Tuesday, October 6, 2015

મન ના મેઘધનુષ્ય- અંશ સંકલન




"મન ના મેઘધનુષ્ય- અંશ સંકલન"   
                              - નિકુંજ વાનાણી.
 


          (સાહિત્યનાં પ્રકારો અંગે પ્રયોગો કરવાંના પ્રયાસ રૂપે આ "અંશ સંકલન" ની રચના કરવાંમા આવી છે. અંશ સંકલન એટલે કોઈ એક કે એક થી વધુ પુસ્તકના અલગ અલગ અંશો લઈને એને એ રીતે ગોઠવવાં કે જેથી એક નવો લેખ, વાર્તા, નવલિકા, નવલકથા નું સર્જન થાય.
અંશ સંકલન લેખક શ્રી ગુંણવંત શાહ ના લેખ સંગ્રહ "મન ના મેઘધનુષ્ય"  પુસ્તક માંથી કરવાંમા આવેલ છે. પુસ્તક દરેક દંપતિએ, પ્રેમમા પડવા થનગનતાં હૈયાંએ, સગાઈ કરવા જઈ રહેલ યુગલએ, લિવઈન માં રહેતાં પ્રેમીઓ અચુક વાંચવા જેવું અને વાંચી ને એકબીજા સાથે ચર્ચા-વિચારણાં  (માત્ર ચર્ચા નહિ)  કરવાં જેવું છે.
હૈયા અને વિચારોથી યુવાન એવાં દરેક માણસને અંશ સંકલન ને વાંચી ને એકબીજા સાથે ખુલ્લાં મને ચર્ચા-વિચારણાં કરવાં હું નમ્ર અનુરોધ કરું છું. )
 



"જેને પરિણામે મને મારી માતા મળી, તેને (સેક્સને) હું ધિક્કારી શકું ખરો ?"
                                                                                        - વિનોબા ભાવે.


                                 સેક્સને પવિત્ર ગણવાં માટે કોઈ વ્યજ્બી કારણ ખરૂં ? જવાબ સ્પષ્ટ "હા" છે. સેક્સ જો અપવિત્ર હોત તો આપણાં ઋષિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની વાત કરી ને સેક્સને મોક્ષની પાડોશમાં મુક્યું હોત. સેકસની દિવ્યતાનો સ્વીકાર સમાજે કામદેવની કલ્પના દ્વારા કર્યો છે. જો આપણે સેક્સને અપવિત્ર ગણીએ તો કામદેવને "કામદાનવ" કેહવો પડે. સેક્સનો સંબંધ જીવનપ્રવાહ સાથે છે અને જીવનપ્રવાહ ગંગાના પ્રવાહ જેટલો પવિત્ર છે. ગંગામાં ઔદ્યોગિક કચરો ભળે અને એમાં પ્રદૂષણ વધી પડે એમાં ગંગાનો કોઈ દોષ ખરો? ગંદકી માણસના મનમાં હોય છે. સેક્સને ગંદી બાબત ગણનારાઓ પોતાનો મેલ જાહેરમાં ઠાલવતાં રહે છે અને સેક્સના પવિત્ર પ્રવાહને માનસિક ગંદકીથી પ્રદૂષિત કરતાં રહે છે. અપ્રદૂષિત સેક્સની નિંદા કરવીએ ઈશ્વરની નિંદા કરવી બરાબર ગણાય.
