટે કંપની જોઈએ છે. વારસદારો જોઈતા નથી.” વાગ્દેવીએ મગ ખાલી કર્યો. “તેજ!” વાગ્દેવી શરારતી હસી, તેજની ચુસ્ત કમર પર હાથ વીંટાળીને બોલી, “તને લાગતું નથી કે નાની નાની બદમાશીઓ કરતા રહેવાથી મોટી ઉંમરે તબિયત સરસ રહે છે ?”

“સરસ શરીર એ એક આશીર્વાદ રહ્યો છે, મારે માટે !… અને તારે માટે પણ…” તેજ વાગ્દેવીને જોઈને બોલ્યો, “વિચારો સડી જાય છે પછી જ શરીર ખવાઈ જાય છે. આજે એક કૉમિક વસ્તુ જોઈ, તને કહેવાનું ભૂલી ગયો ! આજે એક કાગડો જોયો, એની પાંખમાં એક સફેદ પીંછું હતું ! કાગડો સરસ, હૅન્ડસમ લાગતો હતો!…”

“સાલા! મારી મજાક કરે છે? રાસ્કલ…!”

તેજ પ્યારથી વાગ્દેવીના વાળમાં આંગળીથી સફેદ થઈ ગયેલા વાળને સહેલાવતો રહ્યો.”

(મારું નામ, તારું નામ. : પૃ.9)
------------------------------------------------------------------------------------------------------------


‘એકલી – તું કેટલા દિવસ રહી શકીશ?’

‘જ્યાં સુધી તું કાઢી નહીં મૂકે ત્યાં સુધી…’

‘મારે એક સ્ત્રીની જરૂર છે.’

‘મને પુરુષની જરૂર નથી.’ અલકાએ કહ્યું, ‘મારે ફક્ત પુરુષનો પ્યાર જોઈએ છે.’

પ્રકાશે એક બગાસું ખાધું, એણે કહ્યું, ‘અલકા! આટલા ધક્કા ખાધા પછી પણ તું બેવકૂફ રહી શકે છે?’

‘શું અર્થ?’ અલકા તાકી રહી.

‘હજી અર્થ પૂછે છે? બસ, હવે તું ખરેખર ‘અલ્હડ’ બની ગઈ છે…’ પ્રકાશ ખુશ થઈ ગયો, ‘અને મેં તને કહ્યું હતું ને કે ‘અલ્હડ’ છોકરીઓ મને ગમે છે. મારી પાસે આવી જા…’ પ્રકાશે બન્ને હાથ પહોળા કર્યા.

અલકા જરા પાસે ખસી અને પ્રકાશની સામે બેસી ગઈ. એણે કહ્યું, ‘જો મને અડતો નહીં!’

(પડઘા ડૂબી ગયા: પૃ.120)
------------------------------------------------------------------------------------------------------------
                                                    બક્ષીસાહેબની કલમની ધાર વડે ગુજરાતી સાહિત્યના ખેરખાઓને ઉજરડાનો અનુભવ છે.-”ગુજરાતી ભાષામાં તમે કંઇ પણ ના લખીને મહાન સાહિત્યકાર થઇ શકો છો.બે અંક પ્રગટ કરીને યુગ કવિ થઇ શકો છો.સસ્તી પેપર બેંકોમાંથી પ્લોટ ચોરીને,અને પકડાય જાવ તો,નવલકથા લખીને,ગમે તે પ્લમ્બર પોતાને “બેસ્ટસેલર” નવલકથાકાર કહેડાવવી શકે છે.પણ ખરેખર પ્રથમકક્ષ થવા માટે બુધ્ધિ જોઇએ,અને મૌલિક વિચારશકિત જોઇએ છે.લેખકની ઇમાનદારી જોઇએ છે અને કાળી મજૂરી જોઇએ છે અને લોહી સુકાય એટલું ધૈર્ય જોઇએ છે.આખી જિંદગી અન્યાય સામે ટક્કર લેવાની જિદ જોઇએ છે.અને વિપૂલ સર્જન અને વિરાટ સર્ગશકિત જોઇએ છે.ગુજરાતી લેખકો પાસે મુનશીથી મડિયા સુધીની જબરદસ્ત પરંપરા છે.

                                                    ગઇ કાલની પેઢીના લેખકો જાન નીચોવી ગયા આ ભાષા માટે..એમણે ઘણુ લખ્યું.. ઉચ્ચસ્તરિય લખ્યું.પ્રામાણિક લખ્યું..આજે કામચોર મધ્યવ્યસ્ક લેખકપેઢી બજારમાં આવી ગઇ છે…પારિતોષિકલંપટ..ઇનામબાઝ…સરસ્વતીખોર….લખાવટ કરનારા…

--------------------------------------------------------------------------------------------------------

બક્ષી સાહેબની ધારદાર અને તેજાબી કલથી ભલભલા બચી શક્યાં નહોતા.એ બનાવો ઉપર એક નજર...

સુન્દરમ ની અમર લીટીઓ છે  : તને મેં ઝંખી છે-/યુગો થી ધીખેલા પ્રખર સહરાની તરસ થી!! ગુજરાતી સાહિત્ય ના મુર્ધન્યો આ લીટીઓ બોલે છે ત્યારે આંખો માં ઝળઝળિયાં આવી જાય છે. આમાં પ્રખર સહરા નું રણ પણ ઘણા બધા કારણોમાનું એક કારણ હોઈ શકે છે. બોદલેર ની કૃતિ " ધ સેલ્ફ ટોર્ચરર" મન બીજી કડી છે: માય ફીયર્સ સહારાન થર્સ્ત, યોર ફીયર્સ/શેલ મીન્ગલ વિથ યોર સફરિંગ/વ્હાઈલ હોપ શેલ બોય માય લોડ ઓફ લોન્ગીંગ/ઓન ધ ટોરેન્ટ ઓફ માય ટીયર્સ ! સુન્દરમ ના "વસુધા' કાવ્ય સંગ્રહ ની આ ઉક્તિ અને બોદલેર ના "ફ્લાવર્સ ઓફ ઇવલ" કાવ્યસંગ્રહ ની આ કડી વચ્ચે કેટલં સામ્ય છે? આમાં આપણી ભક્તજનો ની હાલત મોસાળમાં સગો મામો રેપ -કેસ માં ફસાઈ ગયો હોય અને મામી પીરસનાર હોય એવી વિચિત્ર થઇ જાય છે.

                                                    કવિ અનીલ જોષી નવા નવા હતા અને કવિ સુરેશ દલાલ જુના જુના થઇ રહ્યા હતા એ દિવસો માં કલકત્તામાં એક ખાનગી સમારોહમાં આ ઘટના ઘટી હતી. અનીલ જોષી એ એમની અપ્રકટ કવિતા "બરફ ની આંગળીએ સુરજ ચીતરવો" સંભળાવી અને આ કમાલે - અનીલથી સુરેશ દલાલ એટલા ઘાયલ થઇ ગયા કે કહેવાય છે કે મુંબઈ આવીને એમને એજ કે ૮૦/૯૦ ટકા કવિતા પોતાની કોલમ માં પોતાને નામે લખી નાખી. આ રમ્યકથા છાપે ચડી ગઈ, બે માતાઓ એક સંતાન માટે લડે એવી વાત બની ગઈ, કલકત્તાવાળા રાજા સોલોમન ના રોલ માં આવી ગયા. ચુકાદો આવ્યો: કવિતા અનીલ જોષી ની છે! પછી તો બહારખાને થયેલી ધક્કાધક્કી અંદરખાને ઠારી દેવા માં આવી. કજિયા નું મો કોળું. બાળો કવિતા. પણ આ રમ્યકથા આજે પણ મુંબઈ ના કવિતાબાજો સિસકારા બોલાવી ને કહે છે.

                                                    વિશ્વનાથ ભટ્ટે ખબરદાર ના કાવ્ય "કાલિકા" માં થી અંગ્રેજી કવિતા ના સુત્રસંધાનો શોધી કાઢ્યા હતા. તનસુખ ભટ્ટ નો દાવો છે કે ૧૯૩૫ ના ઓક્ટોબર ના "એલ્ફીન્સ ટોનિયન"ના આંક માં એમનું "નીશિથીની" કાવ્ય આવ્યું એ પછી ઉમાશંકર જોષી નું "નિશીથ" કાવ્ય આવ્યું છે, અને મૂળ કાવ્યમાં ઉમેરો કરી ને બહેલાવવામાં આવ્યું છે.

                                                    ગુજરાતી કવિતા માં સાઇકલચોરી'' વિષય પર પી.એચ.ડી. ની થીસીસ લખી શકાય એટલો ગહન છે. ડોક્ટર સુરેશ દલાલ ના માર્ગદર્શન નીચે કોઈ સુખી ગૃહિણીએ આ ડોક્ટરેટ જેવી છે. શંકરે આપી જ છે. : કવિ : કાંતદર્શી, એટલે ક આરપાર જોઈ શકે એ કવિ.

ઝવેરચંદ મેઘાણી - સહુનો લાડકવાયો..

                                                    ગુજરાતી ભાષા ના સર્વકાલીન સર્વપ્રિય કાવ્યોમાં ઝવેરચંદ મેઘાણીનું " કોઈ નો લાડકવાયો" કદાચ પ્રથમ બે ચાર કાવ્યો માં આસાની થી આવી શકે. એક પૂરી પેઢી એ ગીત થી પાગલ થઇ ગઈ હતી. ભાગ્યે જ કોઈ ગુજરાતી કવિતાએ એક આખી પ્રજાને આ રીતે ઝકઝોર કરી નાખી છે. સન.૧૯૩૦માં એટલે કે આજ થી ૬૩ વર્ષો પૂર્વે મેઘાણી એ આ ગીત લખ્યું ત્યારે એ જેલ માં હતા, અને આ કાવ્ય ના સર્જન સમયે એ ૩૩ વર્ષ ના હતા. એમને સ્વયં એમના કાવ્યસંગ્રહ "યુગવંદના" માં નોંધ લખી che : "સમબડિઝ ડાર્લિંગ" નામ ના મીસીસ લેકોસ્ટેના રચેલા એક કાવ્ય પરથી. બેઉ અંગ્રેજી કાવ્યો જૂની "રોયલ રીડર"માં થી જડેલા બીજું "સુના સમદરની પાળે" જે અંગ્રેજી બેલેડ "બીજેન ઓન ધ હાઈન પર થી હતું. સમબડિઝ ડાર્લિંગ તરફ ધ્યાન ખેંચનાર (ગાંધીજી ના પુત્ર) શ્રી દેવદાસ ગાંધી હતા. અને પછી આખું કાવ્ય મેઘાણીએ આખું કાવ્ય ઉદધૃત કર્યું છે.

                                                    આ કાવ્ય "કોઈ નો લાડકવાયો" વિષે કપીલપ્રસાદ દવેના એક લેખ (પ્રવાસી: ઓગસ્ટ ૧૭-૧૯૯૦) માં જરા જુદી માહિતી છે જે પુરક છે કે વિપરીત એ અભ્યાસીઓ નો વિષય છે. કપીલપ્રસાદ દવે "કોઈ નો લાડકવાયો"વિષે જે માહિતી આપે છે એ આ પ્રમાણે છે : "સૌરાષ્ટ્ર" ની ઓફીસ ને અડોઅડ હતું એક સરકારી દવાખાનું... અણધાર્યું પોકારો કરતુ યુવાનો nu એક ટોળું ત્યાં આવી પહોંચ્યું. ચાર પાંચ યુવાનો ને ટેકે હાથ માં રક્ત નીતરતા એક યુવાન સાથે સૌએ દવાખાના માં પ્રવેશ કર્યો.. ડોક્ટર નું નામ હતું ડો.સાર્જન્તરાય દવે. સ્વ. મેઘાણી, સ્વ. કક્કલભાઈ કોઠારી, સ્વ. હરગોવન પંડ્યા બધા દોડી આવ્યા હતા. દાકતર પાટાપીંડી તો કાર્ય. પરંતુ પહેલું કરવાનું કાર્ય બાકી રાખ્યું હતું. એ કામ હતું દર્દી ના કાગળિયાં કરવાનું.

                                                    કપીલપ્રસાદ દવે એ પ્રસંગ નું વર્ણન કરે છે: સારવાર પૂરી થતા તે (યુવાન) પરલોકનિવાસી બની ગયો હતો... સ્વ.ઝવેરચંદભાઈ ની મુદ્રા હું બારીકાઇ થી નિહાળી રહ્યો હતો. દાક્તરે આવેલા યુવાનો ને દર્દી નું નામ પૂછ્યું. કોઈ ને તેની ખબર ન હતી. સ્વ. ઝવેરચંદભાઈ ના મુખે થી અણધાર્યા શબ્દ ટપકી પડ્યા અને દાકતર ને કહ્યું: લખી નાખો, કોઈ નો લાડકવાયો!!.. દાક્તરે શું લખ્યું એ તો આજે pan નથી જાણતો, પરંતુ બીજે જ દિવસે "સૌરાષ્ટ્ર" ના એક પાનામાં નવજ શબ્દો વાંચ્યા. શબ્દો હતા : " રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણ થી આવે!! નીચે શબ્દો હતા : " કોઈ નો લાડકવાયો"
-------------------------------------------------------------------------------------------------------
કાશ બક્ષી આજે જીવતા હોત તો કહેત કે બક્ષીબાબુ………..

- નરેશ કે.ડૉડીયા

સ્ત્રી - ટેમ્પ્ટેશન, સિડકશન : એક ચતુર નાર, કર કે શ્રીંગાર...

સ્ત્રી - ટેમ્પ્ટેશન, સિડકશન : એક ચતુર નાર, કર કે શ્રીંગાર...

 લેખક - જય વસાવડા


ગંગાકિનારે રેતીના કણ કેટલા છે, તે જાણી શકાય પણ સ્ત્રીના મનને જાણી ન શકાય ! 