                                 બોબો રાશી નામનો ઝેન સાધુ રોજ વહેલી સવારે ઊઠીને ધ્યાનમાં બેસી જાતો. ક્યોટોના મઠની દીવાલ વટાવીને કદી બહાર જાતો નહિં. મઠના બીજા સાધુઓ ક્યારેક ગેઈશા (વેશ્યા) ને ત્યાં જઈ આવતાં પણ બોબો તો મઠના બાગમાં બેસી રહેતો અને સૌ સુઈ જાય પછી પથારી ભેગો થાતો. આવું પુરાં ચૌદ વર્ષ ચલ્યું. એક દિવસ બાગમાં ખડક પર બેસીને રાત્રે ધ્યાન કરતો હતો ત્યારે એણે મઠની બહાર જવાનો નિર્ણય કર્યો. મોડી રાત્રે ગેઈશાના લત્તામાં પહોંચી ગયો. એક ગેઈશાએ એને આંખને ઈશારે ઘરમાં બોલવ્યો અને...... બધું ખરી પડ્યું. બત્રીસે કોઠે દીવા થયા હોય એમ આનંદથી નાચી ઊઠ્યો, રડી પડ્યો અને હસી પડ્યો. એની ચેતનાના તાર ઝણઝણી ઊઠ્યાં અને ચૌદ-ચૌદ વર્ષના ધ્યાન પછી ઓચિંતી પ્રાપ્ત થયેલી સમાધિની દશામાં મઠમાં પાછો ફર્યો. એને સમજાયું કે સેક્સ જીવનનું મહત્વનું પરિબળ નહિ, મુક્તિ આપનારૂં પરિબળ છે. સેક્સ જીવનઊર્જા છે, પ્રેમની અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે. જીવન ની સર્જકતાનું એક નિમિત્ત છે, અને જીવનની એકતા-સમગ્રતાને પામવાની આપણી ઝંખનાનું સુમધુર સંગીત છે.
                                 ગેરસમજની બાબતમાં સેક્સ ઈશ્વર પછી બીજા ક્રમે આવે છે. ઈશ્વર અંગે જે કાંઇ ગેરસમજ હોય તે સર્વથા ક્ષમ્ય છે. કારણકે ગેરસમજ માટે માણસ કરતાં ઈશ્વર વધારે જવાબદાર છે. અવ્યક્ત અને અચિંત્ય રહીને એણે માણસ માટે ઘણાં ગોટાળાં ઊભા કર્યા છે. અનાદિ અને અનંત એવી સર્વવ્યાપક, સનાતન અને અશરીરી ચેતનાને જાણી જોઈને એણે એવી રીતે રમતી મેલી કે માણસ ગોથાં ખાતો રહ. પરંતુ સેક્સ અંગેની ગેરસમજ માટે એને દોષ દઈ શકાય તેમ નથી. કારણકે ગેરસમજની સઘળી જવાબદારી માણસની છે, જીવનસૃષ્ટિ ની ઉત્પત્તિ પછી એના સાતત્ય અને સંવર્ધન માટે જવાબદાર એવી દિવ્ય તથા ભવ્ય ઘટના અંગેની માણસની સમજ સાવ અધુરી, અધાર્મિક અને અવૈજ્ઞાનિક રહેવાં પામી છે. સેક્સની ખુબી છે કે સર્જન અને કહેવાતાં સર્જનહારની રહસ્યમય, નિગૂઢ અને અપ્રત્યક્ષ લીલાનો દાર્શનિક પુરાવો આટલો સચોટ બીજી કોઈ ઘટનામાં જડતો નથી. ઈશ્વરના અસ્તિત્વ અંગે પ્રામાણિક અશ્રધ્ધા હોઇ શકે, પરંતુ અસ્તિત્વના અસ્તિત્વ અંગે શંકા ના થઈ શકે. જે પરમ ચેતના અવ્યક્ત છે અને સૃષ્ટિ પર જે કંઇ વ્યક્ત છે બંને ને જોડનારી કડી તે સેક્સ. બ્રહ્માનંદની તોલે બીજો