- વસુદેવહિંડી

                        ‘એકાકિની પરવશા...’ થી શરૂ થતું રૂદ્રટનું એક સંસ્કૃત મુકતક છે. એક પ્રવાસી અજાણ્યા ઘરમાં રાતવાસો માંગે છે. ગૃહસ્વામિની એને જોઈને જ આકર્ષાઈ જાય છે. પણ એમ કંઈ થોડું વળગી પડાય ? એટલે ના પાડે છે. કેવો છે એ ઈન્કાર? ‘‘હે પથિક, એક તો હું જુવાન છું, પાછી બહુ મુકાબલો કરી ના શકું તેવી છું. અને મારા પતિ પરદેશ પ્રવાસે ગયા હોઈને સાવ એકલી છું. ઘર ગામથી દૂર છે. મારા સાસુ તો આંધળા અને બહેરા છે, એટલે હું ખૂણાના પેલા ઓરડામાં જ સૂતી હોઊં છું. માટે અહીં રોકાવાને બદલે બીજું ઠેકાણું શોધી લો!’’ હંઅઅઅ- આ તે નકાર કે નિમંત્રણ? બી સ્માર્ટ !

* * *

                         ‘વ્હેન એ વુમન બિકમ્સ સ્કોલર, ધેર ઈઝ સમથિંગ રોંગ ઈન હર સેકસ ઓર્ગન્સ!’ ઘુરંધર જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેનું આ નિરીક્ષણ છે! અતિશય વિદૂષી માનુનીઓ એવી બોરિંગ એક્ટિવિટઝમાં આજીવન સમય એટલે વીતાવતી હશે કે નાચગાન, હંસીમજાક અને ફલર્ટંિગ, ડેટિંગ જેવી એકસાઈટિંગ એક્ટિવિટીઝ એમને ઉત્તેજીત નહીં કરતી હોય! બાકી ચંચલ, કોમલ, શીતલ મદનમોહિનીઓ તો જીવનખેલમા રૂપે રમતી હોઈને ‘રમણી’ કહેવાઈ હશે? આપણે ત્યાં પ્રાચીન લોકકથા છે. જેમાં વીર વિક્રમ પોતાના પરાક્રમી પુત્ર વિક્રમચરિત્રના વખાણે ચડે છે. ત્યારે મનમોહિની નામની સુંદરી ભર્યા દરબારમાં રાજા વિક્રમને કહે છે. ‘વિક્રમચરિત્ર મહાન હશે, પણ એના કરતાય ચડિયાતું સ્ત્રીચરિત્ર છે! સ્ત્રી જો ધારે તો પછી અશકયને શકય કરી બતાવે ! ’ અને પછી કેવી રીતે પોતે એક જગ્યાએ કેદ પકડાયા છતાં, રાજાના જ કુંવરના સંતાનની માતા બનીને વિક્રમના કાનની બૂટ પકડાવી દે છે, તેની રોમાંચક કથા છે ! વંદિતાસૂત્રમાં સદીઓ પહેલા લખાયું છે ઃ પાણીમાં તરતી માછલીઓના પગેરાની છાપ (!) શોધનારો મળી આવે, આકાશમાં ઉડતા પંખીના (અદ્રશ્ય) સગડ ઉકેલનારો મળે, પણ સ્ત્રીના હૃદયને પારખનાર ત્રિલોકમાં પણ કોઈ નથી! અને આપણા ઘણા મગની દાળના શીરા જેવા સુંવાળા સમાજચિંતકો વળી એવું જ માને છે કે સ્ત્રીને હૃદય જ હોતું હશે. શરીર જેવું કંઈ સ્ત્રીને હોય જ નહિ ! એને કશા આવેગો થાય જ નહિ, એને મસ્તી ચડે જ નહિ! પુરૂષ ‘ફરે ત્યાં ચરે’, પણ સ્ત્રીને ‘ચરે ત્યાં ફરવા’નો પણ હક હોય નહિ ! ’ ‘ અસ્તિત્વ ’ ફિલ્મમાં પેલો રામપુરી ચક્કુ જેવો તેજ ધાર ડાયલોગ નાયિકા કહે છે : ‘ તન કી પ્યાસ જો તુમ્હારે શરીર કો જલાતી હૈ, વો હમારે શરીર કો કમ જલાતી હૈ કયા ? ’’
કમ નહિ, જયાદા! સાયન્ટિફિકલી પ્રૂવ્ડ કે સ્ત્રીને મલ્ટીપલ ઓર્ગેઝમ્સ થઈ શકે છે. પુરૂષની માફક એણે બે સમાગમ વચ્ચે રાહ નથી જોવી પડતી. અને મનુષ્યમાદાને પશુમાદાની માફક કોઈ નિશ્ચિત ઋતુકાળ હોતો નથી. આપણા પુરાણોમાં નારીનું રૂપ ધારણ કરીને પુરૂષે રતિક્રીડામાં વઘુ આનંદ નારીને આવે, એવું કબૂલ્યાની કથાઓ છે. અને એને સચોટ રીતે સમજાવતો તર્ક પણ પ્રચલિત છે : કાનમાં આંગળી નાખીને ખંજવાળો, ત્યારે કાનના સંવેદનતંતુઓ આંગળી કરતાં વઘુ આંદોલિત આનંદિત થતા હોય છે !
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એટલે ફકત ભક્તિ, મોક્ષ અને સંયમ એ સમીકરણ જ ખોટું છે. પુરાતન ભારત એટલે વિલાસ અને વૈભવનું પણ વૈવિઘ્ય! ઈશ્વરના ચરિત્રો કંડારતા મહાકાવ્યોમાં પણ રૂંવાડે રૂંવાડે રોમાંચની ઢગલીઓ થાય, એવા પ્રસંગો અને વર્ણનો દુધપાકમાં ભાતની માફક એકરસ થયેલા છે! ઈનફિડાલિટી, યાને લગ્નેત્તર સંબંધોની માયાજાળ જ નહિં, ‘કાયા’ જાળને પણ ભારે રસિકતાથી વર્ણવનારો આપણો સમાજ હતો. મતલબ, આ આજકાલનું નહિ, પરાપૂર્વનું ચાલ્યું આવે છે. અર્જુનથી શેન વોર્ન સુધી!
પંચતંત્રમાં પંડિત વિષ્ણુશર્માએ ફકત હરણ અને કાચબાની, સિંહ અને શિયાળની બાળબોધકથાઓ જ નથી કહી. (ભૈ, રાજકુમારોને રાજનીતિ શીખવાડવાની હતી - એમાં દુનિયાના દરેક રંગો સિલેબસમાં જોઈએ ને!) એમાં અનેક કહાનીઓ ‘જારકર્મ’ યાને એડલ્ટરી, વ્યભિચારની પણ માદક વર્ણનો સાથે છે. એવા જ ચિલ્ડ્રન્સ લિટરેચર ગણાઈ ગયેલા ગ્રંથ ‘હિતોપદેશ’માં સમુદ્રદત્તની પત્ની રત્નપ્રભા વળી ઘરના નોકરને ચુંબન કરતી હતી, ત્યાં પતિની અણધારી એન્ટ્રી થઈ. ચબરાક પત્નીએ બિરબલકૃત્ય કરતા હાજરજવાબીપણુ દાખવ્યું ‘ આ ઘરમાં ચોરી થાય છે, સાકર અને કપૂરની - કોણ ખાય છે, તેની ખાતરી કરી ! ’
શિવે પાર્વતીને કહેલી કથાઓના મનાતા ગ્રંથ કથાસરિત્સાગરમાં શ્રાઘ્ધમૂર્ખની વાર્તા છે. મૂર્ખ બહારગામ જતા પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ. અચાનક પતિએ પાછા આવીને પૂછયું, તો નોકરાણીએ પઢાવેલું બહાનું કહ્યું કે એ તો બાર દિવસ પહેલા મરી ગઈ! મૂર્ખે બારમાસનું શ્રાઘ્ધ કરાવી બ્રાહ્મણ જમવા બોલાવ્યા તો એની ભાગેલી પત્નીને લઈને વટભેર એનો પ્રેમી આવીને જમી ગયો, કે શ્રાઘ્ધ આરોગવા આ સ્ત્રીને સ્વર્ગમાંથી લઈ આવ્યો છું!મૂર્ખે રાજી થઈને દક્ષિણા આપી !
દુનિયામાં ગૂઢમાં ગૂઢ રહસ્ય શું? મૃત્યુ? જી ના. ભારતવર્ષ કહે છેઃ ગહનમ સ્ત્રીચરિત્રમ! આપણે ત્યાં કમસેકમ હજાર વર્ષ પહેલા ગ્રંથ રચાયોઃ શુકસપ્તસતી. જેમાં પતિવિયોગે અંદર ઉઠતી અગનનું શમન કરવા ઘરની બહાર જતી નારીને એક પોપટ આડાઉભાત્રાંસા સંબંધો અને વ્યભિચારની અઢળક રંગીન કથાઓ સંભળાવે છે! બળને છળ તથા કળથી હંફાવતી વાર્તાઓ! શામળ ભટ્ટે એવી જ વાર્તાઓ ગુજરાતીમાં ‘સૂડા બહોંતરી’ના નામે લખી. હોર્ની (કામુક) કન્યાઓના મનોવિહારમાં ડોકિયું કરાવતી વાર્તાઓ એડલ્ટ એસએમએસ જેવી ક્રિએટિવલી ચાર્મિગ છે ! (મૃણાલ સેન અને ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેના પરથી ફિલ્મો બનાવી છે, અને હુસેને દિલફેંક ચિત્રો !)
 એક સેમ્પલઃ