કોઈ આનંદ ના હોઈ શકે એવું આપણે સાંભળીએ છીએ. પરંતુ આવા આનંદની ઝલક પ્રાપ્તના થાય ત્યાં સુધી તો એમ કહેવું પડે કે બ્રહ્માનંદ પછીના ક્રમે મૈથુનાનંદ આવી શકે. જેને સંભોગની ચરમસીમા (ક્લાઈમેક્સ/ઑર્ગેઝમ) કહે છે, તે ક્ષણે અપણું સકલ અસ્તિત્વ કશોક અવર્ણનીય, અલૌકિક અને ક્ષણજીવી આનંદંમાં ઓગળી જાતું હોય છે. એવી ચરમ ક્ષણને વિસ્તારવાનો પ્રયત્ન માણસે કરવો રહ્યો. સેક્સમાં શારીરિકતા ખરી પણ એમાંથી નિષપન્ન થતો આંનદ માનસિક કે પછી આધ્યાત્મિક કક્ષાનો બની રહે છે. સેક્સની વાત આવે ને "છી.... છી.... છી...." કરનારો માણસ પોતાની હયાતીની મશકરી કરતો હોય છે.  (આધ્યાત્મિક સેક્સ અને તાંત્રિક સેક્સ અંગે વધૂ જ્ઞાન માટે શ્રી રજનીશ ઓશો નું "સંભોગ સે સમાધી તક" પુસ્તકનો અભ્યાસ કરવો)
                                 સેક્સ અંગેની સૌથી લોકપ્રિય ગેરસમજ છે કે, એને પ્રેમ ગણવામાં આવે છે. સેક્સ અને પ્રેમ ના આવ ખોટાં સમીકરણે ઘાણાંખરા અનર્થો સર્જ્યાં છે. સેક્સ પ્રેમની અભિવ્યક્તિ હોઇ શકે. પ્રેમમાં સેક્સ હોય સ્વીકાર્ય પણ માત્ર પ્રેમમાં   સેક્સ હોય અસ્વીકાર્ય અને અપાકૃતિક વિચાર છે. સેક્સ ને લાગણી, મૈત્રી, સમર્પણ, પ્રેમની સચ્ચાઈ કે માત્ર પ્રાકૃતિક આવેગવશ જરૂરિયાત સાથે જોડી શકાય વાતને લગભગ આદર્શ ગણીને સમાજ બાજુ હડસેલતો રહ્યો છે અને સેકસને માત્ર લગ્નમાં બાંધી દીધું છે. કદાચ તેથી દેશમાં લુચ્ચો, અપ્રામાણિક, કાળાં બજાર કરનારો, જુઠ્ઠો અને જુગારી માણસ પણ, જો સેકસની બાબાતમાં સખણો હોય તો "ચારિત્ર્યવાન" ગણાય, એથી ઊલટું, સત્યવાદી, પ્રામાણિક, સજ્જન અને ત્યાગી માણસપણ જો સેકસની જરાતરા છુટછાટ લેતો હોય તો તે "ચારિત્ર્યહિન" ગણાય છે. જો આવો માપદંડ આપણાં પૂજનીય દેવી-દેવતાંઓને લાગુ પાડવામાં આવે તો ?! શ્રી રજનીશ ઓશો એમનાં પ્રવચન માં એક વાર કહેલું"પુરુષ અને સ્ત્રીઓને લગ્ન જેવાં બંધનોથી જોડાઇ કે ના જોડાઇ,પણ બેશક પ્રેમમાં જીવવું જોઇએ,પરંતું એમની આઝાદી જાળવી રાખવી જોઇએ.તેઓ એકબીજાથી ઋણાનુંબંધથી જોડાયેલા નથી.આપણું જીવન વધું તરલ-વધું પ્રવાહિત હોવું જોઇએ.એક સ્ત્રી અનેક પુરુષ મિત્રોનાં સંપર્કમાં આવી જોઇએ અને એક પુરુષ અનેક સ્ત્રી મિત્રોનાં સંપર્કમાં આવવો જોઇએ એવો નિયમ હોવો જોઇએ.પરંતું શકય ત્યારે બને જ્યારે (કામ)સેકસને એક રમત કે વિનોદ રૂપે જુએ. કોઇ પાપ નથી.કેવળ વિનોદ છે."