શંખપુરના શંકરની પત્ની બહુભર્તુકા હતી. (જો ઠંડી હોય તો ગરમી હોવાની જ. દુકાળ હોય તો વરસાદનું અસ્તિત્વ હોવાનું જ. એમ એક પતિને સર્વસ્વ માનનારી પતિવ્રતા હોય, તો એકથી વઘુ પુરૂષોનો સંગ કરનારી બહુભર્તુકા નેચરલી હોય જ! તુલસી ઈસ સંસારમેં ભાત ભાત કે લોગ!) તો એ રતિપ્રિયા નારીનું નામ રંભિકા હતું. એને એક સાથે ચાર-ચાર ઉપ-પતિઓ યાને અફેર્સ હતા. પિતૃશ્રાઘ્ધ નિમિત્તે રંભિકાના આમંત્રણથી અલગ-અલગ સમયે આવેલા ચારેય પ્રેમીઓને ફિલ્મી સ્ટાઈલમાં રંભિકાએ છુપાવ્યા. હસીને લોટપોટ કરે એવી ઘટનાઓ બની (જેમ કે, રંભિકાએ ભોજન આપ્યું એને કોઠી નીચે છુપાયેલા પ્રેમીએ ગરમ લાગતા ફુંક મારી, અને કોઠી ઉપરના પ્રેમીએ સાપના ભયથી અંદર ઠેકડો માર્યો!) ચારે જણ પતિની નજર સામે દેકારો થતા નાઠા. બિચારા પતિએ પૂછયું ‘ આ શું ? ’
સ્વસ્થતા ગુમાવ્યા વિના રંભિકાએ શાંતિથી જવાબ આપ્યો ‘તમારા પિતૃઓ છે. તમે હૃદયના પ્રેમ વિના શ્રાઘ્ધ કર્યું એટલે ગુસ્સે થઈને ભોજન લીધા વિના ભાગી ગયા! કરો ફરીથી શ્રાઘ્ધ! ’
આ શુકસપ્તસતીનો ફારસીમાં અનુવાદ થતાં એ ૧૪મી સદીમાં ‘તૂતીનામેહ’ નામથી ઈરાન પહોંચ્યું. અરેબિયન નાઈટસની આવી જ મેઘધનુષી કથાઓની પરંપરામાં આ વાર્તાઓ પણ વખણાઈ. તૂર્કીમાં પહોંચતા એ યુરોપ પહોંચી અને ઈટાલીના જીયોવાની બોકેશિયોએ એડલ્ટ સ્ટોરીઝના છેક ૧૪મી સદીમાં કરેલા સંપાદન ‘ડિકેમેરોન’માં પણ એના પડધા પડયા! બાલ્ઝાકે ડોલ સ્ટોરીઝ રચી. સ્ત્રીની ચંચળતા અને ચપળતા બંનેને નિખારતી આ અનંગકથાઓમાં શરમસંકોચ વિના શિથીલ ચારિત્ર્યનો ઉત્સવ મનાવી, ‘કામ’પ્રેમ છોળો ઉડાડવામાં આવી છે.
વર્ણનો પણ કેવા કળાત્મક! અમરૂશતકમાં પ્રેમીને મળવા ઘેલી થઈને દોડતી યુવતીના ચણિયાની ગતિથી હવાનો સપાટો લાગતા દીવો ઓલવાયો અને... તો વિદ્યાપતિ રચિત મુક્તકમાં કુલટા કહેવાયેલી સ્ત્રી કટાક્ષમાં ઉત્તર વાળે છે ‘અમારા કુળમાં એકમાત્ર જન્મમાં અનેકને ચાહવાની રીતિ છે, સતી બનવાનું કલંક અમારા માટે અપમાનજનક છે!’ ઓહ વોટ એ બેબ! લાઈક લિઝ હર્લી!
વેલ, એકચ્યુઅલી આ બધી કથાઓ કંઈ ‘એડલ્ટરી’ની સુગાળવી કથાઓ નથી. આજે જેની બહુ બોલબાલા ગ્લોબલ લેવલ પર છે, તેવી ‘કોન’ સ્ટોરીઝ છે. (રસપ્રદ કાવતરાંને અંગ્રેજીમાં કોન્સિપિરસી કહેવાય- એટલે હોશિયારીપૂર્વકના પ્લાનિંગથી થતી છેતરપિંડીના પ્લોટને કોન કહેવાય!) સંસ્કૃતમાં તો શબ્દ પણ છે ઃ ઘૂર્તકથા! જારકર્મ (છીનાળું!)ના પાયા પર રચાયેલા અને પેઢી દર પેઢી સચવાયેલા આ કથાનકો જૂના નથી- કારણ કે, આજે ય ફરી ફરીને એ હકીકતોમાં પલટાયા કરે છે. પોતાના પ્રણય (બાફેલી દૂધીના સૂપ જેવો ફિક્કો પ્લેટોનિક નહિ, લસણ-ડુંગળીવાળી ભેળ જેવો ચટપટો પેશનેટ લવ!) માટે સ્ત્રી વઘુ હિંમત કરી શકે છે. અને જન્મજાત એનામાં એવી ચાતુરી છે કે જો સ્ત્રી ધારે તો જ પુરૂષ તેના વિશે સત્ય જાણી શકે!
સીધી લીટીના ઠાવકા બાબલાઓ આજે ય નટખટ નખરાળી નારને કંટાળો આપીને બોર કરે છે. ડાહીડમરી, સુશીલ સંસ્કારી, વિનયીવિવેકી, ગુણિયલ, ઘરરખ્ખુ ગૃહિણી... ઉઉઉઉફ! હાઉ બોઓઓરિંઈઈઈગ! થોડીક શેતાનીયત, થોડીક શરારત જીંદગીને વ્હેરી વ્હેરી ટેસ્ટી ટેસ્ટી બનાવે છે. છોકરી જરા ટિપ્સી હોય, તો ટોપ લાગે. માદક હોય, તો મતવાલી લાગે. રંગીન- રમૂજી હોય, તો રૂડીરૂપાળી લાગે. અને મસ્તીખોર મારકણી હોય તો મીઠીમઘુરી લાગે! સંસાર કંઈ ફક્ત સાઘ્વીઓનો મઠ નથી. સેક્સ વિનાની સ્ત્રી એટલે વઘાર વિનાની દાળ! તરૂણીના તોફાન એટલે જાણે રસોઈમાં પડેલું મરચું! રંગ અને સ્વાદ બંનેમાં આકર્ષણ વધારતી રેડ હોટ ચીલિઝ! મહોબ્બત કી મિર્ચ!
* * *
                        ‘ત્રિયાચરિત્ર્ય’ ની થીમ પર ઓફબીટ છતાં સિમ્પલ, આર્ટિસ્ટિક છતાં ફની ફિલ્મ વિનય શુકલા જેવા વાંચતાવિચારતા લેખક - દિગ્દર્શકે ફિલ્મ બનાવી છે - મિર્ચ! બધી વાર્તાઓ મૂળ તો પ્રાચીન ભારતીય શૃંગારવારસાને અપાયેલી અંજલિ છે. (અને રાઈમા દેવતાઈ અપ્સરા જેવી જ લાગે છે!) ‘ઉત્સવ’માં કાકા પ્યારેલાલે ભૂલથી અઘુરૂં મુકેલું સંગીત ભત્રીજા મોન્ટીએ કમ્પોઝ કર્યું હોય તેવા અદ્ભુત જાદૂઈ ગીતો છે. કાવ્યાત્મક માવજતમાં નાની નાની ખૂબસૂરત બાબતો ગૂંથી લેવાઈ છે.