                                 લગ્નેત્તેર જાતીય સંબંધોમાં પતિ-પત્ની  વચ્ચેની "વફાદારી" ને ખલેલ પહોંચે છે ખરૂં, પણ તેથી પ્રકૃતિની લીલામાં કોઈ ખલેલ નથી પહોંચતી કે પાપ થાતું નથી, મુદ્દા પર પતિ-પત્ની 'વફાદારી' ની વ્યાખ્યા ઘડવાની રહે છે. વફાદારી એક પક્ષી હોઈ શકે. ટુંક માં અંગે પતિ-પત્ની સાથે મળીને વિચારવું જોઈએ અને સાથે રહેવું કે છુટાં પડવું તે નક્કી કરવું પડે. એમાં સમાજે ઊહાપોહ મચાવવાની કે વચ્ચે પડવાની જરૂર નથી. એવાં પણ યુગલો હોઈ શકે, જે અંગેની છુટછાટ અંગે પણ એકબીજાની સંમતિપુર્વક નિર્ણય લે અને પાળે. પત્નીના બૉયફ્રેન્ડનો અને પતિની ગર્લફ્રેન્ડનો સ્વીકાર કરનારા પતિ-પત્ની વચ્ચે વફાદારી નથી એમ ના કહી શકાય. ઘણાં યુગલો પરસ્પર સંમતિથી એકબીજાને જાતીય મૈત્રી સંબંધ રાખવાની છુટ આપે છે તો ઘણાં યુગલો પરસ્પર સંમતિથી અન્ય પરિચીત યુગલો સાથે તંદુરસ્ત સમુહ સેક્સ (ગ્રુપ સેક્સ) માણે છે તો એમાં કશું અપવિત્ર કે અપાકૃતિક નથી. વફાદારીની પુર્વશરત છે- નિખાલસતા. છેતરપીંડી અને વફાદારી વચ્ચે મેળ ના પડે. તંદુરસ્ત સમાજે "ચારિત્ર્ય" ને નિખલસતા, પ્રામાણિકતા સાથે જોડવું જોઈએ, કેવળ સેક્સ સાથે નહીં. ટુંકમાં એટલું કહી શકાય કે પરસ્પર સંમતિથી થતાં જાતીય સંપર્કો/સંબંધો અંગે સમાજ ઉદાર વલણ અપનાવું જોઈએ અને પ્રશ્ન જે તે વ્યક્તિઓ પર છોડી દેવો જોઈએ. ચોમાસાની ઋતુમાં ઘરની બારીએ બેસી વરસતાં વરસાદનું સંગીત અને ભીની માટીની સુગંધ માણવું પણ એક મજા છે. પણ ભીંજાયા વગર, કશા શ્રમ વગર વરસાદને માણવાંના સુખથી કંટાળીને ક્યારેક માણસ બારી છોડી ખુલ્લાં પગે ઘરની બહાર દોડી જાય, મન ભરી ભીંજાય, અને દોડ્યાં પછી હાંફતા હાંફતા લેવાતાં ભારે શ્વાસોમાં ભીની માટીની ખુશ્બુ પીવે અને આનંદથી ઝુમી ઊઠે તો એમાં કશું ખોટું નથી. લગ્નપહેલાં/લગ્નવિનાં કે લગ્નેત્તર સંબંધોને સમાજે દ્રષ્ટિથી જોવાં જોઈએ. સતત સુખથી કંટાળી ને શ્રમમાં મજા પડે એવો રોમાંચ કે આનંદ મેળવવાનો દરેક માણસને અધિકાર છેજે સેક્સમાં સંમતિ-સુચક એકમકતા (mutuality) હોય તે સામાજીક દ્રષ્ટિએ (દંભી સામાજીક દ્રષ્ટિએ) ગુનો હોઈ શકે, પણ પાપ ના હોઈ શકે. ગુનાનો સંબંધ દેશ અને કાળ પ્રમાણે સતત બદલાતાં સામાજીક રીતરિવાજો અને કાયદાઓ સાથે છે. ગુના અને પાપ વચ્ચેનો સંબંધ સમજી રાખવા જેવો છે.
                                 "ધર્મ ની બહેન" હોય શકે તો પછી "ધર્મ ની ગર્લફ્રેન્ડ" કેમ ના હોઈ શકે ?? (જેમ કૃષ્ણ દ્રોપદી ના "ધર્મ ના બૉયફ્રેન્ડ" હતા એમ)    
                                 બે વ્યક્તિઓ પરણીને કે પરણ્યાં વગર એકબીજામાં ઓતપ્રોત થાય તેવી તેની સાવ પ્રાકૃતિક કહી શકાય તેવી પૂર્વ ભુમિકા ફર્લટિંગ દ્વારા રચાતી હોય છે. ફર્લટિંગ જેવી નિરૂપદ્વવી અને સુષકર કહી શકાય એવી ઘટના જગતમાં જડવી દુર્લભ છે. શરાબની દૂનિયામાં જે સ્થાન બિયરનું છે તે સ્થાન સેક્સની દૂનિયામાં ફર્લટિંગનું છે.

                                 માણસની પ્રકૃતિદત્ત ઝંખનાઓનો મધુર ગુંજરાવ સેક્સ થકી પ્રગટ થતો જણાય છે. મારી નમ્ર માન્યતા પ્રમાણે સેક્સને લલિતકલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ. આપણાં પૂર્વજો સેક્સને (કામને) લલિતકલાનો દરજ્જો આપી શકેલાં એટલે તો કામસુત્ર, શૃંગાર-શત્તક અને મેઘદુત જેવાં કાવ્યો હિદુંસ્તાનમાં રચાયાં છે. રામાયણ થી મહાભારત સુધીનાં ગ્રંથોમાં વિશાલપ્રચુર વર્ણનો જોવા મળે છે. ભતૃહરિના શત્તકોનાં શ્ર્લોકોમાં લખ્યું છે કે--
·                    ·    સ્ત્રી વિના જગત અંધકારમય છે.
·                   ·    કામ પુરૂષાર્થનો અંત છે.
·                     ·    કામદેવ પણ સ્ત્રીના હુકમનું પાલન કરે છે.
·  v                ·    સ્ત્રીઓને લાભ થાય તપનું સાચું ફળ છે.
          (અહિં, સંભોગ ને તપ કહી, સંભોગથી સ્ત્રીને મળતાં સંતોષ, ચિદાનંદની                       વાત કરી છે.)
·       સ્ત્રીઓને સર્વથા કોઈ પ્રિય નથી.
·       પ્રણયમાં સ્ત્રી પુરુષના મનનું હરણ કરે છે અને ચીત હરી લે છે.
·       સ્ત્રી ને આલિંગન કરીને જે સુવે છે, તે માણસ ધન્ય છે.
·       સ્ત્રી પર કામથી થયેલી આસક્તિનું કોઈ નિવારણ નથી.

આપણે ગીતાના એક શ્ર્લોક પર એક નજર નાખી જોઈએઃ-

प्रक्रूत्यैव क्रियमाणानि सर्वश्
यः प्रश्यति तथातमनमविर्तार पश्यति
( જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃતિ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે. તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે ખરેખર સત્ય જુએ છે.)
                                 ઉપરના શ્ર્લોકમાં પણ દેહને આત્મા કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આત્મા તો કશું કરતો નથી. આત્મા તો અમર છે. કદી બળી શકતો નથી કે મરી શકતો નથી. છતાં લોકો કહે છે કે "આપનું મિલન બહું આત્મિયસભર હતું." કારણ કે પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે શરીર આત્માનું દ્વાર છે. પણ પ્રવેશદ્વાર પર બેઠેલાં દ્વારપાલ ને પહેલાં ખુશ કરો તો આત્માનું મિલન થઈ શકે. મતલબ સાફ છે કે બે શરીરોનું આત્મિયમિલન તો શક્ય બને જ્યારે શરીર નામનાં પ્રવેશદ્વાર પર બેઠેલા દ્વારપાળ ખુશ હોય. પરંતુ આપણાં કહેવાતાં ધર્મગુરુઓ, તંદૂરસ્ત અને નિરૂપદ્રવી સેકસ સંબંધો અને સાવ બિનહાનિકારક છુટછાટો કે અભિવ્યક્તિઓ પર પણ ધર્મિક્તાના નામે અનેક અવરોધો ઊભા કરનારઓ માનસિક રુગ્ણતાનાં જનકો છે. ધર્મગુરુઓ દેહ કરતાં આત્માને વધુ મુલ્યવાન ગણી, ભૌતિક સુખ ના ભોગે આત્મિય સુખ ના ખોટા ઓળાં હેઠળ રીતે વર્ત્યાં છે જાણે સેક્સ સ્વિચ ઑફ કરી દઈને નિરાંતે ભૂલી શકાય એવી બાબત હોય. પ્રત્યેક મઠમાં કે પ્રવિત્ર ગણાતાં સ્થાનક માં સેક્સ સાથે લગભગ દુશ્મનાવટભર્યો વ્યવ્હાર થાય છે. સ્ત્રીઓ ને જોવાનું ટાળવાં સુધી વાત પહોંચે શું બતાવે છે? શું આપણે સ્ત્રીઓ અને પુરુષો એકબીજા ને જુએ, મળે, મળીને નોકરી ના કરે એવો સમાજ રચવા માંગીએ છીએ? ધર્મગુરુઓ ભુલી જાય છે કે, જે બાબત ને માણસ ખુબ સખ્તાઈ થી ટાળવાં મથે છે, તે બાબત તેના મનનો કબજો ખુબ સહેલાઇ થી લઈ લેતી હોય છે. સદીઓથી સેક્સને પાપ, ગંદકી, બીભત્સતા, ગુનાખોરી કે ગોપનીયતા સાથે જોડવામાં આવી છે. સેક્સ ને સહજ (નોર્મલ) ગણવાનું જાણે આપણે નિર્દોષ આદિવાસીઓ માટે અનામત રાખ્યું છે...!!