* * *
                        સદીઓથી સમાજે સ્ત્રીને રમકડું કે કઠપૂતળી બનાવીને રાખી છે. લગ્નોમાં ગુલામની જેમ ચોકઠાં ગોઠવી તેને ધકેલી દેવાઇ છે. બાદશાહોથી ધર્માચાર્યો સુધીના દરેકને ડર છે, કે એક વખત જો નારી આઝાદમિજાજ થઈ તો સ્વયમ મિસ્ટર ગોડના પણ અંકુશમાં રહે તેમ નથી! માટે જાતભાતના નીતિનિયમો અને બંધનોમાં સ્ત્રીને સતત એટલી ગૂંચવી નાખી કે એ પલાયનવાદી બને, કર્મકાંડી બને, ડરીને ગોંધાઈ રહે. સ્ત્રી હંમેશા ફીલિંગથી જીવે છે. એટલે જૂઠ માટે પણ એણે પ્રયત્ન નથી કરવો પડતો, એ અંદરથી જ આવતું હોઈને સહજસાઘ્ય છે. સ્ત્રી આકર્ષિત ઝડપથી થાય, અને થાય તો જગત આખાની પરવા વિના ફના થઈ જવા સામે ચાલીને ભૂસકો મારવા બહાદૂર બને! એ પુરૂષ જેવી તાર્કિક ગણત્રીબાજ ન બને. અને ખુદ સ્ત્રી પણ ન સમજી શકે એવા એની અંદરના ખેંચાણના વમળોથી ભડકીને જ જૂના યુગોના દરેક ધર્મે સ્ત્રીને પાપની વ્યાખ્યાઓ અને સજાની ભૂતાવળોથી બાંધી રાખી !
પુરૂષ વાયુતત્વ છે. ઝંઝાવાત ગમે તેટલો પ્રચંડ હોય, લાંબો ટકે નહિ! જ્યારે સ્ત્રી જળતત્વ છે. ઉપરથી શાંત, અંદરથી ઊંડી. એક એક ટીપું ધીરજથી, ખંતથી સતત પડયા કરે અને અંતે પથ્થરની આરપાર છેદ કરી જાણે! જળની માફક સ્ત્રી ગમે તે રંગ, ગમે તે આકાર ધારણ કરી સરકી શકે છે. દિવ્ય પ્રેમ કે આજીવન સ્નેહસંબંધ કે લાંબા ગાળાના દાંપત્યજીવન સિવાય પણ સ્ત્રીની અંદર પણ એક માદા છે. જેને ભોગ ભોગવવા છે. અનાવૃત મસ્તી માણવી છે. આગળ પાછળના કોઈ ‘ઈમોશનલ બેગેજ’ વિના જસ્ટ ફોર ફન જલસા કરીને ચાર દિન કી ચાંદની જેવી યુવાની સમાજના, માતૃત્વના, કર્તૃત્વના કોઈ વિવેચનો વિના ચસચસાવીને જીવી લેવી છે. સંબંધ પરપોટા જેવો પણ હોય અને પોલાદ જેવો પણ હોય. બંનેની ફ્લેવર છે. કામચલાઉ સહશયન, કાયમી સહજીવન!
પોતાનામાં જ વ્યસ્ત રહીને, ગુલામની જેમ હુકમો છોડીને, ઢોર મારી મારીને, પોતાના આદેશો મુજબના જ આદર્શો ગોખાવીને પુરૂષોએ લોહી પીઘું છે સ્ત્રીઓનું. તો કેટલાક ડોબાઓ વળી એના ચરણસ્પર્શ કરીને એના આંખના ઉલાળે તાથૈયા કરવા તત્પર થાય છે. સ્ત્રીને આ બેમાંથી કોઈ અંતિમો નથી ગમતા. એકચ્યુઅલી, પોતાને શું ગમે છે - એ અંગે ખુદ સ્ત્રી જ બેખબર છે! એ અયોઘ્યાનો મહેલ પળવારમાં છોડી દે છે, પણ એક સુવર્ણમૃગને સ્પર્શવાનો મોહ નહિ !
લગ્ન એક કલ્ચરલ આવિષ્કાર છે. પણ શરીરના બેઝિક ઈન્સ્ટિંકટસ નેચરલ ઢોળાવ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિનો આ સંઘર્ષ અપવાદોને બાદ કરતા સનાતન રહ્યો છે, અને રહેવાનો. સંતાપ અને સજાની ગમે તેટલી બીક બતાવો, મજાની માયાજાળ જીતવાની. ઈટસ બેટલ બિટિ્વન સોલ એન્ડ બોડી! આત્માની એક વૃત્તિ છે, શરીરની બીજી જ પ્રવૃત્તિ છે. વરાયટી ઈઝ સ્પાઈસ ઓફ લાઈફ - જો કોઈ સલમાનખાનનો પ્રિવિલેજ હોય, તો કોઈ મનીષા કોઈરાલાનો પણ એ વિશેષાધિકાર બની શકે છે.
એટલે ધર્મ - સમાજના પુરાતન ચોખલિયા બંધનો વચ્ચે નોનવેજ કહાનીઓ, ગીતો ટૂચકા રચાતા ગયા છે. સ્ત્રી શરીરથી કોઈને હંફાવી શકે તેમ નથી, અને એના પ્રત્યેના માલિકીભાવને લીધે આખા ગામની નજરો એની ચોકીદારી કરતી રહે છે. એટલે સ્ત્રી દિમાગ અને દિલના દાવપેચ શીખી જાય છે. કુટિલ કાવત્રાં અને મદહોશ મુસ્કાનની ક્રિએટિવિટી ખીલવે છે. પ્રગટપણે વાત કરવાથી મળતા પ્રતિભાવોના અનુભવે એકાંત માટે છૂપા આમંત્રણો, સંકેતો અને બહાનાઓની ભાષા શીખે છે. કયારેક એને કોઈ વળતર જોઈએ છે, તો કયારેક આવા ચોરી લીધેલા આનંદની ક્ષણો એનો ય અહમ સંતોષી, એને જીંદગીની ઘટમાળના કોરા આંગણામાં કશીક રસિક રંગોળી કર્યાનું સુખ આપે છે. પોતે પણ કોઈને ધુમાવી, નચાવી શકે છે - એની પણ એક સકસેસ ફીલિંગ હોય છે. એટલે જ નારીની અંદર રકતકણો, શ્વેતકણો, ત્રાક્કણો સાથે ઈર્ષ્યાકણો ભળેલા હોય છે. જે પેથોલોજીની લેબોરેટરીમાં નહિં, પણ આંખમાં કાઉન્ટ થાય છે!
જે હોય તે પણ નટખટ નારી, બોલ્ડ બ્યુટી જીંદગીનો ગરમાગરમ મસાલો છે.