                                 માણસે કરેલા તમામ અત્યાચારોમાં જો કોઈ સૌથી મોટો અને ઘાતકી અત્યાચાર હોય તો તે છે, પોતાની જાત સાથે કરેલો અત્યાચાર. સેક્સ અંગેના પૂર્વગ્રહોને કારણે આવો સ્વલક્ષી અત્યાચાર તથાકથિત ધાર્મિક્તા સાથે જોડાતો રહ્યો છે, સેક્સ ને ધર્મના સંકજામાંથી મુક્ત કરવાંના અને વિજ્ઞાનયુક્ત આધ્યાત્મિકતા સાથે  જોડવાના દિવસો આવી પહોંચ્યાં છે. વૈજ્ઞાનિક પ્રયોગો એવું સુચવે છે કે, સ્પર્શ પામવો ગરમ લોહીવાળાં બધાં પ્રાણીઓની જન્મજાત જરૂરિયાત છે. આવી ઈન્દ્રિયગત જરૂરિયાત થી વંચિત રહેનારાઓ ખાવાની રુચિ ગુમાવે છે, એમનો શારિરીક વિકાસ સરેરાશ થી ઓછો રહી જવા પામે છે; એમની બુધ્ધિ ક્ષીણ થાય છે અને એમના માં અસામાન્ય વર્તન ની વિચિત્રતાઓ જન્મે છે. સેક્સ એક એવી બાબત છે જેને અંગે અનુભવ અને ઉત્સુક્તા સૌને હોય છે અને છતાંય સૌ એને 'ખાનગી' ગણે છે. આવું "જગજાહેર ખાનગીણું"  માણસ ની મૌલિક શોધ છે!
                                 વિચારહિનતા સમાજને પાડનારી છે. શિક્ષિત સમાજનું એક લક્ષણ છે કે તેના નાગરિકો જે કંઇ કરે તે વિચારપુર્વક કરે છે. સેક્સના ક્ષેત્રમાં વિચારવા જેવા કેટલાંક મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે.
·       સેક્સ માનવસર્જિત નહિં, પ્રકૃતિદત્ત છે.
·       સંસ્કૃતિ માનવસર્જિત છે, તેથી તે સંપૂર્ણપણે અપ્રદૂષિત ના હોઈ શકે.
·        તંદુરસ્ત સેક્સ સંસ્કૃતિ વિરોધી પણ નથી અને પ્રકૃતિ વિરોધી પણ નથી.
·       બેજવાબદાર સેક્સ સેક્સ ધર્મવિરોધી અને માનવવિરોધી છે.
·       મૂળભુત માનવીય અધિકારો સેક્સ માં પણ જળવાવા જોઈએ.
·       સ્વચ્છ, સ્વસ્થ અને સુરુચિપૂર્ણ સેક્સને કલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ.
·       તંદુરસ્ત સેક્સમાં સહજ સંયમનું સ્થાન મહત્વનું હોવાનું, અસંયમ નો કોઈ બચાવ હોય શકે.
·       સેક્સની સાચી સમજણ નો વિકાસ ના થાય ત્યાં સુધી સ્વસ્થ સમાજ નું નિર્માણ અશક્ય છે.