ફાસ્ટ ફોરવર્ડ



‘ અઢાર ભાષા આવડતી હોય તો પણ પુરૂષ એમાંની એક પણમાં સ્ત્રીને ના પાડી શકતો નથીં ! ’
- ડોરોથી પાર્કર

तुम्हें कैसे पता चलता है कि कोई सचमुच तुम्हें प्रेम करता है ? by OSHO RAJNISH








तुम्हें कैसे पता चलता है कि कोई सचमुच तुम्हें प्रेम करता है ?


                                                    आदमी के व्यक्तित्व के तीन तल हैं: उसका शरीर विज्ञान, उसका शरीर, उसका मनोविज्ञान, उसका मन और उसका अंतरतम या शाश्वत आत्मा। प्रेम इन तीनों तलों पर हो सकता है लेकिन उसकी गुणवत्ताएं अलग होंगी। शरीर के तल पर वह मात्र कामुकता होती है। तुम भले ही उसे प्रेम कहो क्योंकि शब्द प्रेम काव्यात्म लगता है, सुंदर लगता है। लेकिन निन्यानबे प्रतिशत लोग उनके सैक्स को प्रेम कहते हैं। सैक्स जैविक है, शारीरिक है। तुम्हारी केमिस्ट्री, तुम्हारे हार्मोन, सभी भौतिक तत्व उसमें संलग्न हैं।  तुम एक स्त्री या एक पुरुष के प्रेम में पड़ते हो, क्या तुम सही-सही बता सकते हो कि इस स्त्री ने तुम्हें क्यों आकर्षित किया? निश्चय ही तुम उसकी आत्मा नहीं देख सकते, तुमने अभी तक अपनी आत्मा को ही नहीं देखा है। तुम उसका मनोविज्ञान भी नहीं देख सकते क्योंकि किसी का मन पढ़ना आसान काम नहीं है। तो तुमने इस स्त्री में क्या देखा? तुम्हारे शरीर विज्ञान में, तुम्हारे हार्मोन में कुछ ऐसा है जो इस स्त्री के शरीर विज्ञान की ओर, उसके हार्मोन की ओर, उसकी केमिस्ट्री की ओर आकर्षित हुआ है। यह प्रेम प्रसंग नहीं है, यह रासायनिक प्रसंग है।जरा सोचो, जिस स्त्री के प्रेम में तुम हो वह यदि डाक्टर के पास जाकर अपना सैक्स बदलवा ले  और मूछें और दाढ़ी ऊगाने लगे तो क्या तब भी तुम इससे प्रेम करोगे? कुछ भी नहीं बदला, सिर्फ केमिस्ट्री, सिर्फ हार्मोन। फिर तुम्हारा प्रेम कहां गया?

                                                    सिर्फ एक प्रतिशत लोग थोड़ी गहरी समझ रखते हैं। कवि, चित्रकार, संगीतकार, नर्तक या गायक के पास एक संवेदनशीलता होती है जो शरीर के पार देख सकती है। वे मन की, हृदय की सुंदरताओं को महसूस कर सकते हैं क्योंकि वे खुद उस तल पर जीते हैं।

                                                    इसे एक बुनियादी नियम की तरह याद रखो: तुम जहां भी रहते हो उसके पार नहीं देख सकते। यदि तुम अपने शरीर में जीते हो, स्वयं को सिर्फ शरीर मानते हो तो तुम सिर्फ किसी के शरीर की ओर आकर्षित होओगे। यह प्रेम का शारीरिक तल है। लेकिन संगीतज्ञ , चित्रकार, कवि एक अलग तल पर जीता है। वह सोचता नहीं, वह महसूस करता है। और चूंकि वह हृदय में जीता है वह दूसरे व्यक्ति का हृदय महसूस कर सकता है। सामान्यतया इसे ही प्रेम कहते हैं। यह विरल है। मैं कह रहा हूं शायद केवल एक प्रतिशत, कभी-कभार।

दूसरे तल पर बहुत लोग क्यों नहीं पहुंच पा रहे हैं जबकि वह अत्यंत सुंदर है? लेकिन एक समस्या है: जो बहुत सुंदर है वह बहुत नाजुक भी है। वह हार्डवेयर नहीं है, वह अति नाजुक शीशे से बना है। और एक बार शीशा गिरा और टूटा तो इसे वापिस जोड़ने का कोई उपाय नहीं होता। लोग इतने गहरे जुड़ना नहीं चाहते कि वे प्रेम की नाजुक पर्तों तक पहुंचें, क्योंकि उस तल पर प्रेम अपरिसीम सुंदर होता है लेकिन उतना ही तेजी से बदलता भी है।

                                                    भावनाएं पत्थर नहीं होतीं, वे गुलाब के फूलों की भांति होती हैं। इससे तो प्लास्टिक का फूल लाना बेहतर है क्योंकि वह हमेशा रहेगा, और रोज तुम उसे नहला सकते हो और वह ताजा रहेगा। तुम उस पर जरा सी फ्रेंच सुगंध छिड़क सकते हो। यदि उसका रंग उड़ जाए तो तुम उसे पुन: रंग सकते हो। प्लास्टिक दुनिया की सबसे अविनाशी चीजों में एक है। वह स्थिर है, स्थायी है; इसीलिए लोग शारीरिक तल पर रुक जाते हैं। वह सतही है लेकिन स्थिर है।