                                 સેક્સ અંગે એકંદરે તંદુરસ્ત વલણ ધરાવતાં સમાજના નિર્માણ અંગેનું મેગ્નાકાર્ટા (અધિકારપત્ર) રજુ કરતી વખતે તેમાં મુખ્યત્વે નીચેનાં મુદ્દાઓ હોવાં જોઈએ  :-
Ø સેક્સ વિશ્ર્વનિર્મિત (કૉસ્મોસ) નું, પ્રકૃતિની લીલાનું કે પછી સર્જનહારની દિવ્ય યોજનાનું એક અત્યંત મનોહર રમકડું છે. સમાજ ના નિયમો સૃષ્ટિની દિવ્ય અને ભવ્ય લીલા ને બહુ ખલેલ પહોંચાડનારા કે સાવ છિન્ન ભિન્ન કરી મુકે તેવા હોવા જોઈએ.
Ø સેક્સ લગ્નયુક્ત કે લગ્નમુક્ત, એમ બંને રીતે શ્ક્ય બને તે જરુરી છે. વ્યક્તિએ પોતે પ્રકૃતિ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. બંન્ને વિકલ્પો વ્યક્તિ માટે ખુલ્લાં હોવાં જોઈએ.
Ø સમાજ સેક્સ અને લગ્ન અંગે જે નિયમો ઘડે તેમાં સ્ત્રીને સમાન દરજ્જો મળે જરૂરી છે. જેમ જાહેર માર્ગો પર ટ્રાફિક ના નિયમો હોય તેમ સેક્સના કાયદાઓ અને કાયદાભંગની સજાઓ હોય તે જરૂરી છે. કાયદાઓ નું પ્રેરણા સ્થાન સંસ્થાગત ધર્મ નહિ હોય, પણ સમાજના બંધારાને જાળવી રાખવા માટેનો લોકશાહી મુલક નાગરિક ધર્મ હોય.
Ø લગ્નેત્તર સંબંધો અંગે પતિ-પત્ની પોતાનાં ધોરણો નક્કી કરી લેવાં જોઈએ. અંગે બંને વચ્ચે ખાટા, તીખા કે તૂરા ઝઘડા ભલે થતા, પરંતુ સમાજે તેમાં પડવું જોઈએ નહિં.
Ø  અપરિણીત માતાના સંતાન ને પોતાના નામની પાછળ બાપની જગ્યાએ માતાનું નામ લખાવવાની છૂટ મળવી જોઈએ.
Ø લોકશાહી નો આદર્શ સેક્સની બાબત માં પણ પળાવો જોઈએ. લોકશાહી માં વ્યક્તિ સ્વાતંત્ર્ય નો મહિમા ખરો, પણ જેમ કોઈને બીજાનું ખુન કરવાની કે અન્યનું સ્વાતંત્ર્ય હણવાંની સ્વતંત્રતા ના હોય તેમ સેક્સમાં પણ કેટલીક મર્યાદાઓ અનિવાર્ય હોવાની. બળાત્કાર, વેશ્યાગીરી અને વાંકડો ઘણું ખરૂં સ્ત્રીની વિરુધ્ધ જાય છે. ત્રણે ગુનાઓ માટે આકરી સજાની જોગવાઈ હોવી જોઈએ.
Ø સમાજ પુરૂષપ્રધાન કે સ્ત્રીપ્રધાન બને એમાં સહજીવનનું સંતુલન ખોરવાય છે. સમાજ મૈત્રીપ્રધાન હોવો જોઈએ. જેમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે સહજ મૈત્રી હોય.
Ø સેક્સને માણસના ચારિત્ર્ય સાથે જોડવાંમા ના આવે. પ્રકૃતિની યોજનામાં પતંગિયું એક કરતાં વધારે ફુલ પર બેસે એને અથવા તો એક ફુલ પર વારાફરતી અનેક પંતગિયાં બેસે બાબત ને ફુલ કે પતંગિયાં ના ચારિત્ર્ય સાથે જોડવાંમા આવે એવું હોઈ શકે.
                                 મનુષ્યે રચેલાં કાયદાઓ મૂળભુત માનવીય પ્રકૃતિની ધરાર અવગણના કરનારાં હોય તો પોથીમાં ના રીંગણાં બની રહે. માનવીય પ્રકૃતિ અને પ્રકૃતિની લીલાનો હકિકતનો સ્વીકાર કર્યાં પછી કાયદા બનવાં જોઈએ જે માનવીય પ્રકૃતિની અવગણના ના કરે.


Nickoonj Vanani
+91 9510060682

www.facebook.com/NikunjVanani