                                                    कवि, कलाकार लगभग हर दिन प्रेम में पड़ते रहते हैं। उनका प्रेम गुलाब के फूल की तरह होता है। जब तक होता है तब तक इतना सुगंधित होता है, इतना जीवंत, हवाओं में, बारिश में सूरज की रोशनी में नाचता हुआ, अपने सौंदर्य की घोषणा करता हुआ, लेकिन शाम होते-होते वह मुरझा जाएगा, और उसे रोकने के लिए तुम कुछ नहीं कर सकते। हृदय का गहरा प्रेम हवा की तरह होता है जो तुम्हारे कमरे में आती है; वह अपनी ताज़गी, अपनी शीतलता लाती है, और बाद में विदा हो जाती है। तुम उसे अपनी मुट्ठी में बांध नहीं सकते।

                                                    बहुत कम लोग इतने साहसिक होते हैं कि क्षण-क्षण जीएं, जीवन को बदलते रहें। इसलिए उन्होंने ऐसा प्रेम करने का सोचा है जिस पर वे निर्भर रह सकते हैं। मैं नहीं जानता तुम किस प्रकार का प्रेम जानते हो, शायद पहले किस्म का, शायद दूसरे किस्म का। और तुम भयभीत हो कि अगर तुम अपने अंतरतम में पहुंचो तो तुम्हारे प्रेम का क्या होगा? निश्चय ही वह खो जाएगा लेकिन तुम कुछ नहीं खोओगे। एक नए किस्म का प्रेम उभरेगा जो कि लाखों में एकाध व्यक्ति के भीतर उभरता है। उस प्रेम को केवल प्रेमपूर्णता कहा जा सकता है।

                                                    पहले प्रकार के प्रेम को सैक्स कहना चाहिए। दूसरे प्रेम को प्रेम कहना चाहिए, तीसरे प्रेम को प्रेमपूर्णता कहना चाहिए: एक गुणावत्ता, असंबोधित; न खुद अधिकार जताता है, न किसी को जताने देता है। यह प्रेमपूर्ण गुणवत्ता ऐसी मूलभूत क्रांति है कि उसकी कल्पना करना भी अति कठिन है।पत्रकार मुझसे पूछते रहते हैं, " यहां पर इतनी स्त्रियां क्यों हैं?" स्वभावत: प्रश्न संगत है, और जब मैं जवाब देता हूं तो उन्हें धक्का लगता है। उन्हें यह उत्तर अपेक्षित नहीं था। मैंने उनसे कहा, " मैं पुरुष हूं।" उन्होंने अविश्वसनीय रूप से मुझे देखा। मैंने कहा, " यह स्वाभाविक है कि स्त्रियां बहुत बड़ी संख्या में होंगी, क्योंकि उन्होंने अपनी जिंदगी में जो भी जाना है वह है या तो सैक्स या बहुत विरले क्षणों में प्रेम। लेकिन उन्हें कभी प्रेमपूर्णता का स्वाद नहीं मिला।" मैंने उन पत्रकारों से कहा, "तुम यहां पर जो पुरुष देखते हो उनमें भी बहुत से गुण विकसित हुए हैं जो बाहर के समाज में दबे रह गए होंगे।"


                                                    बचपन से ही लड़के से कहा जाता है, " तुम लड़के हो, लड़की नहीं हो। एक लड़के की तरह बरताव करो। आंसू लड़कियों के लिए होते हैं, तुम्हारे लिए नहीं। मर्द बनो।" अत: हर लड़का उसके स्त्रैण गुणों को खारिज करता रहता है। और जो भी सुंदर है वह सब स्त्रैण है। तो अंतत: जो शेष रहता है वह सिर्फ एक बर्बर पशु। उसका पूरा काम ही है बच्चों को पैदा करना। लड़की के भीतर कोई पुरुष के गुण पालने की इजाजत नहीं होती। अगर वह पेड़ पर चढ़ना चाहे तो उसे फौरन रोक देंगे, "यह लड़कों के लिए है, लड़की के लिए नहीं।" कमाल है! यदि लड़की पेड़ पर चढ़ना चाहती है तो यह पर्याप्त प्रमाण है कि उसे चढ़ने देना चाहिए।"सभी पुराने समाजों ने स्त्री और पुरुष केलिए भिन्न-भिन्न कपड़े बनाए हैं। यह सही नहीं है, क्योंकि हर पुरुष एक स्त्री भी है। वह दो स्रोतों से आया है: उसके पिता और उसकी मां। दोनों ने उसके अंतस को बनने में योगदान दिया है। और हर स्त्री पुरुष भी होती है। हमने दोनों को नष्ट कर दिया। स्त्री ने समूचा साहस, हिम्मत, तर्क, युक्ति खो दी क्योंकि इन्हें पौरुष की गुणवत्ताएं माना जाता है। और पुरुष ने प्रसाद, संवेदनशीलता, करुणा, दयालुता खो दी। दोनों आधे हो गए। यह एक बड़ी समस्याओं में एक है जिसे हमें हल करना है, कम से कम हमारे लोगों के लिए।

                                                     मेरे संन्यासियों को दोनों होना है: आधा पुरुष, आधी स्त्री। यह उन्हें समृद्ध बनाएगा। उनके पास वे सभी गुण्वत्ताएं होंगी जो मनुष्य के लिए संभव हैं, केवल आधी ही नहीं।अंतरतम के बिंदु पर तुम्हारे भीतर सिर्फ प्रेमपूर्णता की एक सुवास होती है। तो डरो मत। तुम्हारा भय सही है, जिसे तुम प्रेम कहते हो वह विदा हो जाएगा लेकिन उसकी जगह जो आएगा वह अपरिसीम है, अनंत है । तुम बिना लगाव के प्रेम करने में सफल होओगे। तुम अनेक लोगों से प्रेम कर सकोगे क्योंकि एक व्यक्ति से प्रेम करना खुद को गरीब रखना है। वह एक व्यक्ति तुम्हें एक अनुभव दे सकता है लेकिन कई-कई लोगों से प्रेम करना …

                                                    तुम चकित होओगे कि हर व्यक्ति तुम्हें एक नया अहसास, नया गीत, नई मस्ती देता है। इसीलिए मैं विवाह के खिलाफ हूं। कम्यून में विवाह खारिज कर देने चाहिए। लोग चाहें तो तह-ए-जिंदगी एक-दूसरे के साथ रह सकते हैं लेकिन यह एक कानूनी आवश्यकता नहीं होगी। लोगों को कई संबंध बनाने चाहिए, प्रेम के जितने अनुभव संभव हैं उतने लेने चाहिए। उन्हें मालकियत नहीं जमाना चाहिए। और किसी को अपने ऊपर मालकियत नहीं करने देना चाहिए क्योंकि वह भी प्रेम को नष्ट करता है।

                                                    सभी मनुष्य प्रेम करने के पात्र हैं। एक ही व्यक्ति के साथ आजीवन बंधकर रहने की जरूरत नहीं है। यह एक कारण है कि दुनिया में लोग इतने ऊबे हुए क्यों लगते हैं। वे तुम जैसे हंस क्यों नहीं सकते? वे तुम्हारी तरह नाच क्यों नहीं सकते? वे अदृश्य जंजीरों से बंधे हैं: विवाह, परिवार, पति, पत्नी, बच्चे। वे हर तरह के कर्तव्यों, जिम्मेदारियों और त्याग के बोझ तले दबे हैं, और तुम चाहते हो कि वे हंसें, मुस्कुराएं, और आनंद मनाएं? तुम असंभव की मांग कर रहे हो। लोगों के प्रेम को स्वतंत्र करो, लोगों को मालकियत से मुक्त करो। लेकिन यह तभी होता है जब तुम ध्यान में अपने अंतरतम को खोजते हो। इस प्रेम का अभ्यास नहीं किया जा सकता।

                                                    मैं यह नहीं कह रहा हूं कि आज रात किसी अलग स्त्री के पास जाओ अभ्यास की खातिर। तुम्हें कुछ हासिल नहीं होगा और तुम अपनी पत्नी को भी खो दोगे। और सुबह तुम बेवकूफ दिखाई दोगे। यह अभ्यास का सवाल नहीं है, यह तुम्हारे अंतरतम को खोजने का सवाल है। अंतरतम की खोज के साथ अवैयक्तिक प्रेमपूर्णता, इम्पर्सनल लविंगनैस पैदा होती है। फिर तुम सिर्फ प्रेम होते हो। और वह फैलता जाता है। पहले मनुष्यों पर, फिर जल्दी ही पशु, पक्षी, पेड़ पर्वत, तारे…। वह दिन भी आता है जब यह पूरा अस्तित्व तुम्हारी महबूबा बनता है। और जो इसको उपलब्ध नहीं होता वह मात्र जीवन व्यर्थ गंवा रहा है।

                                                    हां, तुम्हें कुछ चीजें खोनी होंगी, लेकिन वे निरर्थक हैं। तुम्हें इतना कुछ मिलेगा कि तुम्हें दोबारा याद भी न आएगी कि तुमने क्या खोया है। एक विशुद्ध अवैयक्तिक प्रेमपूर्णता रहेगी जो किसी के भी अंतरतम में प्रविष्ट हो सकती है। यह निष्पत्ति है ध्यानपूर्ण स्थिति की, मौन की, अपने अंतस में गहरे डूबने की। मैं केवल तुम्हें राजी करने की कोशिश कर रहा हूं। जो है उसे खोने से डरो मत।

ओशो, फ्रॉम डैथ टु डैथलैसनेस, प्र # 17

Tuesday, January 3, 2012

SAY " I LOVE YOU " IN 111 LANGUAGE .

1.English - I love you

2.Afrikaans - Ek het jou lief

3.Albanian - Te dua

4.Arabic - Ana behibak (to male)

5.Arabic - Ana behibek (to female)

6.Armenian - Yes kez sirumen

7.Bambara - M'bi fe

8.Bengali - Ami tomake bhalobashi (pronounced: Amee toe-ma-kee bhalo-bashee)

9.Belarusian - Ya tabe kahayu

10.Bisaya - Nahigugma ako kanimo

11.Bulgarian - Obicham te

12.Cambodian - Soro lahn nhee ah

13.Cantonese Chinese - Ngo oiy ney a

14.Catalan - T'estimo

15.Cherokee - Tsi ge yu i

16.Cheyenne - Ne mohotatse

17.Chichewa - Ndimakukonda

18.orsican - Ti tengu caru (to male)

19.Creol - Mi aime jou

20.Croatian - Volim te

21.Czech - Miluji te

22.Danish - Jeg Elsker Dig

23.Dutch - Ik hou van jou

24.Elvish - Amin mela lle (from The Lord of The Rings, by J.R.R. Tolkien)

25.Esperanto - Mi amas vin

26.Estonian - Ma armastan sind

27.Ethiopian - Afgreki'

28.Faroese - Eg elski teg

29.Farsi - Doset daram

30.Filipino - Mahal kita

31.Finnish - Mina rakastan sinua

32.French - Je t'aime, Je t'adore

33.Frisian - Ik hâld fan dy

34.Gaelic - Ta gra agam ort

35.Georgian - Mikvarhar

36.German - Ich liebe dich

37.Greek - S'agapo

38.Gujarati - Hoo thunay prem karoo choo

39.Hiligaynon - Palangga ko ikaw

40.Hawaiian - Aloha Au Ia'oe

41.Hebrew - Ani ohevet otekh (to female)

42.Hebrew - Ani ohev otkha (to male)

43.Hiligaynon - Guina higugma ko ikaw

44.Hindi - Hum Tumhe Pyar Karte hae

45.Hmong - Kuv hlub koj

46.Hopi - Nu' umi unangwa'ta

47.Hungarian - Szeretlek

48.Icelandic - Eg elska tig

49.Ilonggo - Palangga ko ikaw

50.Indonesian - Saya cinta padamu

51.Inuit - Negligevapse

52.Irish - Taim i' ngra leat

53.Italian - Ti amo

54.Japanese - Ainutseru

55.Kannada - Naanu ninna preetisuttene

56.Kapampangan - Kaluguran daka

57.Kiswahili - Nakupenda

58.Konkani - Tu magel moga cho

59.Korean - Sarang Heyo

60.Latin - Te amo

61.Latvian - Es tevi miilu

62.Lebanese - Bahibak

63.Lithuanian - Tave myliu

64.Luxembourgeois - Ech hun dech gäer

65.Macedonian - Te Sakam

66.Malay - Saya cintakan mu / Aku cinta padamu

67.Malayalam - Njan Ninne Premikunnu

68.Mandarin Chinese - Wo ai ni

69.Marathi - Me tula prem karto

70.Mohawk - Kanbhik

71.Moroccan - Ana moajaba bik

72.Nahuatl - Ni mits neki

73.Navaho - Ayor anosh'ni

74.Norwegian - Jeg Elsker Deg

75.Pandacan - Syota na kita!!

76.Pangasinan - Inaru Taka

77.Papiamento - Mi ta stimabo

78.Persian - Doo-set daaram

79.Pig Latin - Iay ovlay ouyay

80.Polish - Kocham Ciebie

81.Portuguese - Eu te amo

82.Romanian - Te iubesc

83.Russian - Ya tebya liubliu

84.Scot Gaelic - Tha gradh agam ort

85.Serbian - Volim te

86.Setswana - Ke a go rata

87.Sign Language - ,,,/ (represents position of fingers when signing'I Love You')

88.Sindhi - Maa tokhe pyar kendo ahyan

89.Sioux - Techihhila

90.Slovak - Lu'bim ta

91.Slovenian - Ljubim te

92.Spanish - Te quiero / Te amo

93.Swahili - Ninapenda wewe

94.Swedish - Jag alskar dig

95.Swiss-German - Ich lieb Di

96.Surinam - Mi lobi joe

97.Tagalog -Mahal kita

98.Taiwanese - Wa ga ei li

99.Tahitian - Ua Here Vau Ia Oe

100.Tamil - Nan unnai kathalikaraen

101.Telugu - Nenu ninnu premistunnanu

102.Thai - Chan rak khun (to male)

103.Thai - Phom rak khun (to female)

104.Turkish - Seni Seviyorum

105.Ukrainian - Ya tebe kahayu

106.Urdu - mai aap say pyaar karta hoo

107.Vietnamese - Anh ye^u em (to female)

108.Vietnamese - Em ye^u anh (to male)

109.Welsh - 'Rwy'n dy garu di

110.Yiddish - Ikh hob dikh

111.Yoruba - Mo ni fe !! :P